મિલકતોના મામલે Lis pendens એટલે શું? તેનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે છે?
મહેસૂલી કાર્યવાહી પડતર હોય તે દરમિયાન સવાલવાળી મિલકત અંગે વેચાણખત રદ ગણાય
અધિનિયમ-૧૮૮૨ની મિલકત તબદીલી કલમ-૫૨ હેઠળની જોગવાઈઓમાં જે મિલક્તની પક્ષકારો વચ્ચે દિવાની તકરારો-દાવા-દુવી ચાલતા હોય ત્યારે કોઈક પક્ષકાર તરફથી મિલકતની ફેરબદલી કરી દેવામાં આવતી હોય છે, તેથી મિલકત લેનારને તેવો દિવાની દાવો ચાલતો હોય એટલે કે અનિર્ણીત હોય તેની જાણ થાય તે માટે પક્ષકાર તરફથી રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈ મુજબ લીસપેન્ડન્સીની નોટિસ સબરજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર્ડ કરાવવામાં આવે છે. આમ મિલક્તના ખરીદનારને સદર દાવા બાબતે જાણ થાય તેવો હેતુ છે તે અંગેના ઉચ્ચ કોર્ટો સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા ચુકાદાઓનો આ લેખમાં અભ્યાસ કરીશું.
Doctrine of lis pendens નો સિદ્ધાંત : કાર્યવાહી પેનિંગ હોવાના સિદ્ધાંત અને Doctrine of lis pen-dens ની અસર અંગે સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે આ સિદ્ધાંતની અસર દાવાના પક્ષકારોએ કરેલી તમામ તબદીલીઓ રદ કરવાનો નથી, પણ તેને પક્ષકારોના હક્કોને આધીન કરવાનો છે. તેની અસર એ છે કે દાવામાં જે હુકમનામું થાય તે જેની તરફેણમાં તબદીલી થઈ હોય તેને બંધનકર્તા રહે, યાને હાલના અપીલ કરનારાઓ જેમણે સવાલવાળી મિલક્ત પાછળથી ખરીદી હોય. જો કે તબદીલી એક યોગ્ય વિષય રહે છે, પણ તે દાવામાં આવતા પરિણામને આધીન રહે છે. જ્યારે દાવો થયા પછી.
૧૦ વર્ષ પછી વેચાણખત થયું હોય, તો તેને doctrine of lis pendens નો બાધ નડે છે. અપીલ કરનારની તરફેણમાં થયેલા વેચાણ વ્યવહારથી વાદીના હક્કોને કોઈ વિપરીત અસર થતી નથી. (AIR 2019 SC 4252)
(૨) Lis pendens નો સિદ્ધાંત ક્યારે લાગુ પડે ?
કોઈ કાર્યવાહી પડતર હોય તે દરમિયાન કોઈ મિલકતનું હસ્તાંતર થાય અને તબદીલ કરનારનો તે મિલકત પર કોઈ માલિકીહકક ન હોય, જેની તરફેણમાં તબદીલી થાય તેને તે મિલકત પર કોઈ માલિકીહક મળે નહીં. સામાવાળા જેની તરફેણમાં તબદીલી થયેલ છે. તે સામાવાળાને વેચાણખતથી દાવાવાળી મિલકત પર કોઈ માલિકીહક્ક મળેલા ન હોવાથી જેની તરફેણમાં તેઓએ તબદીલ કરેલ છે તેમને કોઈ વધુ સારો માલિકીહક્ક મળે નહીં. પાછળથી થયેલા વેચાણ દસ્તાવેજને Lis pendensના સિદ્ધાંતનો બાદ છે. તેથી આવા વેચાણખતો રદ થાય છે. અપીલ મંજૂર થાય છે. (AIR 2019 SC 3098)
(૩) lis pendens સિદ્ધાંત અને કલમ ૧૯(બી) સ્પેસિફિક રિલીફ એક્ટ હેઠળનો દાવો.
વાદીએ દાવો કર્યા પછી દાવાવાળી મિલકતના વેચાણખતનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. કોર્ટે ઠરાવ્યું કે સવાલાવાળા વ્યવહાર અંગે doctrine of lis pendens લાગુ પડે છે. પાછળથી જે પક્ષકારે દાવાવાળી મિલક્ત ખરીદી હોય તે ૧૯૭૩ ના અધિનિયમની કલમ ૧૯(બી) ની જોગવાઈઓ હેઠળ લાભમેળવવા દાવો કરી શકે નહીં. (AIR 20.10 SC (Supp) 78)
(૪) સવાલવાળી મિલકત માટેનો દાવો કોર્ટમાં પડતર હોય તે દરમિયાન વેચાણ.
એક મિલકત અંગે કોર્ટમાં દાવો ચાલતો હતો તે દરમિયાન કોર્ટની પરવાનગી સિવાય તેનું વેચાણ થયું. આવું વેચાણ Doctrine of lis pen-deans ને કારણે કાયદેસર ગણાય નહીં. ખરીદનાર વ્યક્તિએ શુધ્ધબુધ્ધિથી (Not bonafidely) ખરીદી ન હતી અને કોર્ટનો યથાવત પરિસ્થિતિ (Status quo) જાળવવાનો હુકમ અમલી હતો. કોર્ટે ઠરાવ્યું કે જે વ્યક્તિની તરફેણમાં સવાલવાળી મિલકત તબદીલ થયેલ છે તે કાયમી મનાઈહુકમના દાવામાં પક્ષકાર તરીકે જોડાઈ શકે નહિ. (AIR 2011 Uttarkhand 12)
(૫) દાવો પડતર હોય તે દરમિયાન સવાલવાળી મિલકતમાં ફેરફાર અને બદલાવ.
સવાલવાળી મિલકત અંગે દાવો ચાલતો હતો, તો દરમિયાન તેમાં ફેરફાર અને બદલાવ કરવામાં આવ્યો. કોર્ટે ઠરાવ્યું કે, આવા ફેરફાર અને બદલાવને Principle of list pendens લાગુ પડે છે. (AIR 2005 Sikkim 1)
(૬) મહેસૂલી કાર્યવાહી પડતર હોય તે દરમિયાન સવાલવાળી મિલકત અંગે વેચાણ ખત.
એક મહેસૂલી કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન સવાલવાળી મિલકત અંગે વેચાણખત કરવામાં આવ્યું. સવાલવાળી તબદીલી doctrine of lis pendens ના સિદ્ધાંત મુજબ રદબાતલ (Nullity) ગણાય. વાદીએ સવાલવાળું વેચાણખત દીવાની કોર્ટ દ્વારા રદ કરાવવું જરૂરી નથી. (AIR 2007 Rajasthan 73)
(૭) પડતર દાવા દરમિયાન કરવામાં આવેલ ખરીદીને ‘Doc-trine of lis pendens' નો બાધ નડે છે.
એપેલન્ટે દાવાવાળી મિલકત કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન ખરીદી હતી. આવી ખરીદીને Doc-trine of lis pendens નો બાધ નડે છે. અગાઉ ખરીદનાર વ્યક્તિએ દાવાવાળી મિલકતો કબજો લેવા માટે દાવો કર્યો હતો. પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે અગાઉ ખરીદનાર વ્યકિતની તરફેણમાં સવાલવાળા કરારનો અમલ કરવા માટેનું હુકમનામું કરી આપવામાં આવ્યું તે યોગ્ય ગણાય કે કેમ? કોર્ટે ઠરાવ્યું કે દાવાની કાર્યવાહી ચાલતા દરમિયાન જે વ્યક્તિએ દાવાવાળી મિલક્ત ખરીદેલી છે તેની ભલે શુધ્ધબુદ્ધિ હોય પણ તેનાથી જે-તે કરારનો અમલ કરાવવા માટેની દાદ આપવા માટે સમન્યાયિક દાદ (Equitable relict) આપી અગાઉ ચાલતી કાર્યવાહી દરમિયાન મિલકત ખરીદનારને કોઈ દાદ મળી શકે નહિ. અગાઉના ખરીદનારની તરફેણમાં કરવામાં આવેલું હુકમનામું યોગ્ય છે. (AIR 2010 Punjab and Haryana 40)
(૮) કોર્ટમાં અપીલની કાર્યવાહી પડતર હોય તે દરમિયાન સવાલવાળી મિલકતની તબદીલી.
જ્યારે કોઈમિલકત અંગે વિવાદ ઉભો થયો હોય અને તે અંગે કોર્ટમાં કાર્યવાહી પડતર હોય અને અને નિવેડો આવ્યા પછી અપીલ ચાલતી હોય તે દરમિયાન સવાલવાળી મિલક્ત ત્રાહિતને તબદીલ થાય અને તે અંગે કોર્ટની પરવાનગી લેવામાં ન આવી હોય, તો તેવા વ્યવહારને Doctrine of lis pendens નો બાધ નડે છે અને ખરીદનાર વ્યક્તિ સવાલવાળી કાર્યવાહીમાં દીવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ ના ઓર્ડર-૧ રૂલ ૧૦ હેઠળ અરજી કરી પક્ષકાર તરીકે જોડાઈ શકે નહીં. (AIR 2010 Patna 5)
(૯) કોર્ટ કાર્યવાહી પડતર હોય તે દરમિયાન મિલકત ખરીદવાથી માલિક હક્ક મળતા નથી.
શું કોઈમિલકત અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલતી હોય તે દરમિયાન તેનું વેચાણ થાય, તો તેનાથી સવાલાવાળા દાવામાં થયેલા હુકમનામાની બજવણીની અસર થાય કે કેમ? જે વ્યકિતએ દાવાની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન દાવાવાળી મિલકત ખરીદી હતી, તેણે દરખાસ્તમાં વાંધો લીધો તે વ્યકિત સવાલવાળી મિલકતનો કબજો ધરાવતી હતી. હુકમનામું જેની તરફેણમાં કરવામાં આવ્યું છે. તેના દાવાવાળી મિલક્તના માલિકીહકક, હિત અને અન્ય હક્ક श्री अपीलना तडे (Second ap-peal) માન્ય રાખવામાં આવેલ. આમ જે વ્યકિતએ કોર્ટ કાર્યવાહી દરમિયાન દાવાવાળી મિલકત ખરીદી હોય તેને કોઈ માલિકી હક્ક મળતા નથી અને તે દાવાવાળી મિલકતનો કબજો પોતાની પાસે રાખી શકે નહિ અને ખાસ કરીને જયારે દરખાસ્તની કાર્યવાહી ચાલુ હોય. જો કે આવી વ્યકિત દિવાની કાર્યરીતિ સંહિતાની કલમ ૧૪૪ હેઠળ હુકમનામા ધારક સામે કબજો સોંપવામાં આવે પછી દાવો કરી શકે છે અને સંબંધિત વેચાણખત હેઠળ પોતાને મળતા હકૂ મેળવવા દાવો કરી શકે છે. (AIR 2009 Orissa 62)
No comments:
Post a Comment