એક્જિક્યુટીવ મેજીસ્ટ્રેટ ની કાર્યો અને ફરજો વિશે વિગતવાર જાણો.
આપણામાંથી લગભગ કોઈ એવુ નહી હોય જેણે મામલતદારનુ નામ ન સાંભળ્યુ હોય પરંતુ આપણામાંથી હજારો લોકો એવા હશે જેને મામલતદારના કાયદેસરના કાર્યો વિશે કે તેની સત્તા વિશે કોઈ જ જાણકારી નહી હોય. મામલતદાર કચેરીએ તાલુકાની સૌથી અગત્યની અને જરૂરી કચેરી હોવાના કારણે આપણે અનેક વખત નાના મોટા કામથી મામલતદાર ઓફિસ ધક્કા ખાધા હશે પણ છતાંય મામલતદાર વિશે આપણી પાસે માહિતી નહી હોય. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય મામલતદાર દરેક જગ્યાએ હોય જ છે.
● મામલતદાર એટલે શું અને તેનો ઉદભવ કેમ થયો?
મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુંચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. ભારતમાં બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયમાં તહેસિલદારોનુ કામ સરકાર વતી મહેસૂલી કર ઉઘરાવવાનુ હતું. તહેસીલદારને સમય જતા તાલુકદાર અને ત્યારબાદ મામલતદાર તરીકે ઓળખવામાં આવે છે. ધ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ- ૧૮૭૯ ની કલમ -૧૨ મુજબ તાલુકા કક્ષાએ મામલતદારની નિમણુક આપવામાં આવે છે.
● મામલતદારની ફરજો શુ હોય છે?
તાલુકાના મુખ્ય મહેસુલી અને વહીવટી અધિકારી તરીકે મામલતદારને અનેક પ્રકારની ફરજો અને સત્તાઓ સોંપવામાં આવેલ છે. વિવિધ પ્રકારની બાબતો માટે માલતદારની વિવિધ સત્તાઓ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેમાં,
● મામલતદાર તરીકેની ફરજો:
- તાલુકાનો તમામ મહેસુલી વહીવટ સંભાળવો તેમજ તાલુકાના મુખ્ય સંકલનકર્તા તરીકે જવાબદારી નિભાવવી.
- જમીનને લગતા કોઇપણ મહેસુલી પ્રશ્નોનું ઉદભવસ્થાન મામલતદાર કચેરી છે એટલે મહેસુલી પ્રકરણોનો વિગતવાર અહેવાલ અને દરખાસ્તો ઉપલી કચેરીને એવી રીતે તૈયાર કરીને મોકલવી કે જેથી કોઇપણ જાતની વળતી પ્રશ્નોત્તરી સિવાય પ્રકરણનો નિકાલ આવે અથવા નિર્ણય થાય.
- તાલુકાના મહેસુલી કર્મચારીઓ જેવા કે તલાટી, ક્લાર્ક, નાયબ મામલતદાર, મહાલવાર વગેરેની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તપાસ કરવી.
- મામલતદાર તાલુકાની તમામ જમીન રેકોર્ડ હોય છે તેથી જમીનના રેકર્ડની વ્યવસ્થિત જાળવણી અને સમયાંતરે તેને અધતન કરવાની મુળભુત જવાબદારી છે.
મિલકતોની જાળવણી કરવાની તેની પ્રાથમિક અને મુળભુત જવાબદારી છે તથા જાહેર મુલકતો અંગેના હક્કોનું અને તેને આધારે ઉભા થતા મહેસલી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મામલતદારની મહત્વની ભુમિકા છે.
- મામલતદાર કચેરીનો વહીવટ હંમેશા કાયદાની જોગવાઇ તથા તે હેઠળના નિયમો તેમજ સરકારશ્રીની વખતો-વખતની સ્થાયી સુચનાઓ મુજબ થાય તે જોવાની મામલતદારની પ્રાથમિક ફરજ છે.
- તાલુકાની સરકારી જમીનનોની જાળવણી કરવી અને આવી જમીનો ઉપર દબાણ ન થાય તેની સતત કાળજી લેવી.
- સરકારી મહેસુલી લેણાંની વસુલાત કરવી તેમજ સરકારી આવકની ચોરી થતી અટકાવવી અને ચોરી કરનાર વિરુદ્ધ પગલા લેવા.
આ સિવાય મામલતદારે મદદનીશ ચુંટણી વ્યવસ્થાની જાળવણી સહિત અને ચુંટણી દરમ્યાન આચારસંહિતાની અમલવારી કરાવવી.
મામલતદારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી જેવી કે ધી કો-ઓપરેટીવ એકટ હેઠળ સહકારી બેંક, તાલુકા સંઘ, માર્કેટ યાર્ડ, કોટન જીન વિગેરે સહકારી સંસ્થાની ચુંટણી દરમ્યાન તેમજ ગામ / તાલુકા / જિલ્લા પંચાયતની મતદાર યાદી અને ચુંટણી પ્રક્રિયા હાથ ધરવી.
ઉપરાંત મામલતદારે વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો જેવા કે અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, ક્રિમીલેયર, આર્થિક પછાત વગેરે પ્રમાણપત્રો. ડોમિસાઈલ પ્રમાણપત્ર, આવકના દાખલા, ખેડુત ખાતેદાર, નાના-સીંમાત ખેડૂત, વારસાઇ, સ્થાવર મિલ્કત, ચારિત્ર્યના દાખલા, વિધવા/આશ્રીત,ધાર્મિક અને ભાષાકીય લઘુમતિના દાખલા વગેરે કામગીરી કરવાની હોય છે. આ સિવાય મામલતદારે સમાજ કલ્યાણ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ / અપંગ સહાય યોજના, વિધવા સહાય યોજના, અંત્યોદય યોજના તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કુંટુબ કલ્યાણની કામગીરી, પોલીયો નાબૂદી તેમજ રસીકરણ તેમજ ગૃહ વિભાગ અંતર્ગત તાલુકા કક્ષાએ સબ જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે કામગીરી કરવાની હોય છે. અને દર વખતે સરકાર દ્વારા મામલદારને જે કામગીરી સોંપવામાં આવે તે સમગ્ર કામગીરી કરવાની હોય છે.
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment