કૌટુંબિક વહેંચણી અંગેની જોગવાઈઓ
1. કૌટુંબિક વહેંચણી એટલે કે પિતા પોતાની હયાતીમાં વારસાગત ખેતીની જમીનની વહેંચણી કરી આપે , પિતાનાં મૃત્યુ બાદ પુત્ર - પુત્રીઓની વારસાઈ થયે પુત્રીઓ પોતાનો હક્ક જતો કરે વગેરે પ્રકારની તબદીલી કે જયાં પૈસાની લેવડ - દેવડ થયેલી ના હોય તેવી કૌટુંબિક વહેંચણી માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ કરવો જરૂરી ગણેલ નથી .
2. મોઢાના કરારથી થયેલ કૌટુંબિક વહેંચણી અંગેના વ્યવહારો તથા મોહમેડન લો હેઠળ કરેલ મૌખિક બાિસ અંગેની મિલકત કે જેનો કબજે ખરેખર અને પ્રત્યક્ષ સોંપવામાં આવ્યો હોય તો તેવા વ્યવહારની નોંધ પ્રમાણિત કરવા રજિસ્ટર્ડ દસ્તાવેજની જરૂર ગણેલ નથી . આ સિવાયના બીજા તમામ જમીન સંબંધીના વ્યવહારો સામા અને સ્પષ્ટ થાય તે માટે રજિસ્ટર્ડ દસ્તાવેજથી થયેલ હોવા જરૂરી છે .
3. જયાં પરંપરાગત રૂઢિથી , પિતાનું મૃત્યુ થતાં , જમીનો વડીલ પુત્રના નામે પ્રથમ ચડાવવાનો રિવાજ હોય ત્યાં પણ , કૌટુંબિક વહેંચઠ્ઠીનો પ્રશ્ન ઉભો થાય છે . આવી જમીનો ખરેખર વારસાઈથી પ્રાપ્ત કરવા પાત્ર જમીનો છે કે કેમ તેની પાકી ખાત્રી કરવી જરૂરી છે , આ બાબતે સરકારના તા . ૫.૪.૮૩ ના પરિપત્રથી થયેલી સ્પષ્ટતાઓ ધ્યાને રાખવાની થાય છે .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment