તકરારી ૨જીસ્ટરે નોંધાયેલ તકરારી ફેરફાર નોંધોના નિકાલ અંગેના અધિકાર અંગે ,
ગુજરાત સરકાર ,
મહેસુલ વિભાગ , પરિપત્ર ક્રમાંક : કપ / 1079-7490 જ- , સચિવાલયે , જૈન મદાવાદ , તા , ૨૬-૧૧-૮૧ .
પરિપત્ર :
જમીનની તબદીલી બાબત તકરારી રજીસ્ટરમાં દાખલ કરેલી ફેરફાર નોંધોનો નિકાલ સર્કલ ઓફિસર કે જે મામલતદારના પ્રથમ કારકુનની કક્ષાના અધિકારી છે તે કરી શકે કે કેમ તે બાબત સરકાર સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી . આ અંગે કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કરતાં જણાયું છે કે સને ૧૯૭૨ ના મુંબઈ જમીન મહેસુલ નિયમોના નિયમ ૧૦૮ ( ૧ ) ની જોગવાઈઓ મુજબ તકરારી રજીસ્ટર નોંધાયેલ તકરારી કેસોનો નિકાલ સામાન્યપણે મામલતદારના ફર્સ્ટ કારકુન ( એટલે કે મામલતદારના અવલ કારકુન જે હવે નાયબ મામલતદાર તરીકે ઓળખાય છે ) અથવા મામલતદાર અથવા ફર્સ્ટ કારકુનથી . ઉપલી કક્ષાના મહેસુલી અધિકારી કરી શકે છે . આમ આ જોગવાઈઓથી મામલતદારના પ્રથમ કારકુન અથવા મામલતદાર કે મામલતદારના પ્રથમ કારકુનથી ઉપલી કક્ષાના મહેસુલી અધિકારીને જ તકરારી રજીસ્ટરે ચઢાવવામાં આવેલ ફેરફાર નોંધોના નિકાલના અધિકાર આપવામાં આવેલ છે . આથી જો તકરારી રજીસ્ટરે ચઢાવવામાં આવેલ નોંધોના નિકાલ કોઈ ખખ્ય મહેસુલી અધિકારી કરે તો તે ફર્સ્ટ કારકુનથી ઉપલી કક્ષામાં જ હોવા જોઈએ , સર્કલ ઓફિસર પ્રથમ કારકુનના સમકક્ષ અધિકારી હોઈ પ્રથમ કારકુનથી ઉપલી કક્ષાના ગણાય નહીં , ખાથી સર્કલ ઓફિસરને તકરારી રજીસ્ટરે ચઢાવવામાં આવેલ ફેરફાર નોંધોના નિ કાલ કરવાનો અધિકાર પ્રાપ્ત થતાં નથી .
ઉપરોક્ત કાયદાકીય જોગવાઈ ધ્યાનમાં લઈ સર્વે ક્લેક્ટરશ્રીઓને સુચના આપવામાં અાવે છે કે તકરારી . ૨ જીસ્ટરે ચઢાવવામાં આવેલ ફેરફાર નોંધોનો નિકાલ સર્કલ ઓફિસર ન કરે અને નિયમોની જોગવાઈ મુજબ જેમને આવી ફે ૨ ફાર નોંધો નિકાલ કરવા સત્તા છે તેવા મહેસુલી અધિકારીઓ મહેસુલી કર્મચારી જ કરે તે માટે જરૂરી સુચના સધળા સંબંધકર્તાને આપવી અને તે પ્રમાણે ચુસ્ત અમલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી ,
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
ન.લ. ડૉક્ટર ઉપસચિવ , મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર
.નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment