એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા બાબત.
ઠરાવ ક્રમાંક: RD/MAA/e-file/15/2022/0001/Z(Land Ref) તા.૨૯/૧૧/૨૦૨૪
પ્રસ્તાવના :-
ખેડૂત દ્વારા પોતાની એકમાત્ર બચત રહેતી જમીન બિનખેતીમાં ફેરવવાથી ખેડૂત મટી જતા હોય તેવા કિસ્સામાં ખેડૂતનો દરજ્જો ચાલુ રહે તે બાબતે પૂર્વવત જોગવાઇ ન હોઇ, આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:-
પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે, ખેડૂત દ્વારા એક માત્ર બચત રહેતી ખેતીની જમીન બિનખેતી કરાવવાના કિસ્સામાં અરજદારશ્રીએ બિનખેતીના હુકમની તારીખથી ૧(એક) વર્ષની સમયમર્યાદામાં કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તથા અરજદારે સદર પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી લેવાની રહેશે.
આ ઠરાવની જોગવાઇ પ્રસિધ્ધ થયા તારીખથી અગાઉ એક વર્ષ જુની બિનખેતી થયેલ જમીનના હુકમને પણ લાગુ પડશે.
No comments:
Post a Comment