જમીન/મિલકતને લગતા કાયદાઓમાં સમયના વહેણ સાથે અસંખ્ય સુધારાઓ કરી રેવન્યૂ કાયદાઓમાં ઘણાં ફેરફારો કરવામાં આવેલા છે. જે પૈકી મહત્ત્વના નિર્ણયો-કામગીરી તેમજ જોગવાઈઓ અત્રે રજુ કરી છેઃ
(એ) રેવન્યૂ રેકર્ડ:- અગાઉ નમૂના નં.૭/૧૨, ૮/અ, ૬ ના હક્કપત્રકો મેળવવા તલાટી-ઓફિસરનો રૂબરૂ સંપર્ક કરવો પડતો હવે ૨૦૦૫થી ડિજીટલાઈઝેશન કરાતા આ પત્રકો હવે રાજ્યમાં કોઇ પણ સ્થળે ઓનલાઇન ઉપલબ્ધ છે.
(બી) રેવન્યૂ પ્રકરણો :- નમૂના નં.૭/૧૨ માં દાખલ થતી ગામ નમૂના નં.૬ ની હક્કપત્રક નોંધો અંગે જો કોઈ રેવન્યૂ પ્રકરણો ચાલતા હોય તો તેવા પ્રકરણોમાંપક્ષકારને હાજર રહી માહિતી મેળવવી પડતી આ તમામ માહિતી ઓનલાઈન મળી શકે તે માટે કમ્પ્યૂટરાઈઝેશન કરવામાં આવેલ છે.
(સી) સ્ટેમ્પ પેપર :- અગાઉકોઈપણ લખાણ-કરાર-દસ્તાવેજ મેન્યુઅલી નામથી ફાળવવામાં આવતા હવે હસ્તલિખિત સ્ટેમ્પ પેપર બંધ કરી તેવા સ્ટેમ્પ પેપરનો દુરપયોગ થતો અટકાવવા કમ્પ્યૂટરાઈઝડ ઈ-સ્ટેમ્પની સેવા શરૂ કરાયેલ છે. તેને
(ડી) પરિપત્રો/ઠરાવ :- જમીનને લગતા પરિપત્રો/ઠરાવો જે તે ડિપાર્ટમેન્ટમાંથી મેળવવામાં ઘણો સમય જતો હવે આવા તમામ પરિપત્રો/ઠરાવો પણ ઓનલાઈન મુકવામાં આવતા તે સરળતાથી મળી શકે છે.
(ઈ) ગણોતધારો :- ખેતીની જમીન સાથે સંકળાયેલ ખેડૂત તેમજ ખેતમજૂર, ગણોતિયાને ગણોતની જમીન સંબંધે રક્ષણ મળે યા ગણોતીયા પાસેથી વાજબી ગણોત લેવાયા યા ગણોતિયાના હિતો હકકોનું રક્ષણ થાય તે માટે સને-૧૯૪૮ નો નવો ‘મુંબઈનો ગણોત વહીવટ અને ખેતીની જમીનનો કાયદો'ઘડ્યો
* ગણોતધારા કલમ-૬૫ વિગેરે જેવી પરવાનગીઓ પણ મેન્યુઅલ અરજી થકી કરવામાં આવતી, પરંતુ હાલમાં તે તમામ પરવાનગીઓ મેળવવા ઓનલાઈન અરજી કરી શકાય છે.
* ગણોતધારા કલમ-૬૩ : ખેડૂત ન હોય તેવી વ્યકિતઓને જમીનની તબદીલી કરવા ઉપર પ્રતિબંધની જોગવાઈ છે :ગણોતધારાની કલમ-૬૩ ની જોગવાઈ મુજબ જે કોઈ વ્યકિતનો ખેડૂતની વ્યાખ્યામાં સમાવેશ થતો ન હોય તેવી બિનખેડૂત વ્યકિત ખેતીની જમીન ખરીદ કરી શકે નહીં. પરંતુ જો કોઈ બિનખેડૂત વ્યક્તિએ ખેતીની જમીન બિનખેતીના હેતુ માટે ખરીદ કરવી હોય તો તે પરવાનગી લઇને ખરીદી શકે
* સને-૧૯૯૭ ના ગુજરાત અધિનિયમ ક્રમાંક-૭ થી કલમ-૬૩(ક્ક) ઉમેરવામાં આવેલ અને ગણોતધારા કલમ-૬૩કક મુજબ : અમુક કિસ્સાઓમાં પરવાનગી આપેલ ખરેખર ઔદ્યોગિક હેતુ માટે જમીન વેચવા બાબતની જોગવાઈ કરવામાં આવેલ.
* સને-૨૦૧૫ ના ગુજરાત અધિનિયમ ક્રમાંક-૨૮ ની કલમ-૩ દ્વારા નવી કલમો-૬૩(કખ), કલમ-૬૩(કગ) અને કલમ-(કઘ) ઉમેરવામાં આવેલ અને ગણોતધારાની કલમ-૬૩(કખ) : અગાઉ કરેલી લેવડદેવડ અથવા લેવડદેવડો ગેરકાયદેસર હોય તો પણ છેલ્લી લેવડદેવડ ખેડૂતને કરવામાં આવી હોય તો તે કાયદેસર હોવાનું ગણાશે તેની જોગવાઈ કરાયેલ.
* સને-૨૦૨૦ ના ગુજરાત અધિનિયમ કલમ-૩ દ્વારા નવી કલમ-૬૩ (કકક) ઉમેરવામાં આવેલ છે અને ગણોતધારા કલમ-૬૩(કકક) : ઔદ્યોગિક હેતુઓ સિવાયના હેતુઓ માટે જમીનનું વેચાણ અંગેની જોગવાઈ કરવામાં આવેલ.
* ગણોતધારા કલમ-૪૩ :
ગણોતધારાની કલમ-૪૩ મુજબ ખરીદેલી અથવા વેચેલી જમીનની તબદીલી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. મજકુર જોગવાઈ અન્વયે જે જમીન નવી શરતની જમીન ગણાય તે પૂર્વપરવાનગી વિના વેચાણ થઈ શકે નહીં.
કલેક્ટરશ્રીના પત્ર મુજબ ઘણા બધા કેસોમાં જમીનનું વેચાણ/તબદીલી તા.૨૯/૧૨/૧૯૪૮ થી તા. ૧૫/૦૬/૧૯૫૫ અને તા.૧૬/૦૬/૧૯૫૫ થી તા.૩૧/૦૭/૧૯૫૬ વચ્ચે થયેલ હતી. કાયદા અનુસાર આવી તબદીલી જો ગણોતધારા કલમ-૬૩ અને કલમ-૬૪ ના ઉલ્લંઘન કરીને કરવામાં આવેલ હોય તો,
(અ) જો આવી તબદીલી ગણોતિયા સિવાયની વ્યકિતની તરફેણમાં થયેલ હોય તો અવેજના ૧ % જેટલો અથવા રૂ.૧૦૦/- બે માંથી જે ઓછી હોય તેટલી રકમનો દંડ ભરીને મામલતદાર અને કૃષિપંચ દ્વારા વિનિયમિત કરી શકાતી હતી. પરંતુ જો
(બ) આવી તબદીલી ખરેખર કબજો ધરાવનાર ગણોતિયાની તરફેણમાં જમીન માલિક દ્વારા કરવામાં આવેલ હોય તો આવી દંડની રકમ રૂ. ૧/- વસૂલ કરીને વિનિયમિત કરી શકાતી હતી.
તા.૦૭/૦૩/૨૦૧૫ના પરિપત્રની જોગવાઈઓને સરળતાથી સમજો.
ક્રમ. સમયગાળો. વિગત
૧. ૨૮/૧૨/૧૯૪૮થી તા.૧૫-૬-૧૯૫૫. ગણોતિયાની તરફેણમાં તબદીલીઓના કિસ્સામાં રૂ.૧નો દંડ તા.૩૧-૦૩-૧૯૬૬ પહેલાં વસૂલ થઈ પ્રમાણપત્ર અપાયેલ હોય તો તેવી જમીનને ગણોતધારા કલમ-૪૩ના નિયંત્રણો લાગુ પડશે નહીં.
૨. તા.૧૫-૦૬-૧૯૫૫થી તા.૩૧-૦૭-૧૯૫૬. ગણોતિયાની તરફેણમાં કરાયેલ તબદીલીઓના કિસ્સામાં રૂ.૧નો દંડ વસૂલ લઈ કલમ-૬૪ હેઠળનું વેચાણ કાયદેસર ઠરાવવા પ્રમાણપત્ર આપવામાં આવેલ હોય તો તે જમીનનું વેચાણ કાયદેસર કરાયું હોય, તેવી જમીને ગણોતધારા કલમ-૪૩ના નિયંત્રણો લાગુ પડશે નહીં.
૩. તા.૦૧-૦૮-૧૯૫૬ પછીના સમયગાળામાં. ગણોતિયાની તરફેણમાં તબદીલીઓના કિસ્સામાં નિયત દંડ નિયત સમયમાં વસૂલી કલમ-૬૪ હેઠળનું વેચાણ કાયદેસર ઠરાવવાયું હોય ત્યારે, કલમ-૪૩ના નિયંત્રણો લાગૂ પડશે.
૪. તા,૦૧-૦૪-૧૯૫૭ના રોજ કે તે પછી. સમાન કિસ્સામાં મામલતદારે કિંમત નક્કી કરી ન હોય અને જમીન માલિકને ખરીદ કિંમત ફરી ચૂકવવા ટ્રિબ્યૂનલ જણાવે તો ભારે મુશ્કેલી થતી હોય, જમીન માલિકને ચુકવી દીધેલી કિંમત ‘ સંમત થયેલી કિંમત’ તરીકે ગણીને, ખરીદીનું પ્રમાણપત્ર ગણોતિયાને આપેલ હોય ત્યારે, તેવી જમીનને ગણોત ધારા કલમ-૪૩ ના નિયંત્રણો લાગુ પડશે.
No comments:
Post a Comment