હિંદુસંયુક્ત કુટુંબની સ્ત્રીનાં નામે રહેલમિલકત તેણીની સેપરેટ યાને અલગ મિલકત ગણાય - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Saturday, June 12, 2021

હિંદુસંયુક્ત કુટુંબની સ્ત્રીનાં નામે રહેલમિલકત તેણીની સેપરેટ યાને અલગ મિલકત ગણાય

 જ્યારે કુટુંબના સભ્યો પાસે વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલ હોય ત્યારબાદ કુટુંબની તેવી વડીલોપાર્જિત મિલકત અંગે કુટુંબના સભ્યો વચ્ચે વિભાજન યાને પાર્ટિશન કરવામાં આવે ત્યારે કુટુંબના જે તે સભ્યોના હિસ્તે આવતી તેવી મિલકત જે તે સભ્યની સુવાંગ મિલકત થાય છે . પરંતુ આ રીતે વડીલોપાર્જિત મિલકતના વિભાજનથી જે તે સભ્યના હિસ્સે આવેલી મિલકત તે સભ્યના પુત્ર સંતાનોની વડીલોપાર્જિત મિલકત તરીકે ચાલુ રહે છે . જો એક સંયુક્ત કુટુંબે પૂરતી આવક આપતી મિલકતો ધરાવી હોય તો એવું અનુમાન કરવામાં આવે છે , પાછળથી કરાયેલ સંપાદન સંયુક્ત કુટુંબની મિલકતોમાંથી મળતી આવકનો ઉપયોગ કરીને કરવામાં આવેલ છે . તેમ છતાં , એક સંયુક્ત કુટુંબના સભ્ય તેના પોતાના નાણાભંડોળનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે મિલકત સંપાદિત કરી શકે છે . જો એક સભ્ય પાછળનું આ પાસે સાબિત ક્યું હોય તો કોર્ટ બખૂબી એવા તારણ ઉપર આવી શકે છે કે , તેની સ્વપાર્જિત મિલકત છે . એ કાયદાનો સુખસ્થાપિત સિદ્ધાંત છે કે , જો એક મિલકત હિંદુ સંયુક્ત કુટુંબની સ્ત્રી સભ્યના નામે રહેલ હોય તો , મજબૂર અનુમાન એ છે કે , તે તેણીની અલગ મિલકત છે અને વધુમાં તેણીએ તેની ખરીદીના નાણાનો સ્ત્રોત સાબિત કરવાની જરૂર નથી . તેવો સિદ્ધાંત નામદાર મદ્રાસ હાઈકોર્ટ ખંડપીઠ ) દ્વારા આર . એથ્વારામુથી , એમ.રાજામનિકમ , આર . થિયાગરાજન , આર . સરાહનનું . આર . પુષ્કલથા , સરોજા વિરુદ્ધ દિવ્યપિયા , શરણ્યા , અપીલ સ્યુટ નં . : ૧૨૧૯/૨૦૧૫ , મિસેલેનિયસ પિટિશન નં . : ૧૪૨૦૧૫ ના કામે તા . ૨૭-૧૧-૨૦૧૭ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે . 



લેન્ડ લોઝ જજમેન્ટસ ( LL ) , વોલ્યુમ -1 , ઈચ્છુ - પ , મે -૨૦૧૮ . પાના નં . ૪૦૯ ) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે . પતિવાદી નં .૨ ના પિતા , નામે મારિયાપ્પા ગોન્ડરે નવાપણી ગામે વ્યાપક ખેતીલાયક જમીનો ધરાવેલ છે અને સંયુક્ત કુટુંબની મિલકતોમાંથી મળતી આવકના ઉપયોગની રાહે ચોક્કસ વિગતોવાળી દાવાવાળી મિલકતો પ્રતિવાદી નં .૨ ના નામે અને પ્રતિવાદી નં .૬ ના નામે પણ ખરીદવામાં આવી છે અને તેથી . તમામ દાવાવાળી મિલકતો સંયુક્ત કુટુંબની મિલકતો છે . પ્રતિવાદી નં . ૧ વાદીઓ અને તેમની માતાને અવગણેલ છે અને તેના કારણે વિવિધ કાર્યવાહીઓ અસ્તિત્વમાં આવેલ છે અને કારણ કે , પતિવાદીઓ સમજૂતીપૂર્વકના વિભાજન માટે સંમત થાય તેમ નથી , તેથી હાલનો દાવો તેમાં માગવામાં આવેલ દાવો મેળવવા માટે દાખલ કરવામાં આવેલો . દાવાના વાદી પતિવાદી નં .૧ ની દીકરીઓ છે . પ્રતિવાદી નં .૨ એ પ્રતિવાદી નં .૧ ના પિતા છે અને પ્રતિવાદી નં -૩ અને ૪ તેમના ભાઈઓ છે . છઠ્ઠા પતિવાદી બીજા પ્રતિવાદીના પત્ની છે . બંને પક્ષકારોના પક્ષે ઉપસ્થિત કરાયેલ હરીફ નિવેદનોના આધારે ટ્રાયલ કોર્ટે જરૂરી મુદ્દાઓ થયા અને રેકર્ડ ઉપર ઉપલબ્ધ પુરાવાનું મનન કર્યા બાદ નોંધવામાં આવ્યું કે , બંને વાદીઓ પૈકીની પ્રત્યેક તમામ દાવાવાળી મિલકતોમાં ૧૪૧૨ માં હિસ્સો મેળવવા હક્કદાર છે અને તે હદ સુધી વિભાજનનું પ્રાથમિક હુકમનામું પસાર કરવામાં આવેલ . વધુમાં ટ્રાયલ કોર્ટે કાયમી મનાઈ હુકમનું હુકમનામાની વિરુદ્ધ નામદાર મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ હાલની પિટિશન અપીલ કર્તા તરીકે પ્રતિવાદીઓની પહેલ ઉપર દાખલ કરવામાં આવેલ બંને પક્ષે ઉપસ્થિત કરાયેલ હરીફ પક્ષ નિવેદનોને આધારે નામદાર મદ્રાસ હાઈકોર્ટે નીચેના હકીકત રૂપ અને કાનૂની મુદ્દાઓનું વિશ્લેષણ કરવાનું નક્કી કરેલ . ( ૧ ) શું તમામ દાવાવાળી મિલકતો સંયુક્ત કુટુંબની મિલકતો છે . ( ૨ ) શું દાવાના ત્રીજા પરિશિષ્ટવાળી મિલકત છઠ્ઠા પ્રતિવાદીની અનન્ય મિલકત છે . નામદાર હાઈકોર્ટ સમક્ષની અપીલના કામે બચાવકર્તા / વાદીઓના વિદ્વાન વકીલશ્રીએ દીવાની અપીલ ૧૧૨ ૨૦/૨૦૧૭ ( એડીપ્પા વિ . ભિમાપ્પા ) ના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ નિર્ણય ઉપર આધાર રાખ્યો છે , કે જેના ફકરા નં . ૨૨ ઉપર નોંધવામાં આવ્યું છે . કે , હિંદુ કાયદાનો એ સુપસ્થાપિત સિદ્ધાંત છે કે , એક એવું કાનૂની અનુમાન હોય છે કે પ્રત્યેક હિંદુ કુટુંબ રસોડામાં , પૂજામાં અને અસ્કયામતમાં સંયુક્ત હોય છે અને વિભાજનના કોઈ પુરાવાના અભાવમાં આવું કાનૂની અનુમાન કુટુંબમાં અમલમાં રહેવાનું ચાલુ રહે છે . તેથી , બોજો એવા સભ્ય ઉપર રહે છે , કે જે કૌટુંબિક મિલકતોમાં સંયુક્તપણાનું અસ્તિત્વ સ્વીકાર્યા બાદ પોતાનો હક્કદાવો જણાવે છે . કે વડીલોપાર્જિત મિલકતોના આખેઆખા જથ્થા પૈકીની અમુક મિલકતો તેમની સ્વપાર્જિત મિલકત છે , ઉપર ટાંકેલ નિર્ણયોના સામૂહિક વાંચન ઉપરથી નામદાર હાઇકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે જો એક સંયુક્ત કુટુંબે પૂરતી આવક આપતી મિલકતો ધરાવી હોય તો એવું અનુમાન કરવામાં આવે છે કે , પાછળથી કરાયેલ સંપાદન સંયુક્ત કુટુંબની મિલકતો માંથી મળતી આવકની ઉપયોગ કરીને કરવામાં આવેલ છે , તેમ છતાં , એક સંયુક્ત કુટુંબના સભ્ય તેના પોતાના નાણાભંડોળનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે મિલકત સંપાદિત કરી શકે છે , છે એક સો પાછળનું આ પાસું સાબિત કર્યું હોય તો કોર્ટ બખૂબી એવા તારણ ઉપર આવી શકે છે કે , તે તેની સ્વપાર્જિત મિલકત છે . આથી નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે , એ કાયદાનો સુપરસ્થાપિત સિદ્ધાંત છે કે , જો એક મિલકત હિંદુ સંયુક્ત કુટુંબની સ્ત્રી સભ્યના નામે રહેલ હોય તો , મજબૂત અનુમાન એ છે કે , તે તેણીની અલગ મિલકત છે અને વધુમાં તેણીએ તેની ખરીદીના નાણાંનો સ્ત્રોત સાબિત કરવાની જરૂર નથી . આથી નામદાર હાઈ કોર્ટે ટ્રાયલકોર્ટે દાવાના ત્રીજા પરિશિષ્ટની બીજી ખરેખર પથમ વિગતવાળી મિલકતના સંબંધમાં સાચી કાનૂની સ્થિતિને ધ્યાને લીધા વિના મૂલભરેલી રીતે દાવામાં સંપૂર્ણપણે હુકમનામું ક્યું હોવાનું ઠરાવી બીજા પ્રતિવાદીના નામે રહેલ મિલકતો પણ સંયુક્ત કુટુંબની મિલકતો હોવાનું ઠરાવેલ અને તેથી , દાવાના ત્રીજા પરિશિષ્ટની પ્રથમ વિગતવાળી મિલકતને બાદ કરતાં વાદીઓ પ્રથમ પતિવાદીની દીકરીઓ હોઈ વિભાજન મેળવવા હક્કદાર છે અને તે હદ સુધી હાલની અપીલ અંશતઃ મંજૂર કરેલ . ફલિત થાય કે , જો એકે મિલકત હિંદુ સંયુક્ત કુટુંબની સ્ત્રી સભ્યના નામે રહેલ હોય તો , મજબૂત અનુમાન એ છે કે તે તેણીની અલગ મિલકત છે અને વધુમાં તેણીએ તેની ખરીદીના નાણાનો સ્ત્રોત સાબિત કરવાની જરૂર નથી . લેન્ડ લોઝ જજમેન્ટસ ( L.LI ) , વોલ્યુમ -1 , ઈયૂ , મે -૨૦૧૮ , પાના નં . ૪૦૯ ) ઉપરોક્ત કેસ ઉપરથી


નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: