કુલમુખત્યાર પોતાને કે મળતિયાના નામે વેચાણ દસ્તાવેજ કરે તો કુલમુખત્યારનામાનો દુરુપયોગ ગણાય અને તેવો વ્યવહાર રદ થઈ શકે કંઈ જ મીન મિલકતના મૂળ માલિકની અગાઉથી સંમતિ મેળવ્યા વિના તેના કુલમુખત્યાર દ્વારા જે મુદાની બાબતો તેના જાણવામાં આવી હોય તે તેનાથી કુલમુખત્યાર તેના માલિકને વાકેફ કર્યા વિના , કુલમુખત્યાર દ્વારા તેવી જમીન મિલકતના વ્યવહારમાં પોતાના હિસાબે વ્યવહાર કરે ત્યારે મિલકતના માલિકને કેસના સંજોગો ઉપરથી એમ જણાય કે તેના કુલમુખત્યારે કોઈ મુદાની હકીકત પોતાનાથી અપામાણિકપન્ન છુપાવી છે અથવા કુલમુખત્યારના વ્યવહારથી તેને યાને માલિકને ગેરબ્રયદો થયો છે . ઉપરાંત કુલમુખત્યારનામું ધારણ કરનાર કુલમુખત્યારનામાનો બદઇરાદાપૂર્વક દુરુપયોગ કરી વહીવટ માટે સુપરત કરેલ મિલકત પોતાના નામે અથવા પોતાના અંગત અથવા tom મળતિયાના નામે તબદીલ કરે અથવા હક હિત ઊભા કરે તો માલિક દ્વારા તે વ્યવહારને ના - કબૂલ કરી શકશે અને તેઓ કુલમુખત્યારનામાનો દઇરાદાપૂર્વક દુરુપયોગ કરનાર સામે ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી થઈ શકે છે .
ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર રાજસ્થાન હાઈકોર્ટ ( જયપુર બેચ ) દ્વારા નાબીખાન વિરુદ્ધ ગુજદાર અને બીજાના કામે તા.૧૮-૨-૨૦૧૦ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . આ કામનાવાદી - એપેલન્ટ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટ સમક્ષ પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ કે , જેઓએ તા ૧૭-૨-૧૯૮૨ના કરારના વિશેષ અમલનો દાવો દાખલ કરેલ કે જેને નામદાર સિવિલ કોર્ટ દ્વારા દાવાને ડિસમિસ કરવામાં આવેલ , પરંતુ દાવાને ડિસમિસ કરવાના હુકમ સાથે ટ્રાયલ કોર્ટે હુકમ કરી વાદી - એપેલેન્ટને વિવાદી જમીનનો કબજો 1 મહિનાની મુદતમાં મરનાર સામાવાળા ચાંદમલના કાયદેસરના વારસદારોને સુપરત કરવાનો આદેશ આપેવ અને વિવાદિત જમીનમાં કબજા પ્રવેશ અને ખેતી કામ માટે સામાવાળા - પ્રતિવાદીને અવરોધ અટકાયત નહીં કરવા પણ આદેશ આપેલ . જે હુકમ વિરુદ્ધ હાલની આ પ્રથમ અપીલ નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ થયેલ છે . આ કેસમાં નામદાર હાઈ કોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , આ કેસમાં એ બાબતે કોઈ વિવાદ નથી કે વાદી નબી ખાનની રજૂઆત મુજબ ખુરશીદ દ્વારા વેચાણ કરાર થયેલાં તેમજ વિવાદિત જમીનના વેચાણ માટેના પ્રતિવાદી ચાંદમલના કુલમુખત્યાર અંગે વિવાદ છે . ખુરશીદ એ | વાદીનો પુત્ર છે અને ખુરશીદની તરફેક્ટ્રમાં પ્રતિવાદી ચાંદમલ દ્વારા કરવામાં આવેલ પાવર ઓફ એટર્નીના આધારે પ્રતિવાદી ચાંદ મલ વતી ખુરશીદ દ્વારા વિવાદી જમીનનો વેચાણ કરાર કરવામાં આવેલો . હાલના કેસમાં ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એકટની કલમ -૨૧૫ સીધી રીતે લાગુ પડે છે . ભારતીય કાર અધિનિયમની કલમ -૨૧૫ મુજબ પોતાના મૂળ અણીની અગાઉથી સંમતિ મેળવ્યા વિના અને એજન્સીના વિષય અંગેજે મુદ્યની બાબતો તેના જાણવામાં આવી હોય તેથી તેને વાકેફ કર્યા વિના , એજન્સીના ધંધામાં કોઈ એજન્ટ પોતાને હિસાબે વ્યવહાર કરે ત્યારે , મૂળ ધણીને કેસના સંજોગો ઉપરથી એમ જણાય કે એજન્ટે કોઈ મુદ્દાની હકીકત પોતાથી અપ્રામાણિકપણે છુપાવી છે અથવા એજન્ટના વ્યવહારથી તેને ગેરફાયદો થયો છે , તો મૂળ ધણી તે વ્યવહારને નાકબૂલ કરી શકાશે . નીચે મુજબનું ઉદાહરણ પરથી વધુ સ્પષ્ટતા થઈ શકશે . ઉદાહરણ તરીકે ' ક ' પોતાની એસ્ટેટ વેચવાનો ' બ' ને આદેશ કરે છે , ' બ ' તે એસ્ટેટ'ના નામે પોતાને માટે ખરીદે છે , ' બ “ ને એ તે એસ્ટેટ પોતાના માટે ખરીદી લે એવી પોતાને જાણ થતાં જો ' ક ' બતાવી શકે કે ' ખ'એ કોઈ મહત્ત્વની હકીકત અપ્રામાણિકપણે છુપાવી છે અથવા તે વેચાણથી તેને ગેરફાયદો થયો છે તો પોતે વેચાણ ના કબૂલ રાખી શકે છે . વધુમાં નામદાર હાઈકોર્ટે જણાવેલ કે , આ કેસમાં વાદીના પુરાવા ઉપરથી સ્પષ્ટ થાય છે કે , તા . ૧૩-૨-૧૯૮ ના રોજ વેચાણ કરારના સમયે જમીનની કિંમત વિધાના રૂ . ૬૦૦૦ વા હતી કે જેને કુલમુખત્યાર ખુરશીદ દ્વારા પણ માન્ય રાખવામાં આવેલ છે . ખુરશીદ કે જે વાદીના પુત્ર છે કે જેઓએ વાદી સાથે વેચાણનો કરાર કરેલ છે . આથી જે તે સમયે જમીનની જે કિંમત હતી તેના કરતાં ઘણી ઓછી કિંમતે વેચાણનો કરાર થયેલ છે . આથી મરનાર ચાંદમલ દ્વારા મહત્ત્વની હકીકત અપ્રામાણિકપણે છુપાવવામાં આવી છે અથવા તે વેચાણથી તેને ગેરલાયદો થયો છે . વધુમાં પુત્ર ખુરશીદ યાને કુલમુખત્યાર દ્વારા વાદી નબી ખાનની તરફેક્સમાં કરાર કરવામાં આવેલ તે નબી ખાન પાવર ઓફ એટર્ની હોલ્ડરના પિતા છે જેથી અનુમાન કરી શકાય છે કે , એજન્ટ દ્વારા જે કરાર કરવામાં આવેલ છે તેનાથી એજન્ટના પોતાનીજ તરફેણમાં હિત ઊભું કરવામાં આવેલ છે . સ્થલમાં કેસની હકીકતો અને સંજોગો ભારતીય કરાર અધિનિયમ કલમ -૨૧૫ સાથે બંધ બેસે છે . આ મુદ્ય ઉપર વાદી કરારના વિશેષ અમલની દાદ મેળવવા હકદાર નથી . ટ્રાયલ કોર્ટ દ્વારા મુદ્દા નં . ૧ અને ૨ બાબતે નિર્ણય લેવામાં કોઈ ભૂલ કરેલ નથી . વધુમાં નામદાર હાઈ કોર્ટે ઠરાવેલ કે , એપેલેન્ટ તરફે દલીલ કરવામાં આવેલ કે , હાલના કિસ્સામાં પ્રતિવાદીના કબજામાં હરકત અટકાયત નહીં કરવા બાબતની કાયમી મનાઈ હુકમ અંગેની દાદ અથવા કબજો પ્રતિવાદીને પરત કરવા અંગેની પ્રતિવાદીની કોઈ દાદ અથવા તે અંગેનો કોઈ વળતો દાવો ન હોવાથી ટ્રાયલ કોર્ટ પ્રતિવાદીની તરફેણમાં આ પ્રકારે હુકમ કરી શકે નહીં . આથી હાલના કેસમાં પ્રતિવાદીના લેખિત જવાબમાં ઉપર જણાવ્યા મુજબની આવી કોઈ માગણી અને આવી કોઈ દાદ માગવામાં આવેલ નથી કે તે અંગેની કોઈ કોર્ટ ફી ચૂકવવામાં આવેલ ન હોવાથી ટ્રાયલ કોર્ટ પ્રતિવાદીની તરફેવમાં વાદી - એપેલન્ટને વિવાદી જમીનનો કબજો એક મહિનાની મુદતમાં મરનાર સામાવાળા ચાંદમલના કાયદેસરના વારસદારોને સુપરત કસ્તાનો આપવા આદેશ અને વિવાદિત જમીનમાં કબજા પ્રવેશ અને ખેતી કામ માટે સામાવાળા - પ્રતિવાદીને અવરોધ અટકાયત નહીં કરવા વાદી વિરુદ્ધ ટ્રાયલ કોર્ટે આપેલ મનાઈ હુકમ યોગ્ય નથી . આથી નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , ટ્રાયલ કોર્ટ મુદ્ર નં . ૧ અને ૨ અંગે આપેલા તારણોને કાયમ રાખી તેમજ વાદીનો દાવો ડિસમિસ કરવા અંગેનો હુકમ કાયમ રાખી ટ્રાયલ કોર્ટના હુકમમાં પ્રતિવાદીની તરફેણમાં વાદીને આપેલ આદેશાત્મક હુકમનો ભાગ જેમ કે વાદી - એપેલન્ટને વિવાદીજમીનનો કબજો ૧ મહિનાની મુદતમાં મરનાર સામાવાળા ચાંદમલના કાયદેસરના વારસદારોને સુપરત કરવાનો આપેલ આદેશ અને વિવાદિત જમીનમાં કબજા પ્રવેશ અને ખેતી કામ માટે સામાવાળા - પ્રતિવાદીને અવરોધ અટકાયત નહીં કરવા ટ્રાયલ કોર્ટે આપેલ આદેશને તથા તે અંગેની જરૂરી ફેરફાર નોંધોને રદ જાહેર કરેલ અને તે મુજબ હાલની અપીલ અંશતઃ મંજૂર કરવામાં આવેલ . આમ ઉપરોક્ત કેસમાં વ્યક્તિએ મિલકત વેચવા માટે કુલમુખત્યારનામું આપેલ અને કુલમુખત્યારે પોતાના પિતાને મિલકત વેચવા કરાર કર્યો , જે સોદો મૂળ વ્યક્તિએ વાંધો લોઈ સોદો રદ કરવા કાનૂની કાર્યવાહી કરી જેમાં કુલમુખત્યાર અને પિતાનું Collusion સાબિત થતાં કુલમુખત્યારનામાનો દુરુપયોગ થયેલ હોઈ સોદો રદ કર્યો અને કુલમુખત્યારનામું ૨ દ કરી વિશ્વાસઘાત થયેલ હોવાનું ઠરાવ્યું મિલકત ખરીદ કરવી એ ખૂબ જ કાળજી અને ચોક્સાઈ માગે છે . આ અગત્યનો નિર્ણય લેતી સમયે થોઢ ગજ્જત કે ભૂલ ખૂબ જ મોટી મુશ્કેલી સર્જે છે . વ્યક્તિની ઘણી મોટી રકમ ખોટી રીતે ફસાઈ જાય છે અને જીવનનો કીમતી સમય વેડફ્રાઈ જાય છે . વ્યક્તિ કોર્ટ તથા કાનૂની કાર્યવાહીના બિનજરૂરી ચક્કરમાં પત્ર જાય છે . જયારે પણ મિલકતના ખરીદ - વેચાણ કે અન્ય પ્રકારે વહેવાર કરવામાં આવે ત્યારે તેના માલિકી હક તથા અન્ય કાયદાકીય પ્રતિબંધતા કે રુકાવટને ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે . જો મિલકત ખરીદ - વેચાણ સમયે ટેનિક્લ કારણોસર મુશ્કેલી ઊભી થાય ત્યારે પક્ષકારોની ઘણી મોટી મૂડી જોખમમાં મુકાઈ જાય છે . આવી મિલકતનાં વેચાણ વ્યવહાર બાબત ખરીદનાર અને વેચનારને વેચાણ દસ્તાવેજ અંગેની કાયદાકીય જોગવાઈઓ પરત્વે જાણકારી , માહિતી હોવી આજના સમયમાં ખૂબ જ જરૂરી થઈ પડેલ છે . મિલકતની તબદીલી વખતે તેમજ મિલકતના વેચાણ દસ્તાવેજ કરતા પહેલાં પણ કરોએ તે વિશેના કાયદાઓ વિશે પણ જાણકારી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે . ઘણાં કિસ્સાઓમાં પલકારી પોતાની માલિકીની જમીન મિલક્તો વેચાણ , તબદીલ કરવા સબ - રજિસ્ટ્રાર કચેરી સમય જાતે પોતે હાજર રહી શકે તેમ ન હોય ત્યારે તેવા સંજોગોમાં મિલકતના માલિક દ્વારા પોતાના વતી તેવી મિલકત તબદીલ કરવા અંગેની કાર્યવાહી | માટે પોતાના કુલમુખત્યારની નિમણૂક કરી તેવી કાર્યવાહી પૂર્ણ કરવા માટે કુલમુખત્યારનામાના લેખ યાને પાવર ઓફ એટર્નીનો લેખ બનાવતા હોય છે અને પાવર ઓફ એટર્ની આધારે મિલક્તોના રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોંધણીની કાર્યવાહી પાવર ઓફ એટન હોલ્ડર દ્વારા પૂર્ણ થતી હોય છે , પરંતુ આજના સમયમાં આ રીતે પાવર ઓફ એટર્ની આધારે સબ - રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ દસ્તાવેજોની નોધણીના કિસ્સાઓમાં તકરારો ઉપસ્થિત થવાના કિસ્સાઓ વધવા માંડ્યા છે . કોઈ જમીન મિલકતના મૂળ માલિકની અગાઉથી સંમતિ મેળવ્યા વિના તેના કુલમુખત્યાર દ્વારા જે મુદ્દાની બાબતો તેના જાણવામાં આવી હોય તે તેનાથી કુલમુખત્યાર તેના માલિકને વાકેફ કર્યા વિના , કુલમુખત્યાર દ્વારા તેવી જમીન મિલકતના વ્યવહાર માં પોતાના હિસાબે વ્યવહાર કરે ત્યારે મિલકતના માલિકને કેસના સંજોગો ઉપરથી એમ જણાય કે તેના કુલમુખત્યારે બૈઈ મુદ્દાની હકીકત પોતાનાથી અપ્રામાણિકપણે છુપાવી છે અથવા કુલમુખત્યારના વ્યવહારથી તેને ચાને માલિકની ગેરક્ષયદો થયો છે . ઉપરાંત કુલમુખત્યારનામું ધારણ કરનાર કુલમુખત્યારનામાનો બદઇરાદાપૂર્વક દુરુપયોગ કરી વહીવટ માટે સુપરત કરેલ મિલકત પોતાના નામે અથવા પોતાના અંગત અથવા મળતિયાના નામે તબદીલ કરે અથવા હક , હિત ઊભા કરે તો માલિક દ્વારા તે વ્યવહારને ના - કબૂલ કરી શકશે અને તેઓ કુલમુખત્યારનામાનો બદઇરાદાપૂર્વક દુરુપયોગ કરનાર સામે ફ્રજદારી રાહે કાનૂની કાર્યવાહી થઈ શકે છે .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment