ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા પરવાનગી આપવા બાબત ,
ગુજરાત સરકાર , મહેસૂલ વિભાગ ,
પરિપત્ર ક્રમાંક : ગણત - ૨૬૯૯-૪૩૪૩ - ઝ સરદાર ભવન , બ્લોક નં .૧૧ , ૪ થો માળ , સચિવાલય , ગાંધીનગર , તા .૧.૬.૨૦૦૦
પ્રસ્તાવના
મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ -૨ ( ૨ ) માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર “ ખેડૂત ” એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યક્તિ . જો કોઈ ખેડૂત પોતાની ખેતીની સમગ્ર જમીન વેચી નાંખે તો તે બિન ખેડૂત બની જાય છે . આમ તે ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવે છે . રાજયનાં કોઈ ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચી રાજયમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવી હોય અને પોતાનો “ ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવો હોય તો ખેતીની જમીન ખરીદવા વેચવા નીચે મુજબ મુશ્કેલી પડે છે .
( ૧ ) સૌપ્રથમ રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદી લેવી પડે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે . આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાંની જરૂર રહે . પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે નાણાં જ ન હોય ત્યારે પ્રથમ નાણાં માટે પોતાની જમીન વેચવી પડે .
( ૨ ) ખેડૂત તરીકેનો દરજ્જો જાળવી રાખવા માટે , તે થોડી જમીન પોતાની પાસે રાખી બાકીની જમીન વેચી શકે , પરંતુ આમ કરવામાં અન્ય કાયદાની જેમ કે , ટૂકડા ધારાની જોગવાઈ પણ ધ્યાને લેવાની રહે છે . આમ કાયદાની જોગવાઈ અન્વયે ઉભી થતી ઉપર્યુક્ત મુક્લીનિવારવાના હેતુ માટે થયેલ રજુઆતો અન્વયે પુખ્ત વિચારણાને અંતે સરકાર આથી નીચે મુજબ ઠરાવે છે .
ઠરાવ
રાજ્યનો કોઈ ખેડૂત પોતાની સમગ્ર જમીન ખેતીના હેતુ માટે અન્ય ખેડૂતને વેચી રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવા ઈચ્છા ધરાવે તો તેમ કરી શકશે . આ માટે ખેડૂત / કલેક્ટરે નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે .
( ૧ ) ખેડૂતે જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણની તારીખથી ૩૦ દિવસમાં જે તે જિલ્લાનાં કલેક્ટરશ્રીને જાણ | અરજી કરવાની રહેશે .
( ૨ ) કલેક્ટરશ્રીએ આવી અરજી મળ્યાની તારીખથી દિન -૩૦ માં “ ખેડૂત ” તરીકેનું પ્રમાણપત્ર આપવા નિર્ણય લેવાનો રહેશે અને કલેક્ટરશ્રી દ્વારા આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી અરજદારે ( ખેડૂતે ) ૯૦ દિવસમાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદ કરી લેવાની રહેશે . કલેક્ટરશ્રીએ આ ઠરાવને યોગ્ય પ્રસિધ્ધિ આપવાની રહેશે .
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,
( કે.એસ.વાસાણી ) સેક્શન અધિકારી મહેસુલ વિભાગ , ગુજરાત સરકાર
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment