ગેરકાયદેસર કબજાની નોંધ કઈ રીતે કરાય .
( ૧ ) હક્કપત્રકમાં ખરેખર કબજો ધરાવતા હોય તે ઇસમના નામની નોંધ કરવાની હોય છે , કબજો પરાવનાર ઈસમે ગેરકાયદેસર કબજો કરી લીધો હોય તો હક્કપત્રકમાં ગેરકાયદેસર કબજો ધરાવનારનું નામ દાખલ થાય કેમકે જમીનનો કબજો તેનો છે . આવા કિસ્સામાં જો ગેરકાયદે કબજાની હકિકત સાચી હોય તો નોંધ થઈ શકે કે કબજો ગેરકાયદે છે પરંતુ નોંધ તો નીચેના ફ કરા ( ૨ ) ને આધીન તેના નામેજ કરવી પડે . સાચા કબજેદારે પોતાના મક્ક દીવાની કોર્ટથી સાબિત કરી કબજો મેળવી લેવો જોઈએ . કાયદા વિરુધ્ધના વ્યવહારોની નોંધ કરી તે પ્રમાણિત થતાં પહેલાં તકરાર ઉઠાવી તેને પ્રમાણિત થતી રોકી શકાય છે ,
( ૨ ) પહાણીપત્રકે કરતી વખતે નોંધાયેલા હકદાર સિવાયના કોઈ ઇસમનો કબજો હોય તો તે બાબતની ઉપલબ્ધ વિગતો સાથેની જાણ તલાટીએ મામલતદારને કરવાનું ધોરણ હવે કરેલ છે . આવા ક.દલાયેલા કબ જાની નોંધ તલાટીએ તાલુકેથી હુકમ મેળવ્યા પછી જ તેવા હુકમ મુજબ કરવાની . થાય છે .
( ૩ ) ઉપર મુજબનો કબજો ફેરફાર બાબતનો તલાટીનો અહેવાલ મળ્યું હક્કપત્રકની તકરાર તરીકેનો કેસ ગણી પૂરતી ચકાસઙ્ગી કરીને મામલતદાર જરૂરી કુકમ કરી શકશે અને તેવા હુકમ મુજબ તલાટીએ આગળ કાર્યવાહી કરવાની રહેશે અને આવા હુકમથી નારાજ વ્યક્તિ નિયમ ૧૦૮ હેઠળ અપીલ / રિવિઝન રાહે દાદ પણ મેળવી શકે છે .
( ૪ ) જમીનને લગતી તકરાર તે દીવાની પ્રકારની હોઈ , રેવન્યુ જપુરિસડિક્શન એક્ટની જોગવાઈઓને આધિન દીવાની કોર્ટમાં પણ દાવો કરી શકાય અને દીવાની કોર્ટનો જે હુકમ થાય તે મુજબ હકકપત્રકે ફેરફાર કરી લેવાનો થાય છે . આવા દીવાની કોર્ટના હુકમથી જેને અસંતોષ હોય તેને ફેરફાર સામે વાંધો નહીં લેતા સક્ષમ દીવાની કોર્ટ સક્ષમ અપીલ / રિવિઝનની કાર્યવાહી કરવાની હોય છે .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment