સક્ષમ અદાલત દ્વારા રદ કરવામાં આવે તે સિવાય બક્ષિસ આપનાર એકપક્ષી રીતે બક્ષિસ દસ્તાવેજ રદ કરી શકે નહીં દાવો મિલકત ૧ કોઈ મિલકતની તબદીલી અથવા તેનો રજિસ્ટર્ડ લેખ મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદમાં પડે છે કે કેમ તેવા પ્રશ્નોનો નિર્ણય કરીને રજિસ્ટ્રાર એકપકી રદ્દીકરણ લેખને કેન્સલેશન ડીડ નોધવા માટે સક્ષમ વ્યક્તિ નથી , કારણ કે તેઓ હકીકતોના વિવાદી પ્રશ્નોનો નિર્ણય કરવા સક્ષમ સત્તાવાળા નથી , સામ અદાલત દ્વારા મિલકત વ્યવસ્થા કરી આપનાર વડે મિલકત લેનારની તરફેણમાં કરવામાં આવેલ મિલકત વ્યવસ્થાનો લેખ રદ કરીને તેવો અધિકાર પુનઃ સ્થાપિત ન થાય , તે સિવાય સબ - રજિસ્ટ્રાર , તેવા મિલકત વ્યવસ્થાના લેખને રદ કરતો એકપક્ષી રદ્દીકરણનો લેખ ( કેન્સલેશન ડીડ ) નોંધવા સક્ષમ નથી . મિલકત વ્યવસ્થાના લેખનું એકપક્ષી દીકરણ કાનૂની રીતે ચાલવાપાત્ર નથી . સક્ષમ અદાલત દ્વારા રદ કરવામાં આવે તે સિવાય એકપક્ષી લેખ કરીને નોંધાયેલ તબદીલી રદ કરી શકાય નહીં . તેવો સિદ્ધાંત નામદાર મદ્રાસ હાઈકોર્ટે વી . અબાલાશન વિરુદ્ધ સબ - રજિસ્ટ્રાર ડી . શિવાગામી , રિટ પિટિશન નં . ૧૭૮૪૫૪૨૦૧૪ , મિસેલેનિયસ પિટિશન નં : ૧ / ૨૦૧૪ ના કામે તા . ૦૭-૦૪-૨૦૧૬ના રોજ હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . લેન્ડ લૉઝ જજમેન્ટ્સ ( LL ) , વોલ્યુમ -૨ , ઇશ્ય -૭ , જુલાઈ -૨૦૧૬ , પાના નં . ૫૯૧ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . અરજદારનો કેસ એવો છે કે , અરજદારનાં પત્ની કે જેઓ હાલના બીજા બચાવકર્યા છે , તેઓએ ઉપરોક્ત મિલકતના ૧૩૫૦ ચો.ફૂટ જેટલા વિસ્તારની તબદીલી કરીને , પ્રથમ બચાવકતની ફાઈલ ઉપર દસ્તાવેજ નં . ૧૩૬૦/૨૦૦૩ થી નોંધાયેલ તા . ૦૬-૦૩-૨૦૦૩ના રોજનો મિલકત વ્યવસ્થાનો લેખ કરી આપ્યો હતો . અરજદારે મહેસૂલી રેકર્ડમાં નામફેરની નોંધો પણ પડાવી છે અને મિલકત વેરાની આકારણી પણ તેમના નામે બોલે છે . અરજદારનો વધુમાં એવો દાવો છે કે , લગભગ ૧૦ વર્ષો બાદ અરજદારને એ બાબતની જાણ થઈ હતી કે , તેમનાં પત્નીએ કથિત મિલકત વ્યવસ્થા લેખ રદ કર્યો હતો અને તેણીએ કથિત રદ્દીકરણ દર્શાવતું બોજાનું પ્રમાણપત્ર બતાવ્યું હતું . બીજા બચાવકર્માએ તા . ૩૧-૦૧-૨૦૧૩ના રોજનો મિલકત વ્યવસ્થા રદ કરતો લેખ પ્રથમ બચાવકત સમક્ષ રજૂ કર્યો હતો કે જેઓએ તે લેખને દસ્તાવેજ નં . ૧૧૬૩ ૨૦૧૩ તરીકે નોંધ્યો હતો . વધુમાં અરજદાર દ્વારા જણાવવામાં આવેલ કે , મિલકત વ્યવસ્થાનો લેખ બિનશરતી અને પરત લઈ ન શકાય તેવો હોઈ . મિલકત વ્યવસ્થાના લેખમાં જણાવ્યા મુજબ તે લેખ મિલકત વ્યવસ્થા કરાવી લેનાર અરજદાર ) ઉપર મિલકતનું સંપૂર્ણ ટાઈટલ નિહિત કરે છે અને પ્રથમ બચાવકર્તાએ હકૂમત વિના કાર્ય કર્યું હતું , કારણ કેમિલકત વ્યવસ્થા લગભગ ૧૦ વર્ષ પહેલાં થઈ ચૂકી હતી . હાલના કેસમાં એકપક્ષી રઢીકરણનો લેખ અરજદારને નોટિસ પણ આપ્યા વિના નોંધાયો હતો . વધુમાં મિલકત વ્યવસ્થાના લેખમાં જ જણાવવામાં આવેલ છે કે , કબજો અરજદારને સોપવામાં આવ્યો છે , તેના આધાર ઉપર નામફેરની નોધો પણ અરજદારની તરફેણમાં મહેસૂલી રેકર્ડમાં પાડવામાં આવી હતી . હાલના કેસમાં નામદાર મદ્રાસ હાઈકોર્ટે ડી . મોહનવિ . સબ - રજિસ્ટ્રાર , ચેન્નાઈ , ૨૦૧૨ ( ૫ ) મદ્રાસ લૉ જર્નલ ૧૬૯ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લીધેલ કે જેમાં ઠરાવવામાં આવેલ કે , બક્ષિસના કિસ્સામાં બક્ષિસ ખત કરી આપ્યા બાદ જ્યારે તેનો બક્ષિસ લેનાર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે બક્ષિસકર્તાને મિલકતમાં કોઈ હિત રહેતું નથી અને તેથી બચાવકર્તા માટે રદ્દીકરણનો લેખ નોંધાવવાનું ખુલ્લું નહોતું , કારણ કે તેથી દીવાની દાવો દાખલ કરીને અને છેતરપિંડીના આક્ષેપો સાબિત કરીને તેને પડકારી શકી હોત . વધુમાં જો એક વખત કસ તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદોમાં પડતો ન હોય તો રદીકરણના લેખની રાહે એક બક્ષિસ પરત લઈ શકાઈ ન હોત અને વ્યક્તિને મિલકતમાં કોઈ અધિકાર રહેલ ન હોઈ એવા રદ્દીકરણના લેખને નોધાવીને તે રદ કરી શકાય નહીં . વધુમાં નામદાર મદ્રાસ હાઈકોર્ટે હાલના કેસમાં ડી . વી . લોગાનાથન વિ . સબ - રજિસ્ટ્રાર , ૨૦૧૪ ( ૩ ) સી.ટી.સી. ૧૧૩ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લીધેલ કે , જેમાં ઠરાવવામાં આવેલ કે , મિલકત વ્યવસ્થા લેખના રદ્દીકરણની નોંધણી એ જાહેર નીતિની વિરુદ્ધ છે , કારણ કે સબ - રજિસ્ટ્રાર માટે તે લેખના દીકરણને નોંધવાનું ખુલ્યું નહોતું . કારણ કે મિલક્ત વ્યવસ્થાનો તે લેખ બિનશરતી અને પરત ન શકાઈ તેવો . જો જે પાકારે દસ્તાવેજ કરી આપેલ છે , તે કોઈ પણ પ્રકારે તેવા મિલકત વ્યવસ્થાના લેખ વડે નારાજ હોય તો તેઓ તેને રદ કરાવવા માટે દીવાની કોર્ટને સારી રીતે પહેલ કરી શક્યા હોત , પરંતુ ચોક્કસપણે સબ - રજિસ્ટ્રાર પાસે તે રદ કરતો લેખ નોંધાવીને તેને એકપક્ષી રીતે રદ કરી શક્યા ન હોત . રદ્દીકરણનો લેખ અને તેની નોંધણી તેથી હકૂમત વિનાની હોય , સેટ - એસાઈડ થવા પાત્ર છે . એક ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાને લીધેલ કે જેમાં કરાવવામાં આવેલ કે , મિલકત વ્યવસ્થાના લેખમાં કબજાની સોપણીનો ઉલ્લેખ પોતે વધુમાં નામદાર મદાર હાઈકોર્ટે હાલના કેસમાં હજીયે કે . એ . શણમુગમ વિ તમિલારાસી , ૨૦૧૨ ) મદ્રાસ લૉ જર્નલ ૨૧ રના અન્ય જ એવું તારણ કાઢવા માટે પૂરતો છે , તે મિલકત વ્યવસ્થા લેખનો અમલ થયો છે .
નામદાર મદ્રાસ હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલ કે , ઉપરોક્ત ચુકાદાઓમાં પ્રસ્થાપિત સિદ્ધાંત તમામ પ્રકારે હાલના કેસની હકીક્તોને લાગુ પડે છે . મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૭ મુજબ મિલકત વ્યવસ્થા લેખને રદ્દીકરણના લેખની રાહે પરત લઈ શકાય છે , પરંતુ જો તે મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદમાં પડતો હોય તો પરંતુ હાલના કેસમાં શું તે મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદમાં પડે છે કે , કેમ તે સંપૂર્ણપણે પુરાવાની બાબત છે . તેનો ન્યાય નિર્ણય માત્ર દીવાની કોર્ટ સમક્ષ થવો જોઈશે . શું તે મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદમાં પડે છે કે કેમ તેવા પ્રશ્નોનો નિર્ણય કરીને રજિસ્ટ્રાર એકપક્ષી રઢીકરણ લેખને નોંધવા માટે સક્ષમ વ્યક્તિ નથી . કારણ કે તેઓ હકીક્તોના વિવાદી પ્રશ્નોનો નિર્ણય કરવા સક્ષમ સત્તાવાળા નથી . વધુમાં અરજદાર , મિલકત મેળવનારની તરફેણમાં નોંધાયેલ મિલકત વ્યવસ્થાનો લેખ કરી આપીને હાલના બીજા બચાવકર્તા / મિલકત આપનારે તેણીનો અધિકાર મિલકતમાંથી ગુમાવ્યો હતો . સામ અદાલત દ્વારા મિલક્ત વ્યવસ્થા કરી આપનાર વડે મિલક્ત લેનારની તરફેણમાં કરવામાં આવેલ , મિલકત વ્યવસ્થાનો લેખ રદ કરીને તેવા અધિકાર પુનઃ સ્થાપિત ન થાય , તે સિવાય સબ રજિસ્ટ્રાર , તેવા મિલકત વ્યવસ્થાના લેખને રદ કરતો એકપણી રદ્દીકરણનો લેખ નો ધવા સક્ષમ નથી . મિલકત વ્યવસ્થાના લેખનું એકપક્ષી રદ્દીકરણ કનૂની રીતે ચાલવાપાત્ર નથી , ખાસ કરીને જયારે દાવો દીવાની કોર્ટ સમક્ષ પડતર છે ત્યારે . ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે , મિલકત અંગેના કોઈ વેચાણ કરારમાં પક્ષકારો પૈકી કોઈ એક પક્ષકાર પોતે એકપક્ષીય રીતે તેવા વેચાણ દસ્તાવેજનું રદ્દીકરણ કરી શકે નહીં . કારણ કે દસ્તાવેજનું રદ્દીકરણ કરવાની સત્તા માત્ર ને માત્ર અદાલતમાં સ્થાપિત થયેલ હોય આવી કોઈ સ્થાનિક સત્તા અથવા સંસ્થા તેવા વેચાણ કરારની કાયદેસરતા નક્કી કરી શકે નહીં , તેમજ પોતે એકપક્ષીય રીતે રદીકરણના દસ્તાવેજનો અમલ કરીને વેચાણ કરારને વ્યર્થ ઠેરવી શકે નહીં . તેવી જ રીતે કોઈ મિલકતની તબદીલી અથવા તેનો રજિસ્ટર્ડ લેખ મિલકત તબદીલી અધિનિયમની કલમ -૧૨૬ હેઠળના અપવાદમાં પડે છે કે કેમ તેવા પ્રશ્નોનો નિર્ણય કરીને રજિસ્ટ્રાર એકપણી રદ્દીકરણ લેખને કેન્સે લેશન ડીડ ) નોંધવા માટે સક્ષમ વ્યક્તિ નથી . કારણ કે તેઓ હકીકતોના વિવાદી પ્રશ્નોનો નિર્ણય કરવા સક્ષમ સત્તાવાળ નથી . સક્ષમ અદાલત દ્વારા મિલકત વ્યવસ્થા કરી આપનાર વડે મિલકત લેનારની તરફેણમાં કરવામાં આવેલ , મિલકત વ્યવસ્થાનો લેખ રદ કરીને તેનો અધિકાર પુનઃ સ્થાપિત ન થાય તે સિવાય સબ - રજિસ્ટ્રાર તેવા મિલક્ત વ્યવસ્થાના લેખને રદ કરતો એકપક્ષી રદ્દીકરણનો લેખ કેન્સલેશન ડીડ ) નોધવા સક્ષમ નથી . મિલકત વ્યવસ્થાના લેખનું એકપક્ષી રદ્દીકરણ કાનૂની રીતે ચાલવાપાત્ર નથી . સયમ અદાલત દ્વારા રદ કરવામાં આવે . તે સિવાય એકપક્ષી લેખ કરીને નોંધાયેલ તબદીલી રદ કરી શકાય નહીં . ( સંદર્ભ : લેન્ડ લૉઝ જજ મેન્ટ્સ ( LL ) વોલ્યુમ - ર , ઈશ્થ -૭ , જુલાઈ -૨૦૧૬ , પાના નં . ૫૯૧ ) .
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment