નોંધાયેલ દસ્તાવેજ વડે વ્યવહાર થયો હોય તો , તે અંગે મહેસૂલી સત્તાવાળા દ્વારા વિવાદ કરી શકાય નહીં જમીન મહેસૂલ કાયદાની કલમ -૧૩ પ ( સી ) મુજબ રજિ . દસ્તાવેજની નોંધ કરવી તે રેવન્યુ અધિકારીની કાયદેસરની ફરજ છે અને કોઈ જમીનમિલકત અંગે થયેલ રજિસ્ટર્ડ દસ્તાવેજની નોધ રેવન્યૂ દશ્નરે જે તે સક્ષમ અધિકારીએ પાડવી કે નોંધવી ફરજિયાત છે . . મિલકતનો જો વેચાણ દસ્તાવેજ નોંધાઇ જાય ત્યાર બાદ સદરહુ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી રેવન્યૂ દફતરે પાડવાની કાયદાકીય જોગવાઈ છે . નોધાયેલ દસ્તાવેજ વડે વ્યવહાર થયો હોય તો , તે અંગે મહેસૂલી સત્તાવાળા દ્વારા વિવાદ કરી શકાય નહીં . ઉપર મુજબનો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા દુધીબેન મૂળજીભાઈ પટેલ અને બીજા વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત અને બીજા , સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં .૭૫૮ / ૧૯૯૭ ના કામે તા .૨ ૬ / ૦૨ / ૨૦૧૬ ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . લેન્ડ લોઝા જજમેન્ટસ LLI ) , વોલ્યુમ -૧ , ઇગ્ધ - પ . મે -૨૦૧૬ , પાના નં .૩૫૯ ) આ કેસની ટૂંકમાં હકકત નીચે મુજબ છે . આ કેસના અરજદારોએ ડેપ્યુટી કલેક્ટર , રાજકોટ દ્વારા પસાર તા .૨૧ નવેમ્બર , ૧૯૯૬ ના રોજના હુકમને પડકાર્યો છે , કે જે વડે ડેપ્યુટી કલેક્ટરે બચાવકતાં નં .૪ - ગોપાલ નગર કો.ઓ.હા.સો.વિ.ની ગુજરાત જમીન મહેસૂલ નિયમોના નિયમ -૧૦૮ ( ૫ ) હેઠળની અપીલ મંજૂર કરી હતી અને તા .૧૮ એપ્રિલ , ૧૯૬૪ ના રોજની ફેરફાર નોંધ નં .૨૬૭૯ , ૨૬ ૮૦ અને ૨૬૮૧ પાડવાનો હુકમ કરતાં મામલતદાર , રાજકોટનો તા .૩ જૂન , ૧૯૬૪ ના રોજના હુકમને ૨ દ કરવાની સૂચના આપી હતી . તેનોધો સર્વે નં ૨૬ ૬ વાળી ૨૨ એકર અને ૧૭ ગુંઠા જેટલા ક્ષેત્રફળવાળી જમીનના સંબંધમાં અરજદારોના નામેપડાયેલ નોધી હતી . નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે , ડેપ્યુટી કલેક્ટરે ૩૨ વર્ષોના લાંબાગાળા બાદ સત્તાઓનો ઉપયોગ કર્યો હતો . એ પાયાનો સિદ્ધાંત છે કે , સત્તાવાળામાં નિહિત કોઈપણ વૈધાનિક સત્તાનું વહન વાજબી સમયગાળાની અંદર થવું જરૂરી છે . ભલે પછી તેવી સત્તાના ઉપયોગ માટે કોઈ સમયગાળો ઠરાવવામાં આવ્યો ન હોય . અસાધારણ અને ગેરવાજબી વિલંબને પોતાને દૂષિત કરનાર પરિબળ તરીકે ગણવો જોઈએ . મહેસૂલી હકૂમત હેઠળના મહેસૂલી સત્તાવાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સત્તા અથવા તેના દ્વારા વહન થતાં કાર્યોના સંબંધમાં આસિદ્ધાંત પૂરા બળથી લાગુ પડે છે અને તેઓને ઘણાં સમય પહેલાં લેવામાં આવેલ તે પગલાંને ડહોળવાની પરવાનગી નથી , કે જે સમયના પસાર થવા સાથે હક્કો નિહિત થવામાં અને તેમજ સમન્યાયના ઉદ્દભવમાં પરિણમ્યા હોઈ શકે . કલમ -૯ ( ૧ ) હેઠળના વ્યર્થ વ્યવહારને પણ જો નોધપાત્ર એવા લાંબા સમયગાળા માટે અસરકારક રહેવા દેવામાં આવે તો , તે તેમાં જણાવવામાં આવેલ સત્તાવાળાને તે રદ કરવાની કાર્યવાહી શરૂ કરવાથી અટકાવશે . વળી , વ્યર્થ વ્યવહારને પણ તમામ કિસ્સાઓમાં અને તમામ સ્થિતિઓમાં બિન અસ્તિત્વમાન કહી શકાય નહીં . તે જ્યાં સુધી તેને ગેરકાયદેસર ઠરાવવામાં ન આવે અને રદ કરવામાં ન આવે ત્યાં સુધી અસરકારક અને અસ્તિત્વમાં રહી શકે છે.
જો તેના અસ્તિત્વને નોંધપાત્ર સમયગાળા માટે રહેવાની પરવાનગી આપવામાં આવે અને સમય પસાર થવા સાથે તે લોકોના નોંધપાત્રવર્ગની તરફેણમાં મૂલ્યવાન અધિકારોનું સર્જન કરતાં સંખ્યાબંધ ફેરફારો લાવે છે , તો એવો સિદ્ધાંત સ્વીકારવો મુશ્કેલ છે કે , તેવા ફેરફારો છતાં , કલેક્ટર અધિનિયમની કલમ -૯ ની પેટા કલમ ( ૩ ) હેઠળની સત્તાનો ઉપયોગ કરવા હક્કદાર રહેશે . જ્યારે એક સાથે સંખ્યાબંધ વર્ષો માટે વસ્તુ સ્થિતિને જેમની તેમ રહેવાની દેવામાં આવેલ હોય ત્યારે , ખરીદદારને તેના કબજા થી વંચિત કરી શકાય નહીં . કે જેથી કરીને વેચાણકર્તા , કે જેઓ પણ સરખે હિસ્સે આવા ગેરકાયદે વ્યવહારના ભાગીદાર હતા . તેઓને તેનો આડકતરો શયદો મળી રહે . જ્યારે સત્તાવાળા પાસે તેવા વ્યવહાર અંગે જાણકારી મેળવવાની નોંધપાત્રટકો હતી અને તેમ છતાં તેઓ એક સાથે વર્ષો સુધી તે ઉપર કોઈ પગલાં લીધા નથી ત્યારે આવા સત્તાવાળાને મોડા તબક્કે તેમનામાં નિહિત સત્તાના ઉપયોગની પરવાનગી આપી શકાય નહીં . સમયના વાજબીપણાનો સિદ્ધાંત આવા કિસ્સાઓમાં સરખી રીતે લાગુ પડશે . તેથી , કલમ -૯૦ ની પેય કલમો ( ૨ ) અને ( ૩ ) હેઠળ કલેક્ટરમાં નિહિત સાઓનો ઉપયોગ પણ વાજબી સમયગાળામાં થવો જરૂરી છે . વાલજીભાઈ જગજીવનભાઈ વિ . સ્ટેટ ઓફ ગુજરાત , ૨૦૦ પા ૨ ) જી.એલ.એચ. ૩૪ ) " વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણો ઉપર આવેલા કે , જ્યારે અરજદારોની તરફેણમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો છે અને તેને રદ કરાવવાનું તો દૂર કોઈ દીવાની કાર્યવાહીમાં તેને પડકારવામાં આવેલ નથી ત્યારે , મહેસૂલી સત્તાવાળાઓ તેના વડે બંધાયેલ છે . એ સિદ્ધાંત ખૂબજ સામાન્ય છે કે , જ્યારે વ્યવહાર રજિસ્ટર્ડ દસ્તાવેજ થકી હોય ત્યારે , તે અંગે ફેરફારની નોધ પડાવી જ જોઈએ . આ કેસમાં નામદાર હાઈકોર્ટે ઝવેરભાઈ સવજીભાઈ પટેલ વિ . કંચનબેન નાથુભાઈ પટેલ , ૨૦૦૫ ( ૩ ) જી.એલ.એચ. ૨૫૭ ના કેસમાં , આવો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો અને વધુમાં , નાથુભાઈ મેરામણ દરજી વિ . સ્પેશિયલ સેક્રેટરી ( અપીલ્સા ૧૯૯૬ ( ૩ ) જી.સી.ડી. દ ૯૧ ના કેસમાં નિયમિત કર્યો હતો કે , જ્યારે વ્યવહારોનું પ્રતિનિધિત્વ નોંધાયેલ દસ્તાવેજ વડે થયેલ હોય ત્યારે મહેસૂલી સત્તાવાળાઓ મહેસૂલી રેકર્ડ ફેરારની નોંધ પાડવાના હેતુ માટે તેની આપમેળે નોંધ લેવી જરૂરી છે . ઠરાવવામાં આવ્યું હતું કે , મુંબઈ જમીન મહેસૂલ સંહિતાની કલમ -૧૩ પ ( ડી ) ની પ્રક્રિયાનું પાલન કરવાનો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થશે નથી કે , જયારે વ્યવહાર રજિસ્ટર્ડ દસ્તાવેજ વડે કરવામાં આવ્યો હોય , આવા વ્યવહાર અંગે મહેસૂલી સત્તાવાળા દ્વારા વિવાદ કરી શકાય નહીં , સિવાય કે સક્ષમ દીવાની અદાલત તેને રદ કરે . વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે , જ્યારે અરજદારોની તરફેણમાં પ્રશ્નવાળી જમીનના સંબંધમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ છે ત્યારે આવા વ્યવહારના આધાર ઉપર મહેસૂલી રેકર્ડમાં પડાયેલ નોધ વડે મહેસૂલી રેકર્ડમાં ફેરફાર થવો જ જોઈશે . અન્ય બાબતો . જો કે હુકમ રદ કરવા માટે ધ્યાને લેવા યોગ્ય છે તેમ છતાં , એક માત્ર ઉપરોક્ત કારણસર તેઓને અવગણવામાં આવે છે , નોધો રદ કરવાની સૂચના આપતો ડેપ્યુટી કલેક્ટરનો હુકમ ચલાવવાની પરવાનગી આપી શકાય નહીં . રજિસ્ટર્ડવેચાણ દસ્તાવેજ , કે જે ક્ષેત્ર ધરાવે છે . તેના આધાર ઉપર મહેસૂલી રેકર્ડમાં પડાયેલ તેમના નામોની નોંધો ચાલુ રાખવાનો અધિકાર અરજદારો ધરાવે છે અને તેને કઈ દીવાની કાર્યવાહીમાં રદ કરાવવાનો અન્ય પક્ષ દ્વારા પ્રયત્ન થયો નથી . આથી નામદાર ગુજરાત હાઈકોર્ટ વિવાદી હુકમ સેટ - એસાઈડ જાહેર કરી ઠરાવેલ છે . તા .૬ ઓગસ્ટ , ૧૯૬૪ ના રોજનો રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અરજદારોની તરક્શમાં પ્રશ્નવાળી જમીનના સંબંધમાં કરવામાં આવ્યો હતો . પ્રશ્નવાળી નોધોને મહેસૂલી રેકર્ડમાંથી ભૂંસાઈ જવાની અને કાઢી નાંખવાની પરવાનગી આપી શકાય નહીં . રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના પરિશ્નમાં તે નોધોને ચાલુ રહેવાની પરવાનગી આપવી જોઈએ . સંદર્ભ : લેડ લોન જજમેન્ટસ UJ વોલ્યુમ ૧. ઈશ્યપ , મે ૨૦૧૬ પાના નું પહાડ
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment