ઇનામ નાબૂદી ધારા કબજાહક્ક જંત્રીના 20% વસૂલી નિયમબદ્ધ
રાજ્ય સરકાર આવા જમીનપારકોના કબજા પ્રવર્તમાન જંત્રીના 20 ટકા વસુલીને નિયમબદ્ધ કરશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેટલીક રજૂઆતો મળી હતી. જેમાં કહેવાયું હતું કે, આઝાદી બાદ ભૂમિ સુધારણા કાર્યક્રમના ભાગ રૂપે જમીનોના ખેડનારને તેના પછી મળી રહે. અને મધ્યસ્થાઓ નાબૂદ થાય તે હેતુથી વિવિધ ઇનામ નાબૂદી કાયદાઓથી ચાકરી નોકરી, સલામી કરવા જેવા વિવિધ ઇનામી નાબૂદ કરવામાં આવ્યા અને આવી જમીનોના ખેતારને તેમની જમીનો પરત્વેના સ્વતંત્ર માલિકીયકકો આપવામાં આવ્યા છે.
આવા માલિકી હક્કો મેળવવા માટે સમય મર્યાદામાં મજા હક્કની રકમ ભરવી અનિવાર્ય હતી પરંતુ ખેડૂતો તેમની કાયદાની અજ્ઞાનતાના લીધે આ કબજા હક્કની રકમ નિયત સમયમર્યાદામાં ભરી શક્યા નથી. જેથી તેમને આ જમીનો પરના સંપૂર્ણ માલિકી હક્ક મળ્યો નથી. અને તે લીટી નીચેના કબજેદાર તરીકે ચાલતા આવ્યા છે.
આવા કબજેદારો દ્વારા જમીનો પરત્વે ઉત્તરોતર વેચાણો પણ કરવામાં આવ્યાં છે. આવા જમીનધારકોના કબજાઓ નિયમિત થયા ન હોવાના લીધે આવા કબજેદારો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના લાભોથી વંચિત રહેતા હતા. આવી જમીનોના તબદીલી અને હેતુફેરના સમયે ટાઇટલ ક્લિયરન્સના પ્રશ્નો બહોળા માત્રામાં ઉપસ્થિત થયાં હતા.
No comments:
Post a Comment