ખેડૂતની તમામ જમીન સપાદનમા જતી હોય ત્યારે તથા ગુજરાત રાજયમાં એક જગ્યાએ જમીન વેચી બીજે જમીન ખરીદવાની હોય ત્યારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવામાં સરળીકરણ કરવા બાબત.
ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/૪૩૪૩/ઝ, (પાર્ટ) તારીખ : ૩૧/૦૩/૨૦૧૧
વંચાણમાં લીધા :
(૧) મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા.૨૬/૧૨/૨૦૦૮નો ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/૪૩૪૩/ઝ.
(૨) કલેકટર, રાજકોટનો પત્ર ક્રમાંક : રેવ-ટેન-ખડપ-૧૦૩-૦૭. તા.૧૦/૮/૨૦૧૦.
પ્રસ્તાવના :-
રાજયમાં ખેડૂતની તમામ જમીન સંપાદન થતી હોય ત્યારે અન્ય જગ્યાએ જમીન ખરીદવા ખેડૂત પ્રમાણપત્ર આપવામાં સરળીકરણ કરવાની નીતિ આમુખ-(૧) પરનાં તા.૨૬/૧૨/૨૦૦૮ નાં ઠરાવથી અમલમાં મુકાયેલ છે. આ ઠરાવની જોગવાઈ મુજબ ત્રણ વર્ષમાં પ્રમાણપત્ર મેળવનાર ખેડૂતે ખેતીની જમીન ખરીદવાની હોય છે. આમુખ-(૨) પરનાં કલેકટર, રાજકોટનાં તા.૧૦/૮/૨૦૧૦ ના પત્રથી એક કેસમાં લેન્ડ લેફરન્સ અન્વયે વધારાનું વળતર ચૂકવવાની તારીખથી ત્રણ વર્ષ ગણવા બાબતે વિભાગને નીતિ વિષયક નિર્ણય લેવા દરખારત કરવામાં આવેલ છે. જે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ :-
સરકારશ્રીએ પુખ્ત વિચારણાને અંતે, જયારે સંપાદન થયેલ જમીનનાં એવોર્ડનું વળતર કોર્ટ રેફરન્સ અથવા વહીવટી કારણોસર વળતર ચૂકવવામાં વિલંબ થયેલ હોય ત્યારે વિભાગનાં તા.૨૬/૧૨/૨૦૦૮ નાં ઠરાવ મુજબ જમીન ખરીદવાનાં હેતુ માટે ત્રણ વર્ષની ગણતરી ખરેખર ચૂકવાયેલ વળતરની તારીખને ધ્યાને લેવાનું આથી, ઠરાવવામાં આવે છે.
No comments:
Post a Comment