મામલતદારના હુકમ પર અપીલ થઈ ન શકે, પણ કલેકટર રેકર્ડ મંગાવી તપાસી શકે ? - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, March 5, 2025

મામલતદારના હુકમ પર અપીલ થઈ ન શકે, પણ કલેકટર રેકર્ડ મંગાવી તપાસી શકે ?

મામલતદારના હુકમ પર અપીલ થઈ ન શકે, પણ કલેકટર રેકર્ડ મંગાવી તપાસી શકે ?

મામલતદાર કોર્ટ અધિનિયમ સને ૧૯૦૬ થી એટલે કે ભારતમાં બ્રિટીશ રૂલ વખતથી અમલમાં છે. જેમાં સરકારના રેવન્યુ અધિકારી તરીકે તાલુકામાં, જિલ્લામાં અને શહેર-નગરમાં હાલ પણ મામલતદાર સત્તા અને અધિકારો ભોગવે છે. આમ જોઈએ તો મામલતદાર રાજયના નાગરિકો સાથે સીધા સંપર્કમાં આવતા અધિકારી છે. ઉક્ત અધિનિયમ હેઠળ મામલતદારને સત્તાઓ આપવામાં આવેલી છે.

સદર અધિનિયમની ક્લમ ૩(ક) માં ઠરાવ્યા મુજબ "મામલતદાર” શબ્દમાં મામલતદારની સત્તા ધરાવતા મહેસૂલી અધિકારીનો તેમજ મામલતદારની સત્તા ધરાવતા રાજ્ય સરકાર ખાસ રીતે અધિકૃત કરે તેવી બીજી વ્યકિતનો સમાવેશ થશે.


મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5 હેઠળ મુખ્ય કાર્યવાહી શરૂ થાય છે. મામલતદાર કોર્ટોની સત્તાઓ માટેનો કાયદો એકત્રિત કરીને અગાઉના મામલતદાર કોર્ટ એક્ટ, 1876 રદ કરી, હાલનો અમલી મામલતદાર કોર્ટ અધિનિયમ 1906 સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે.

સદર અધિનિયમની ક્લમ ૩(ક) માં ઠરાવ્યા મુજબ "મામલતદાર” શબ્દમાં મામલતદારની સત્તા ધરાવતા મહેસૂલી અધિકારીનો તેમજ મામલતદારની સત્તા ધરાવતા રાજ્ય સરકાર ખાસ રીતે અધિકૃત કરે તેવી બીજી વ્યકિતનો સમાવેશ થશે.

આ અધિનિયમની મામલતદારને કોર્ટનો દરજ્જો આપ્યો છે અને મામલતદાર કોર્ટની સત્તા કાયદાની કલમ -5 માં આપી છે જે નીચે મુજબ છે.

કલમ-5 (1) મામલતદાર કોર્ટની સાત્તા: દરેક મામલતદાર કોર્ટનું અધ્યક્ષ સ્થાન લેશે. જેને મામલતદાર કોર્ટ કહેવાશે અને કલમ-16 અને 26 ની જોગવાઈઓ આધીન રહીને, તેમને રાજ્ય સરકાર વખતો વખત નકકી કરે તેવી રાજ્યક્ષેત્રની હદમાં.

(ક) સીમાંકિત કરેલી નહેરમાં વહેતા કુદરતી જળ-પ્રવાહમાં અથવા ખેતી, ચરાઈ, ઝાડ અથવા પાક માટે વપરાતી કોઈ જમીનમાંથી કુદરતી રીતે નીકળતા અથવા તેના ઉપર પડતા પાણીની સપાટીમાં કાયદાના યોગ્ય અધિકારથી કરવામાં આવ્યા ન હોય તેવા અવરોધ દૂર કરવાની કે કરાવવાની અથવા તે હેતુ માટે વપરાતી જમીનને અથવા તેની ઉપર આવેલ ચરાઈ, ઝાડ કે પાકને રસ્તા સહિતના એવા અવરોધોથી નુકસાન થાય અથવા થવાનો સંભવ હોય તો તેવી લગોલગની જમીન ઉપર અવરોધ દૂર કરવાની કે દૂર કરાવવાની સત્તા રહેશે.

(ખ) કાયદાની રૂએ કામ ચલાવ્યા વગર બીજી રીતે જેની પાસેથી ખેતી કે ચરાઈ કે ઝાડ કે પાક કે મત્સ્યોદ્યોગ માટે વપરાતી કોઈ જમીનનો અથવા જગાનો કબજો લીધો હોય અથવા ખેતી વિષયક હેતુ માટે વાપરવામાં આવતા કુવા, તળાવ, નહેરના અથવા કુદરતી કે કૃત્રિમ કાંસના પાણીનો તેમજ રસ્તાનો ઉપયોગ કરવા દેવામાં આવતો હોય તે વ્યક્તિને, અથવા માગણી કરેલી મિલક્ત અથવા ઉપયોગ માટેનો દાવો માંડતા પહેલાં બાર વર્ષની અંદર અગાઉનો જે માલિકી અથવા અંશતઃ માલિક ન હોય અથવા એવા માલિક કે અંશત: માલિકનો કાયદેસરનો પ્રતિનિધિ ન હોય એવી બીજી કોઈ વ્યક્તિ જેનેગણોત હક્ક કે રસ્તા હક્ક બીજા હક્ક સમાપ્ત થવાની તેનો કબજો મેળવવાનો અથવા ઉપર પ્રમાણે તેનો ઉપયોગ હક્ક પુનઃપ્રાપ્ત કરવાને જે હક્કદાર હોય તેને તાત્કાલિક સદરહુ પ્રકારનો કબજો સોંપવાની અથવા સદરહુ પ્રકારનો ઉપયોગ હક્ક ફરી પ્રાપ્ત કરવા દેવાની સત્તા રહેશે.

પરંતુ કોઈપણ બાબતમાં મામલતદારને એમ લાગે કે (આવો કોઈ અવરોધ દૂર કરવા અથવા દૂર કરાવવા અથવા) સમાપ્ત થવાને કારણે જ એવી કોઈ મિલ્કતનો કબજો આપવો અથવા એવો કોઈ ઉપયોગ હક્ક પુનઃ પ્રાપ્ત કરવાને હક્કદાર હોય તેવી કોઈ વ્યક્તિને તે મિલકતનો કબજો આપવો અથવા તેનો ફરી ઉપયોગ કરવા દેવો તે અન્યાયી અને ગેરવાજબી છે, અથવા જો તેમને એમ લાગે કે કોઈ દિવાની કોર્ટ આવા દાવાનો ઈન્સાફ વધારે યોગ્ય રીતે કરી શકશે તો તેઓ સ્વવિવેકાનુસાર ઉપરની સત્તા વાપરવાની ના પાડી શકશે. પરંતુ એવી રીતે ના પાડવાના કારણે તેમણે લેખિત નોંધવા જોઈશે.

કલમ-૫ માં વ્યાખ્યાતિત કરેલા કૃત્ય બદલ મામલતદારને આવું કૃત્ય કે અવરોધ કરવાનો કે તેમ કરવાનો પ્રયત્ન નહીં કરવાનું ફરમાવવાનો મનાઈ હુકમ કાઢવાની સત્તા છે.

કલમ-૫ (૩) : છ મહિનાની અંદર દાવાઓ બાબત કરવા બાબતઃ આ કલમમાં ઉપર વ્યાખ્યાતિત કરેલા કોઈ કૃત્યથી અરસ પામેલી વ્યકિતને દાવો માંડવાનો હક્ક આપ્યો છે પરંતુ આવો દાવો દાવાનું કારણ ઉપસ્થિત થયા તારીખથી છ માસની અંદર કરવો જોઈએ, અન્યથા દાવો દાખલ કરાશે નહીં.

કલમ-૫ (૪) : દાવાનું કારણઃ- જે તારીખ અવરોધ હરકત અથવા અડચણ રૂપ થરૂ થઈ હોય તે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયેલું ગણાશે.

કલમ-૭ઃ દાવા અરજીની વિગતોઃ કલમ-૭ માં જણાવ્યા મુજબ દાવા અરજી ખૂલ્લી કોર્ટમાં વાદી તરફથી નીચેની વિગતો સહ રજૂ થાય છે.

(ક) વાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ, (ખ) પ્રતિવાદીનું નામ, ઉંમર, ધર્મ, જ્ઞાતિ, ધંધો અને રહેઠાણ, (ગ) રસ્તા સહિત અન્ય કોઈ વિગતે અવરોધ કરવામાં આવ્યો હોય તેનો પ્રકાર અને તે કર્યા કરવામાં આવ્યો છે તે સ્થળ અને એક બીજાની લગોલગ આવેલી જમીનોનું સ્થાન અને માંગેલી દાદનો પ્રકાર.

(૫) જેનો કબજો ઉપયોગ કરવા માટે માગેલો હોય તે મિલકતનો પ્રકાર અને સ્થળ અથવા યથા પ્રસંગે જે મનાઈ હુકમ કરવાનો હોય તેનો પ્રકાર,

(ચ) જે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે તારીખ.

(છ) જે હકીક્ત ઉપરથી દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકત.

(જ) વાદીના દસ્તાવેજો હોય તો તેમની અથવા તેના સાક્ષીઓ હોય તો તેમની યાદી, જેમાં દરેક સાક્ષી શું પુરાવો આપશે તે અને હાજર થવા માટે તેવા સાક્ષીઓને બોલાવવાના છે કે વાદી તેઓની નકકી થયેલ તારીખે અને સ્થળે હાજર કરશે.

ક્લમ-૮ : અવિધિસરની અરજીઓ દાવા અરજી તરીકે ગણી શકશે.

કલમ-૯ : મામલતદાર સોગંદ ઉપર વાદીની જુબાની લઈ શકશે, મુદત આપી શકશે.

કલમ-૧૦ અને ૧૧ : દાવા અરજી ઉપર સહી અને તેની ખરાઈ કરી શકશે અને શેરો કરી શકશે.

કલમ-૧૨ થી ૧૪ અને ૧૬ મુજબ દાવા અરજી " નામંજુર" જુદા જુદા કારણોસર કરી શકશે.

કલમ ૧૫: સાક્ષીને બોલાવવા સમન્સ અગર વોરંટ કાઢી શકશે.

કલમ-૧૬(૨) : નોટીસ બજયા પછી પ્રતિવાદી હાજર થાય નહી તો એકપક્ષી કેસની સુનાવણી કરી શકશે.

કલમ-૧૮(૨) મામલતદાર કેસના સંજોગો જોતાં જરૂરી લાગે તે પ્રમાણે વાદી અથવા પ્રતિવાદી તરીકે પક્ષકારને ઉમેરી શકશે.

કલમ-૧૯: દાવામાં નક્કી થયેલા મદા ઉપરની મામલતદારશ્રીએ નક્કી કરેલા દિવસે

કલમ-૧૬ ની જોગવાઈને આધિન રડીને પોતાની સમક્ષ હોય તે પુરાવો સાંભળીને ન્યાય કરશે.

કલમ- ૧૯ અને ૨૦ મુજબની દાવામાં પુરાવાઓની અને સાક્ષીની તપાસથી ચકાસણી થયા બાદ મામલતદાર મળેલી સત્તા બહાર ન હોય તેવો હુકમ ખુલ્લી કોર્ટમાં કરશે.

કલમ-૨૧(૨) : મનાઈ હુકમ બજાવવાની રીતઃ મામલતદારનો નિર્ણય મનાઈ હુકમ આપવા માટેનો હોય ત્યારે તેણે (યથા પ્રસંગ અનુચિત 'ખ' અથવા 'ગ' ના નમુના પ્રમાણે તે હુકમ કરાવીને ) પ્રતિવાદી હાજર હોય તો તેને ત્યાં જ આપવો અથવા સોંપવો જોઈશે. અથવા જો પ્રતિવાદી હાજર ન હોય તો તેના ઉપર તે બજાવવા માટે ગ્રામ અધિકારીઓને અથવા તેના તાબા હેઠળના કોઈ અધિકારીને મોકલી આપવાનો રહેશે.

કલમ-૨૧(૩) : ખર્ચ અપાવવાનો હુકમ કર્યો હોય તો તેની પાસેથી જમીન મહેસૂલી બાકી તરીકે વસૂલ કરી શકશે. 

કલમ-૨૧(૪) મનાઈ હુકમના ભંગ કરનાર વ્યકિતને જુના ભારતીય ફોજદારી ધારા- ૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ શિક્ષા થઈ શકશે. 

કલમ-૨૨: પક્ષકારોના હક્કોને બાપુ આવ્યા સિવાય કબજો આપવાની જોગવાઈ સૂચવે છે. 

કલમ-૨૩: અપીલ ઉપર પ્રતિબંધની જોગવાઈ છે જેની પેટા કલમો મુજબ

મામલતદાર કોર્ટ એક્ટની કલમ 5 હેઠળ મુખ્ય કાર્યવાહી શરૂ થાય છે. મામલતદાર કોર્ટોની સત્તાઓ માટેનો કાયદો એકત્રિત કરીને અગાઉના મામલતદાર કોર્ટ એક્ટ, 1876 રદ કરી, હાલનો અમલી મામલતદાર કોર્ટ અધિનિયમ 1906 સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પાડવામાં આવ્યો છે.

આ અધિનિયમ હેઠળ મામલતદારે કરેલા કોઈ હુકમ ઉપર અપીલ થઈ શકશે નહીં. પરંતુ કલેકટર આ અધિનિયમ હેઠળ કોઈ દાવાનું રેકર્ડ મંગાવી તપાસી શકશે અને તેવા દાવામાંથી કોઈ કાર્યવાહી નિર્ણય કે હુકમ ગેરકાયદે કે અયોગ્ય છે એમ તેમને લાગે તો પક્ષકારોને યોગ્ય નોટિસ આપ્યા પછી પોતે આ અધિનિયમ માટે અસંગત ન હોય અને પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે. ક્લેક્ટર, મદદનીશ કલેક્ટર અથવા નાયબ કલેક્ટરની કાર્યવાહી કોર્ટ ગણાશે?

કલેક્ટર પોતાને મળેલી સત્તા તાબાના મદદનીશ નાયબ કલેકટરને સોંપી શકશે. હાલમાં આ સત્તા મદદનીશ/નાયબ કલેક્ટરશ્રીને સોંપેલ છે અને તે મુજબ મામલતદારશ્રીના હુકમ સામે કલમ-૨૩(૨) મુજબની રીવીઝન અરજી કાર્યવાહીઓ તેઓ કરે છે.

No comments: