સંપાદનનાં જાહેરનામાની તારીખે જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માત્ર જંત્રીના દરો ઉપર આધાર રાખી શકાય નહીં - title clear satlasana revenue property

Latest

​📄 ખેતર, પ્લોટ અને મકાનના દસ્તાવેજ 🌱 જમીન એન.એ. (N.A. - બિનખેતી) 👥 વારસાઈ 🤝 જમીન વહેંચણી ✍️ હક્ક દાખલ કરવા તથા હક્ક કમી કરવા ​🏛️ મહેસૂલી અને તમામ સરકારી કામકાજ ખેતર, પ્લોટ તથા મકાનના દસ્તાવેજ હવે ઓથોરાઇઝ્ડ સ્ટેમ્પ વેન્ડર લાયસન્સી દ્વારા સચોટ અને કાયદેસર કરી આપવામાં આવશે.🏡 જમીન-મકાન પ્લોટ નાં બાના ખત, ગીરો, અને વેચાણ દસ્તાવેજ જેવા સરકારી કામકાજ માટે 🏡

Saturday, June 12, 2021

સંપાદનનાં જાહેરનામાની તારીખે જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માત્ર જંત્રીના દરો ઉપર આધાર રાખી શકાય નહીં

 સંપાદનનાં જાહેરનામાની તારીખે જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માત્ર જંત્રીના દરો ઉપર આધાર રાખી શકાય નહીં જમીન સંપાદનની કાર્યવાહીમાં સંદર્ભ કેસનાં કામે નોંધવામાં આવ્યું હતું કે , પ્રશ્નવાળી જમીનની બજારકિંમત નિશ્ચિત કરવા માટે દાવેદારો ‘ જંત્રી'ના દરો સિવાય અન્ય કોઈ સામગી રેકર્ડ ઉપર લાવ્યા નથી . સામાન્ય રીતે જમીનનું સ્થાન , તેનો ધંધાકીય ઉપયોગ તેમજ તે વિસ્તારની આસપાસના વિકાસ અંગે જણાવવા સિવાય બીજી કોઈ વિશેષ વિગતો આપવામાં આવી નથી . ચોક્કસપણે ન તો કોઈ તાજેતરના ભૂતપૂર્વ વેચાણનાં ઉદાહરણો , કે ન તો કોઈ ઍવૉડ , કે ન તો તે જ સરખા સમયગાળા દરમિયાન આવી જ સરખી જમીનોનાં સંપાદનને સંબંધિત કોઈ ચુકાદાઓ રેકર્ડ ઉપર લાવવામાં આવ્યા છે . તેથી કલમ ૪ ( ૧ ) નાં જાહેરનામાની તારીખે જમીનની સાચી બજારકિંમત નિશ્ચિત કરવા માટે એકમાત્ર ‘ જંત્રી’ના દરો ઉપર આધાર રાખવાનું સુરક્ષિત નહોતું . બંને પક્ષોને પુરાવા રજૂ કરવાની તક આપ્યા બાદ નવેસરથી ઍવૉર્ડ કરવા માટે સંદર્ભ કોર્ટને કાર્યવાહી પરત મોકલવામાં આવી . ( Ref .: જયંતીલાલ ચંદુલાલ લાકડાવાલા વિ . સ્પેશિયલ લેન્ડ એકિવઝિશન ઓફિસર - ગુજરાત હાઇકોર્ટ -૨૦૧૮ ) Citation : ૨૦૧૮ ( ૨ ) LL ૬૮૭ .


નોંધ - નવા સુધારા માન્ય રહેશે


No comments: