ગણોતિયો, જમીન માલિક, ખાતેદાર, ખાતું, જમીનનો ભોગવટો રો, દુમાલા, ભોગવટો. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, June 2, 2021

ગણોતિયો, જમીન માલિક, ખાતેદાર, ખાતું, જમીનનો ભોગવટો રો, દુમાલા, ભોગવટો.

" ગણોતિયા ”

એટલે પટે રાખનાર , પછી તે લેખની રૂએ કે મૌખિક કબૂલાત મુજબ જમીન ધારણ કરતો હોય ; અને તેમાં ગણોતિયાના હક કબજા સાથે ગીરો લેનારનો સમાવેશ થાય છે , પણ સીધો , સરકાર તરફથી જમીન ધારણ કરતો હોય તેવા પટે રાખનારનો સમાવેશ થતો નથી ; 

સમજૂતી ‘ ગણોતિયો ” એટલે મૌખિક અગર લેખીત કબૂલાતથી જમીન ધારણ કરનાર , ગણોતિયાની વ્યાખ્યા ગણોતધા ૨ ની કલમ ૨ ( ૧૮ ) માં આપવામાં આવેલી છે , કબજા વગર જમીન પટે રાખનાર વ્યક્તિ ગણોતિયો ગણાય નહીં અને સરકાર પાસેથી સીધી જમીન પટે રાખનાર પણ ગણોતીયા ગણાય નહીં . ગણોતધારાનો અમલ થતાં અને જુદા જુદા જમીન સુધારણાના કે ઈનામ નાબૂદી ધારા અમલમાં આવતાં અને તેમાં પણ ગણોતધારાની જોગવાઈઓ તેટલે અંશે સ્વીકારાતાં આ જોગવાઈ તે મુજબ સુધારાને પાત્ર છે .



“ જમીન માલિક ” : 

* જમીન માલિક " એટલે પટે આપનાર સમજૂતી જમીન માલિક એટલે પટે આપનાર ,

તે ગણોતિયો એટલે પટે રાખનાર સંદર્ભમાં છે . આ માટે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ , ૧૮૮ રની કમલ ૧૦૫ જોવી જરૂરી છે , 

 " ખાતું " :

 ખાતું ” એટલે , ખાતેદારે ધારણ કરેલી જમીનનો ભાગ ; 

સમજૂતી ખાતેદારે ધારણ કરેલી જમીન કે તેનો ભાગ ગામના નં ૮ - અ ખાતાવહીમાં ખાતેદારની ભુસંપત્તિ તરીકે બતાવાય છે તેમાં પોતખરાબો બતાવવામાં આવતો નથી , 

 “ જમીનનો ભોગવટો રો " : 

જમીન ભોગવટો કરવો " એટલે જમીન કબજામાં હોવી અથવા જમીનને કબજામાં લેવી ;

 “ ભોગવટો " : 

ભોગવટો " એટલે કબજો ; 

 “ દુમાલા " :

દુમાલા ” એટલે ગણોત અથવા જમીન મહેસૂલ આપવા બાબત ,

રાજ્ય સરકારના હકોને લાગેવળગે છે તેટલે સુધી , તે હકો કોઈ વ્યક્તિની માલિકીમાં પૂર્ણતઃ અથવા અંશતઃ આપેલા હોય તે ; સમજૂતી આગળની કલમ ૨ ( ૧૬ ) ની સમજૂતી જોવી.

નોંધ - નવા સુધારા માન્ય રહેશે

No comments: