ગુજરાત જમીન મહેસુલ નિયમો, ૧૯૭૨ ની કલમ ૧૦૮(૫), ૧૦૮(૬) અન્વયે દાખલ થતાં (અપીલ, RTS અપીલ સહિત) કેસમાં સુનાવણી અંગે જરૂરી સુચનાઓ પ્રસિદ્ધ ક૨વા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: RD/CRT/e-file/15/2025/2365/J (Land Ref) સચિવાલય, ગાંધીનગર તા.૦૧/૦૩/૨૦૨૫
પરિપત્ર:-
રાજયમાં વિવિધ રેવન્યુ કોર્ટમાં દાખલ થતાં ગુજરાત જમીન મહેસુલ નિયમો, ૧૯૭૨ ની કલમ ૧૦૮(૫), ૧૦૮(૬) અન્વયે દાખલ થતાં (અપીલ, RTS અપીલ સહિત) કેસોમાં સુનાવણી અંગે કાર્યપ્રણાલી બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. સરકારશ્રીની પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રીત કરવામાં આવે છે.
- રાજયમાં વિવિધ રેવન્યુ કોર્ટમાં દાખલ થતાં ગુજરાત જમીન મહેસુલ નિયમો,૧૯૭૨ ની કલમ ૧૦૮(૫), ૧૦૮(૬) અન્વયે દાખલ થતાં (અપીલ, RTS અપીલ સહિત) કેસો બાબતે, સક્ષમ સત્તાધિકારીશ્રીએ પ્રથમ સુનાવણી માટે, કેસ માટેની અરજી દાખલ થયા તારીખથી ૯૦ દિવસમાં પ્રથમ સુનાવણીની તારીખ અચુક આપવાની રહેશે.
- કેસોની સુનાવણીની તારીખની જાણ ૨જી.પો.એ.ડી.થી જ કરવી, તેમજ જરૂર જણાયે અન્ય ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી સબંધિતોને તાત્કાલિક કરી, તે અંગેનુ સબંધિતોને નોટીસ આપ્યાનું રેકર્ડ રાખવાનું રહેશે.
- જો રીવીઝન/અપીલ કેસોની અરજીની અધૂરી વિગતે રજૂ થાય તો તે બાબતે દિન ૧૫ માં ચકાસણી કરીને, તે અરજીની પૂર્તતા માંગતો પત્ર અરજદારશ્રીને તાત્કાલિક ઈશ્યુ કરવાનો રહેશે. અરજદારશ્રી તરફથી પૂર્તતા મળ્યા બાદ તાત્કાલિક કેસ નંબર જનરેટ કરવાનો રહેશે.
- જો રીવીઝન/અપીલ કેસો અરજી યોગ્ય રીતે રજૂ થયેલ હોય તેવી અરજી રજીસ્ટ્રી શાખામાંથી મળેથી, તાત્કાલિક ડેટા એન્ટ્રી કરી કેસ નંબરની વિગત અંગે પત્ર સ્વરૂપે પહોંચ પાઠવવાની રહેશે.
- નામદાર વડી અદાલતના નિર્દેશ વાળા કેસોમાં સક્ષમ સત્તાધિકારીશ્રીના નોંધ પર આદેશ મેળવી સમય મર્યાદામાં કામગીરી ક૨વાની રહેશે. તેમજ નામદાર વડી અદાલતના આદેશ મુજબ આખરી નિયમોનુસારની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીશ્રીએ અંગત મોનીટરીંગ કરવાનું રહેશે.
- જે કેસમાં સુનાવણીની નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે પરંતુ પક્ષકારને નક્કી થયેલ તારીખ ક૨તાં વહેલી સુનાવણીની જરૂરીયાત છે તેવા કેસમાં અરજદારશ્રી નિયત નમુનામાં અરજી કરે ત્યારે તેવી અરજીઓનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. ઉપરાંત, તેવી અરજી મળ્યા તારીખથી, ગુણદોષને આધિન ૧૫-કામકાજના દિવસમાં વહેલી સુનાવણીની તારીખ નક્કી કરવી કે નહી? તે બાબતે ગુણદોષને આધિન નિર્ણય કરીને, પ્રાથમિક સુનાવણી રાખવા અંગેનું લીસ્ટ બનાવવાનું રહેશે. જે મુજબ નક્કી થતી તારીખની અરજદારશ્રીને જાણ કરવાની રહેશે. વહેલી સુનાવણી માટે
કેરાના ગુણ-દોષના કારણોની નોંધ ૨જીસ્ટરમાં કરવાની રહેશે તેમજ સરકારશ્રીના હિતને પ્રાધાન્ય આપવાનું ૨હેશે.
સરકારશ્રીની ઉક્ત સુચનાઓનુ સંબંધિત તમામ અધિકારીશ્રીઓએ પાલન કરવાનું
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment