ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત ,
ગુજરાત સરકાર , મહેસૂલ વિભાગ , ઠરાવ ક્રમાંક : ગણત - ૨૬૯૯-૪૩૪૩ - ઝ સરદાર ભવન , બ્લોક નં .૧૧ , ૪ થો માળ , સચિવાલય , ગાંધીનગર , તા .૨૨.૧.૨૦૦૨
વંચાણમાં લીધો :
મહેસુલ વિભાગનો તા .૧.૬.૨000 નાં ઠરાવ ક્રમાંક : ગણત / ર ૬૯૯૪૩૪૩ / ઝ .
ઠરાવ
મહેસુલ વિભાગના વંચાણે લીધેલા તા .૧.૬.૨૦૦૦ ના સરખા ક્રમાંકના ઠરાવ અન્વયે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ -૧૯૪૮ અન્વયે ગુજરાત રાજયમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવાની પરવાનગી સદરહું ઠરાવમાં જણાવેલ નીચેની વિગત આપવાનું નક્કી કરવામાં આવેલ હતું .
( ૧ ) ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ૩ દિવસમાં જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને જાણ / અરજી કરવાની રહેશે .
( ૨ ) કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ( ખેડૂતે ) ૯૦ દિવસમાં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . ઉપરોક્ત જોગવાઈઓના સંદર્ભમાં રાજયના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ . તેમની રજૂઆત અંગે સમગ્ર પણે વિચારણામાં લેતાં સરકારશ્રીએ તા .૧.૬.૨૦૦૦ ના સરખા ક્રમાંકના ઠરાવના ક્રમ -૨ માં જે જોગવાઈ કરેલ છે તેમાં ફેરફાર કરવાનું નક્કી કરેલ છે અને અગાઉના ક્રમાંક -૨ ની જગ્યાએ નીચે મુજબનો સુધારો અમલમાં મુકવાનો અને તે મુજબ કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે . ક્રમ -૨ : કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં “ ખેડૂત ” તરીકેનું પ્રમાણપત્ર આપણનિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ખેડૂતો દિવસ -૧૮૦ ( છ માસ ) માં રાજયમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
( ર.ગો.પ્રજાપતિ ) ઉપસચિવ , મહેસૂલ વિભાગ , ગુજરાત સરકાર
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment