બોગસ દસ્તાવેજથી મિલક્ત હડપના કેસમાં નોટરી ઠક્કરને ડિસ્ચાર્જ કરવા કોર્ટનો હુકમનોટરી સામે ગુનો દાખલ કરતા પહેલા કેન્દ્ર કે રાજય સરકારની મંજૂરી જરૂરી
શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બોગસ દસ્તાવેજોના આધારે મિલકતો હડપ કરી જવાના પૂર્વયોજિત કાવતરાની ફરિયાદ અન્વયે બોગસ દસ્તાવેજ કરવાના ગુનાની ફરિયાદ રદ કરવા નોટરી એડવોકેટ મુકેશ ઠક્કરે અદાલતમાં કરેલી ડિસ્ચાર્જ અરજી મંજુર કરવામાં આવી છે.
આ અંગે વધુ વિગત મુજબ શહેરના અમીન માર્ગ નજીક હરિહર સોસાયટીમાં રહેતો કુણાલ પ્રવીણભાઈ કાનાણીની કરોડોની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં સૈયદ ઇમામ અબુ બકર, ગોવિંદ મકવાણા, જયેશ વેલજી પ્રજાપતિ, નયનાબેન વેલજી પ્રજાપતિ, વેલજી જેરામ લુહાર સહિતના શખ્સો સામે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં ફરીયાદીએ કહેવાતું કુલમુખત્યારનામું આપેલું નથી, સાટાખતમાં એડવોકેટ નોટરી મુકેશભાઈ ઠકકરે નોટરી કર્યાનું ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો હતો, બાદ આ કામમાં એડવોકેટ નોટરી મુકેશભાઈ ઠકકરે મુકેશ દસ્તાવેજમાં પોતાની સંડોવણી ન હોવા સબબ અદાલતમાં ડિસ્ચાર્જ અરજી આપી એવી રજુઆત કરવામાં આવેલ કે, કહેવાતા બોગસ દસ્તાવેજ સૈયદ ઈમામ અબુબકકરે તૈયાર કરેલ છે, હાલના અરજદારે માત્ર નોટરી કરેલ છે. નોટરી એકટની કલમ ૧૩ મુજબ કોઈપણ નોટરી સામે ગુનો દાખલ કરતા પહેલા કેન્દ્ર સરકાર કે = રાજય સરકારમાંથી મંજુરી મેળવેલ હોવી જોઈએ તો જ કાર્યવાહી થઈ શકે, આ કામમાં આવી કોઈ મંજુરી મેળવેલ નથી. એડવોકેટ નોટરી સામે કોગ્નીઝન્સ લઈ શકાય નહીં. ઉપરોકત દલીલના સમર્થનમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ રજુ રાખેલ, જે માનીને એડવોકેટ નોટરી મુકેશભાઈ ઠકકરને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં આરોપી અરજદાર વતી એડવોકેટ પીયુષ શાહ, અશ્વીન ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથીરીયા, વીજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, -હર્પીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા, સંજયભાઈ મેરાણી રોકાયા હતા.
No comments:
Post a Comment