શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત ફાજલ થઈ સરકાર હસ્તક કબજો સંભાળેલ જમીનોની જાળવણી કરવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: યુએલસી/જનરલ/૧૦૨૦૨૪/૩૧૯/વ-૧ સચિવાલય, ગાંધીનગર તારીખ: ૦૫-૦૨-૨૦૨૫
વંચાણે લીધા :-
(૧) વિભાગના તા.૨૧/૦૯/૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક: યુએલસી/૧૦૯૮/૮૪/વ-૨
(૨) વિભાગના તા.૦૫/૦૧/૨૦૦૨ ના પરિપત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૦૧/૪૩૭૯/લ
(3) વિભાગના તા.૨૬/૦૨/૨૦૦૪ ના પરિપત્ર ક્રમાંક: દબણ/૧૦૨૦૦૩/એમએલએ-૧૪/લ
(૪) વિભાગના તા.૨૩/૦૪/૨૦૦૪ ના પરિપત્ર ક્રમાંક: અદજ/૧૦૨૦૦૨/૧૬૬૭/લ
(૫) વિભાગના તા.૧૬/૧૦/૨૦૦૪ ના પરિપત્ર ક્રમાંક: અદજ/૧૦૨૦૦૨/૧૬૬૭/લ (ભાગ-૨)
(૬) વિભાગના તા.૧૨/૦૭/૨૦૦૪ ના ઠરાવ ક્રમાંક: યુએલસી/૨૩૦૪/૮૪૮/વ.૧
પ્રસ્તાવના :-
શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ રાજ્યમાંથી તા.૩૦/૩/૧૯૯૯ના રોજ રદ થતાં શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) રીપિલ એકટ, ૧૯૯૯ અમલમાં આવેલ છે. તથા રીપિલ એકટની કલમ ૩(૧)(અ) મુજબ મુળ અધિનિયમની કલમ ૧૦(૩) હેઠળ ફાજલ જાહેર થયેલ અને સરકાર પક્ષે કબજો સંભાળેલ જમીન સરકારશ્રીની માલિકીની ઠરે છે. તેમજ મૂળ અધિનિયમ સમયે ચાલુ કોર્ટ કેસો તથા રીપીલ એકટ અન્વયે ચાલુ કોર્ટ કેસોના ચુકાદા સરકાર પક્ષે આવે છે ત્યારે તેનો સ્વિકાર થયા બાદ સરકાર તરફે યોગ્ય રીતે કબજો લેવાયેલ હોવાનું પ્રસ્થાપિત થયેલ જમીનની જાળવણી અંગે સૂચનાઓ આપવામાં આવેલ છે.
રાજયમાં શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા, ૧૯૭૬ અન્વયે કાયદાની પ્રક્રિયા અનુસરીને સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો બહુ જ કિંમતી છે. આ જમીનો વંચાણે લીધેલ ક્રમ (૧) પરના વિભાગના તા.૨૧-૦૯-૧૯૯૯ના ઠરાવથી સબંધિત કલેકટરશ્રી હસ્તક મૂકવામાં આવેલ છે. તેનું રક્ષણ કરવાની જવાબદારી સબંધિત કલેકટરશ્રીની તથા આ શહેરી સંકુલોની છે.
ઉપરાંત રીપીલ એકટ -૧૯૯૯ બાદથી શહેરી ગરીબોને ફાળવેલ ૨૫-ચો.મી.ના પ્લોટના બદલે તેઓને સુવિધા પૂર્ણ આવાસ ફાળવવામાં પ્રાથમિકતા આપવાનું ઠરાવેલ હોઇ તા.૧૨-૦૭-૨૦૦૪ના ઠરાવમાં અગાઉ ફાળવણી કરેલ પ્લોટના લાભાર્થી કોઇ પણ પ્રકારનું નવું બાંધકામ ન કરે તેની તકેદારી રાખવા સક્ષમ અધિકારીશ્રી તથા તલાટીશ્રીને સૂચનાઓ અપાયેલ છે. આથી હવે ૨૫-ચો.મી. માં ફાળવેલ ખૂલ્લા પ્લોટ પુન:સરકાર સંપ્રાપ્ત જ ગણવાના રહે છે.
વંચાણે લીધેલ ક્રમ (૨), (૩), (૪) અને (૫) પરના વિભાગની લ-શાખાના પરિપત્રોથી સરકારી જમીનની જાળવણી અને અનઅધિકૃત દબાણ અટકાવવાની સંકલીત સૂચનાઓ આપવામાં આવેલ છે. તે સૂચનાઓ યુ.એલ.સી. ફાજલ સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો અંગે પણ લાગુ પડે છે. જે ધ્યાને લેતાં શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત ફાજલ થઈ સરકાર હસ્તક કબજો સંભાળેલ જમીનોની જાળવણી બાબતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર:-
આથી તમામ યુ.એલ.સી. ફાજલ જમીનો પર દબાણ ન થાય તેની તકેદારી રાખવા/દબાણ દૂર કરવા તથા સમયાંતરે ફાજલ જમીનની સ્થિતીની સબંધિત, શહેરી સંકુલના સક્ષમ અધિકારીશ્રી (યુ.એલ.સી), સબંધિત પ્રાંત અધિકારીશ્રી તથા તેમના તાબાના મામલતદારશ્રીઓને યુ.એલ.સી. ફાજલ જમીનની કાયમી ધોરણે જાળવણી કરવા, તાર ફેન્સીંગ કરી કે કમ્પાઉન્ડ વોલ બનાવી યુ.એલ.સી ફાજલ સરકારશ્રીની માલિકીનું બોર્ડ મૂકવાની કાર્યવાહી કરવાની રહે છે. આ અંગેની ગ્રાન્ટ માંગણી નં ૭૮-૨૦૫૩-૦૦-૦૯૩-૧૦ "સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી માટે જિલ્લા કલેકટરશ્રીઓને ગ્રાન્ટ પૂરી પાડવા બાબત" ના સદરે ઉધારવાની રહશે.
આથી આવી શ.જ.ટો.મ. અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત ફાજલ થઈ સરકાર હસ્તક કબજો સંભાળેલ જમીનો પર દબાણો થાય નહીં તે માટે જે તે મહેસૂલી અધિકારીને સર્વે નંબર/બ્લોક નંબર/એફ.પી. નંબર સહિત નામજોગ તથા હોદા જોગ કાયમી ધોરણે જાળવણી કરવાની જવાબદારી સોંપવા જરૂરી હુકમો કરવા તેમજ સમયાંતરે ફાજલ જમીનની સ્થિતિની સબંધિત સક્ષમ અધિકારીશ્રી (યુ.એલ.સી), સંબંધિત પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તલાટીશ્રી મારફતે કલેકટરશ્રી દ્વારા સમીક્ષા થાય તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવવા છ (9) શહેરી સંકુલોના કલેકટરશ્રીઓને જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment