દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા વધુ સતર્કતાનો અમલ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, July 14, 2025

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા વધુ સતર્કતાનો અમલ

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા વધુ સતર્કતાનો અમલ

સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં સર્વર ડાઉન થવાના અને પક્ષકારોનો ધસારો નિયંત્રિત કરવા માટે કરાયેલા ઉપાયો.

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા માટે તેમજ જે તે નોંધણી પ્રક્રિયા વધુ સુચારુ બનાવવા માટે સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવ્યાં છે. તેમાં મુખ્ય બાબત દસ્તાવેજ નોંધણીની કામગીરી દરમિયાન સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં અનધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ તેમજ અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તે માટે નોંધણી સરનિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગુજરાત સરકાર, ગાંધીનગર તરફથી પરિપત્ર કરવામાં આવેલો છે. આવાં પગલાં લેવા પાછળનો એક હેતુ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં નાહકનો કાર્યબોજ વધવાને કારણે સર્વર ડાઉન થવાના સહિતના સર્જાતા પ્રશ્નો રોકવા માટેનો પણ છે. એ માટે કચેરીઓમાં પક્ષકારોનો ધસારો નિયંત્રિત કરવાનો પણ એક ઇરાદો છે.

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા વધુ સતર્કતાનો અમલ

રાજ્ય સરકારે કરેલા પરિપત્ર મુજબ તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે સંબંધિત પક્ષકારો કચેરીમાં આવે છે તેની સાથે અન-અધિકૃત વ્યક્તિઓ પણ પ્રવેશ કરી કચેરીની કામગીરીની ગુપ્તતાનો ભંગ થાય તેમજ સરકારશ્રીની ગરિમાને નુકસાન પહોંચે તેવું વર્તન કરવાના કિસ્સા અત્રે ધ્યાનમાં આવેલા છે અને સબ-રજિસ્ટ્રાર કચેરીઓને જબદનામ કરતા હોવાનું ધ્યાને આવેલું છે. દસ્તાવેજની નોંધણી સાથે સીધી રીતે સંકળાયેલા પક્ષકારો જેવા કે લખી આપનાર, લખાવી લેનાર અને ઓળખાણ આપનાર સિવાયની અન્ય કોઈપણ વ્યક્તિની કચેરીમાં બિનજરૂરી હાજરી જણાશે કે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અને-અધિકૃત વ્યક્તિને સરકારી કામ અર્થે રાખવામાં આવશે તો તે અંગે કચેરીના વડા તરીકે સબ-રજિસ્ટ્રારને જવાબદાર ગણી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી અગાઉ સૂચના આપેલી છે. કચેરીમાં ફરજ બજાવતા સેવકોએ એક દસ્તાવેજની નોંધણી અંગેનું કામ ચાલતું હોય તે પૂર્ણ થયા બાદ જ અન્ય દસ્તાવેજના પક્ષકારો સબ-રજિસ્ટ્રાર સમક્ષ હાજર થાય તે સુનિશ્ચિત થાય તેમજ જે તે સબ-રજિસ્ટ્રારના લોગીનમાં ટોકન લીધેલું હોય તે મુજબ જ દસ્તાવેજની નોંધણી થાય તેમજ વર્તમાન સમયમાં સંબંધિત સબ-રજિસ્ટ્રારશ્રીઓએ પણ ખૂબ જ સતર્ક રહીને પોતાની ફરજ બજાવાવની રહેશે. તેવી સૂચના અપાઈ જવા અંગે સ્થાનિક કક્ષાએ અધિક નોંધણી સર નિરીક્ષકશ્રીએ જોવાનું રહેશે. જેથી સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં અન-અધિકૃત વ્યક્તિના પ્રવેશ અંગે નિયંત્રણ થઈ શકે તે સારુ આથી જણાવવામાં આવે છે કે તમામ ઝોન હસ્તકની સબ-રજિસ્ટ્રાર કચેરીઓનું આકસ્મિક ચેકિંગ કરી તેની વિડિયોગ્રાફી/ફોટા અત્રે મોકલી આપવા જણાવવામાં આવે છે તેમજ અન-અધિકૃત વ્યક્તિની હાજરી જણાય તો તેની સામે તપાસ કરનાર અધિકારીએ ફોજદારી કાર્યવાહી કરી તેનો અહેવાલ અત્રે મોકલી આપવાનો રહેશે.

દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ખોટી દખલગીરી રોકવા વધુ સતર્કતાનો અમલ

તપાસ અંગેની કામગીરીનું માપદંડ નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. હોદો/અધિક નોંધણી સર નિરીક્ષકશ્રી મદદનીશ નોંધણી સર નિરીક્ષકશ્રી ઝોન/નોંધણી નિરીક્ષકશ્રી ઝોન/મુખ્ય સ્ટેમ્પ નિરીક્ષકશ્રી ઝોન/મદદનીશ નોંપણી સર નિરીક્ષકશ્રી (કોર્પોરેશન)/નોંધણી નિરીક્ષક તમામ ઉપરોક્ત કામગીરીનો રિપોર્ટ વડી કચેરી ખાતે માન. નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ સમક્ષ રજૂ કરવાનો હોઈ દરેકને સોંપાયેલ કચેરીની તપાસ કરેલ છે અને અનઅધિકૃત વ્યક્તિ અંગે તપાસ કરેલ છે તે બાબતનું પ્રમાણપત્ર સંકલિત કરી અધિક નોંધણી સર નિરીક્ષકશ્રી એ અત્રેની વહીવટી શાખામાં (aigr-adm@ gujarat.gov.in) પર મોકલી આપવાનું રહેશે. સદર કામગીરી ખૂબ જ ગંભીરતાથી કરવાની રહેશે તેમાં ચુક થયેથી સંબંધિત તપાસ કરનાર અધિકારીશ્રીની અંગત જવાબદારી રહેશે.

નોંધ:- ઉપરોક્ત સૂચનાનો અમલ પૂર્ણ રીતે કરવા-કરાવવામાં ખૂબજ મુશ્કેલી થાય તેવું બને કારણ કે કોઈપણ દસ્તાવેજ બાબતે વ્યવહારમાં સામેલ વ્યક્તિઓ, પક્ષકારો, સાક્ષીઓ, વકીલશ્રીઓ, વકીલશ્રીઓની કચેરીઓના કલાર્ક, ડેવલપર-બિલ્ડરોની ઓફિસના માણસો આમ દસ્તાવેજ કરવા માટે આવેલી વ્યક્તિઓને સરકારી કચેરીમાં આવતા-જતાં રોકી પણ શકાય નહીં તેમ છતાં પણ કેટલા એજન્ટો, સરકારી અધિકારીશ્રીની કચેરીના સ્ટાફ સાથેના મળતીયાઓની સાઠગાંઠને કારણે અને તેમના અઘટિત કૃત્યો અને અણગમતી બિનજરૂરી હાજરી તેમજ પોતાનો કોઈ અંગત સ્વાર્થ સાધવાના ઈરાદાના કારણે તેવી વ્યક્તિઓને કારણે ખરેખર જેમની હાજરી જરૂરી હોય તેવા પક્ષકારો, વ્યક્તિઓને નાહકનું હેરાન થવું પડે તેમ બને. ઓનલાઈન ટોકનના સમયની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા બાબતનો પણ પરિપત્ર કરવામાં આવેલ છે.

વર્તમાનમાં રાજ્યની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પક્ષકારને તેઓના અનુકૂળ સમય મુજબ દસ્તાવેજની નોંધણી માટે ઓનલાઈન ટોકન ફાળવવામાં આવે છે. પરંતુ અત્રેથી ધ્યાને આવેલ છે કે રાજ્યની ઘણી સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પક્ષકારો દ્વારા તેઓને ફાળવેલ ઓનલાઈન ટોકનના સમયે જે તે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી દસ્તાવેજની નોંધણી કરવામાં આવતી નથી. તથા મોટાભાગની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં બપોર બાદ જ દસ્તાવેજ નોંધવવા માટે પક્ષકારો હાજર રહે છે. જેથી સર્વર ઉપર ભાર (load) વધવાના કારણે સર્વર ડાઉન થવાના પ્રશ્નો ઉપસ્થિત થવાનું પ્રમાણ વધ્યું છે. જેથી કચેરીઓમાં બપોર બાદ પક્ષકારોનો ધસારો વધે છે. આમ, ઉક્ત વિગતોને ધ્યાને લઈ સર્વર ડાઉન થવાના પ્રશ્નો ઓછા કરી શકાય તેમજ કચેરીઓમાં વધારે પડતા પક્ષકારોના ધસારાનું પ્રમાણ સપ્રમાણ કરી શકાય તે હેતુસર રાજ્યની દરેક સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પ્રથમ શિફ્ટનું ટોકન (સમય : ૧૦-૩૦થી ૨-૦૦) બીજી શિફ્ટમાં તથા બીજી શિફ્ટનું ટોકન (સમય ૨-૩૦થી ૫-૧૦) પ્રથમશિફ્ટમાં બીજી શિફ્ટના ટોકનવાળા દસ્તાવેજોની નોંધણી કરી શકાશે નહીં. જેથી અરજદારોએ તેઓને ફાળવેલ ઓનલાઈન ટોકનનાં સમય મુજબ જ કચેરીમાં હાજર રહી દસ્તાવેજની નોંધણી કરાવવાની રહેશે.

રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવેસાંજે ૫,૨૦ કલાક સુધી જ દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવામાં આવશે.

રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના કર્મચારી મંડળ દ્વારા નોંધણી સર નિરીક્ષકની કચેરીને રજૂઆત કરી તમામ રજીસ્ટ્રાર કચેરીમાં ૫.૧૦ બાદ ગરવી એપ્લિકેશનમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા બંધ થાય તેવી વ્યવસ્થા કરવા માગણી કરાઈ હતી. તે સંદર્ભે સર નિરીક્ષકની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રારની કચેરીમાં કામગીરી સરળ થાય અને વહીવટી પ્રશ્નોનો નિકાલ કરવા પણ પૂરતો સમય મળી રહે તે માટે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારવાનો સમય ૫.૨૦ વાગ્યા સુધીનો નિર્ણય કરાયો હોવાનું કર્મચારી મંડળને જણાવાયું છે. નવા ફેરફાર અંગે અરજદારોને પણ જાણકારી આપવા સૂચના અપાઈ છે.

સાંજના ૫.૨૦ પછી સબ રજિસ્ટ્રાર તરફથી ટોકન સિવાય નો કોઈ દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે સ્વીકારવો નહીં તેવી સૂચનાઓ આપવામાં આવેલી છે.

નોંધ-(જમીન/મિલકત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો હોય તો ‘નવગુજરાત સમય" ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકનો સંપર્ક કરવો કે લેખકને ઈ-મેઈલ કરવા

No comments: