જમીનોની બિનખેતી પરવાનગી લેઆઉટ પ્લાન મંજુર કરવામાં સાર્વજનિક પ્લોટ અને રસ્તાની જોગવાઈ .
ગુજરાત સરકાર , મહેસૂલ વિભાગ , ઠરાવ ક્રમાંક : બખપ - ૧૦૯૩-૧૦૫૨ક સચિવાલય , ગાંધીનગર , તારીખ : ૧૩-૮-૧૯૯૩
વંચાણે લીધાઃ
૧. તા .૧.૯.૬૫ મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક બીડીઆર / ૧૦૬૫-૫૪૯૪૩ /અ
૨. તા .૧૭.૨.૮૬ નો પત્ર ક્ર : બખપ - ૧૨૮૨-૪૧૮૫ક .
ઠરાવ
ઉપર જણાવેલ તા .૧.૯.૬૫ ના ઠરાવથી વસાહત પ્રકારના ધોરણે કીલોની ટાઈપ નિવાસો બાંધવા અંગે નીયમો અંગે જોગવાઈ કરેલ છે તેનો ફકરો : ૬ : માં સહીયારો પ્લોટ અનામત રાખવાની જોગવાઈ છે જે મનોરંજનના હેતુ માટે રાખવાનો છે . કોમન પ્લોટના ૧/૬ ભાગના ક્ષેત્રફળ જેટલા વિસ્તારમાં સોસાયટીના સહીયારા ઉપયોગ માટે ક્લબ , ઓફીસનું મકાન , સરકારી ભંડાર બાંધવાની રજા આપી શકાશે . તેવી પણ જોગવાઈ છે . આ અંગે જીલ્લા વિકાસ અધિકારી , અમરેલીએ ઉપસ્થિત કરેલ મુદ્દાની સ્પષ્ટતા તા .૧૭.૨.૮૬ ના ઉપર ( ર ) માં જણાવેલ પત્રથી કરી છે , તે મુજબ વસાહતના રહીસોની સહીયારી માલીકીનો કોમન પ્લોટ ગણાય છે અને આવી જમીનનું ખાતેદાર રાજીનામું આપે ત્યારે સ્થાનિક સંસ્થાએ બાંધકામ કે દબાણ ન થાય તે જોવાનું રહે છે . વધુમાં તેનું વેચાણ , હરરાજીથી તબદીલી થઈ શકે નહી તેવી સ્પષ્ટતા છે .
સૌરાષ્ટ્ર , વિસ્તારમાં કેટલાક કેસોમાં આવા કોમન પ્લોટ બીન ખેતી પરવાનગી મેળવનાર મૂળખાતેદારે રાખ્યા હોવાની તેમજ ભવિષ્યમાં તેનું સંપાદન થતાં અનઅધિકૃત વળતર મેળવ્યાની બાબત ગુજરાત તકેદારી આયોગના ધ્યાને આવી હોવાથી આયોગે સરકારને સ્પષ્ટ સૂચનાઓ આપવા ભલામણ કરી છે . જે ભલામણ અન્વયે વિચારણા કરીને આથી નીચે પ્રમાણેની શરતો જમીનના લે આઉટ પ્લાન મંજુર કરતી વખતે બીન ખેતી પરવાનગી હુકમમાં સામેલ કરવી તેમ આથી સરકાર ઠરાવે છે .
સહીયારા | કોમન પ્લોટ અને રસ્તાની જમીન સોસાયટીની સહીયારી માલિકીની અથવા સર્વ પ્લોટ હોલ્ડરની સહીયારી માલીકીની ગણાશે તે ઉપર મૂળ માલિકનો કોઈ હક્ક રહેશે નહીં .
બાંધકામના નિયમોની જોગવાઈ પ્રમાણે સોસાયટીના સહીયારી ઉપયોગ માટે ક્લબ , ઓફીસરનું મકાન , સહકારી ભંડાર બાંધળા કોમન પ્લોટના ૧/૬ જેટલા ભાગના ક્ષેત્રફળમાં બાંધકામ કરવા પ્લોટ હોલ્ડર ઈચ્છે તો મંજુરી મેળવી તેમ કરી શકશે .
ઉપર ( ૨ ) માં જણાવ્યા સિવાયના કોઈપણ હેતુ માટે તે સાર્વજનિક ઉપયોગ હોય તો પણ કોમન પ્લોટમાં બાંધકામ કરી શકાશે નહીં .
રસ્તા અને કોમન પ્લોટની જમીનનું હરરાજી , બક્ષીસથી કે અન્ય કોઈ રીતે વેચાણ કે તબદીલી થઈ શકશે નહીં .
સાર્વજનિક પ્લોટ / રસ્તા સહિતની સમગ્ર જમીનની બીનખેતી આકાર , પ્લોટો વેચાણ કરવામાં આવે જ્યાં સુધી મુળ ખાતેદારે અને પ્લોટો વેચાણ કર્યાથી તમામ પ્લોટ હોલરે પ્રમાણસર ભરવાનો રહેશે .
કોમન પ્લોટ / રસ્તાની જમીનનું રાજીનામું આપે ત્યારે બીનખેતી આકાર કમી કરવાનો થાય છે . તેમ છતાં રસ્તા અને કોમન પ્લોટનો ઉપયોગ તો સોસાયટીના રહીસો એજ સહીયારો કરવાનો રહે છે .
૨. જે વિસ્તારો માટે ગુજરાત નગર રચના અને શ.વિ.અધિનિયમ , ૧૯૭૬ ની જોગવાઈઓ પ્રમાણે વિકાસ યોજનાઓ કે નગર રચના યોજના તૈયાર / પ્રસિધ્ધ કે સરકારશ્રી દ્વારા મંજુર થયેલ હોય ત્યાં જે તે વિકાસ યોજના કે નગર રચના યોજનાના વિનિયમો પ્રમાણે લેઆઉટ પ્લાનની પરવાનગી આપવાની રહેશે . તેવા કેસમાં સરકારના ઠરાવોની સુચનાઓ ધ્યાનમાં લેવાની થતી નથી .
૩. કોમન પ્લોટ / રસ્તાનું આયોજન હોય તેવા લે આઉટ પ્લાનવાળી જમીનોની બીનખેતી પરવાનગીના હુકમો કરતી વખતે જમીનના લે આઉટ પ્લાન મંજુર કરવાના હુકમમાં ઉપર્યુક્ત શરતો અવશ્ય રાખવામાં આવે અને તાબાના અધિકારીના ધ્યાને લાવવામાં આવે તે માટે તમામ સક્ષમ અધિકારીઓને આથી વિનંતી કરવામાં આવે છે . આ ઠરાવ શ.વિ.વિ.ની અનુમતીથી રવાના કરવામાં આવે છે . ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
આઈ.એલ.કુરેશી ,
ઉપસચિવ ,
મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment