રજીસ્ટર્ડ બાનાખતની હક્કપત્રકે નોંધ પાડવા બાબતઃ
હક્કપત્રક ( રેકર્ડ ઓફ રાઈટ્સ ) અઘતન રાખવા અંગેની ઘણી સૂચનાઓ સરકારી પ્રસિદ્ધ કરેલ છે . પરંતુ તેમાં ૨જીસ્ટર્ડ બાનાખત અંગે ફેરફાર નોંધ કરવા બાબત કોઈ સૂચનાઓ નથી . જો કે રજીસ્ટર્ડ બાનાખત એ કોઈ વેચાણ દસ્તાવેજ નથી . આવા રજીસ્ટર્ડ બાનાખત અંગે ઘણા કિસ્સાઓમાં ફેરફાર નોંધ પાડવામાં આવતી હતી અને તેના કારણે ઘણી વખત સ્થળ ઉપર કબજો બદલાઈ જાય છે . આવા બાનાખતની નોંધ પડવાથી રેકર્ડ ઉપરની પરિસ્થિતિ અને પ્રત્યક્ષ કબજાની પરિસ્થિતિની સુસંગતતા જળવાતી ન હતી . એક જ વ્યક્તિ એક જ મિલકતના અનેક માણસો સાથે બાનાખત કરવાથી કાનૂની પ્રશ્ન ઉદ્ભવતા હોય છે, બાનાખત કર્યા પછી ધણી વખત વેચાણના સોદા રદ થઈ જતા હોય છે . વળી ૨જીસ્ટર્ડ બાનાખત અને છેવટનો દસ્તાવેજ થતાં બંને વ્યવહારોની દફતરે નોંધ પડવાથી એક જ પ્રકારના ફેરફારની બે નોંધ પડે છે , આ ઉપરાંત રજીસ્ટર્ડ બાનાખતની ફેરફાર નોંધ પડ્યા પછી પાછળથી આખરી દસ્તાવેજ ન કરાવતાં સ્ટેમ્પની ચોરીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે . આમ આ રીતે નોંધ પાડવાથી અસંખ્ય કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થવા સંભવ છે . આથી રજીસ્ટર્ડ બાનાખતના આધારે નોંધ પાડવી કે કેમ ? તે અંગે નિર્ણય લેવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . આમ આ અંગે પુષ્ય વિચારણાને અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે સિટી સરવે વિસ્તાર પુરતા જયારે પણ રજીસ્ટર્ડ બાનાખત અંગેની માહિતી મળે ત્યારે તેની ફેરફાર રજીસ્ટર ફેરફાર નોંધ પાડવી , પરંતુ ફેરફાર રજીસ્ટર કે મિલકત કાર્ડમાં તમામ વિગત , ખાનામાં લખાય , ધારણકર્તા ખાનામાં મુળ ધારણકર્તાનું નામ ચાલુ રાખવું . આમ બાનાખતની નોંધ થાય પણ ધારણ કતમાં મૂળ નામ ચાલુ રહે છે . આ નોંધનો હેતુ માત્ર લોકોને ખરી માહિતી મળી રહે તે છે . રજીસ્ટર વેચાણ થાય ત્યારે વેચાણ આપનાર સાથે આ બાનાખતની નોંધને પણ કસ કરવો . અનરજીસ્ટર્ડ બાનાખતની ફેરફાર પત્રકે કે મિલકત કાર્ડમાં નોંધ કરવાની નથી ..
નોંધ - નવા સુધારા માન્ય રહેશે
No comments:
Post a Comment