રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી. / ડી.એફ.સી.આઇ. એલ. ને હયાત રોડ/રસ્તા / મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબત.
ઠરાવ:- ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ ઠરાવ ક્રમાંક:- ભરજ/૩૯૧૮/૧૫૨૫/અ.૧ સચિવાલય, ગાંધીનગર તારીખ: ૧૨/૦૭/૨૦૨૩.
સંદર્ભ-:
(૧) નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લી. નો તા.૨૮/૧૨/૨૦૨૧નો પત્ર ક્રમાંક: NHSRCL/BRC/MA/ 03/Gov't and RBC/62/1/OBRC,3724,
(૨) નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લી. નો તા.૨૭/૦૧/૨૦૨૩નો પત્ર ક્રમાંક: NHSRCL/BRC /MA /03/Gov't Land orders and payment/62/1/OBRC 5489,
(૩) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક:- ભર૪/૩૯૨૦૧૨/૬૪૭/અ.૧, તા.૧૧/૦૨/૨૦૧૩,
(૪) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક:- ભરજ/૩૯૨૦૧૨/૬૪૭/અ.૧, તા.૦૪/૦૫/૨૦૧૫
(૫) મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક:- ભરજ/૩૯૧૮/૧૫૨૫/અ.૧, તા.૧/૦૩/૨૦૧૯.
(૬) સા.વ. નો પત્ર નં.પ-૧૦-૨૦૧૩(૪) કેયુ તા.૧૨/૦૭/૨૩.
આમુખઃ-
મહેસૂલ વિભાગના સંદર્ભ-(૩)ના ઠરાવથી રેલ્વે કોરીડોર માટે નદી, તળાવની જમીનનો પ્રવાહ યથાવત રહે તથા તળાવ યથાવત રહે તે રીતે તેના ઉપર ઓવરબ્રીજ બનાવી રેલ્વે લાઇન નાખવા વપરાશી હક્ક કબજા કિંમતના ૧૦ % વસુલ લઇ આપવાનું ઠરાવેલ છે. ઉક્ત ઠરાવમાં સંદર્ભ-(૪)ના સુધારા ઠરાવથી આગોતરો કબજો જંત્રીના બદલે જિલ્લા મૂલ્યાંકન સમિતિ જે કિંમત નક્કી કરે તે રકમ ભરીને મેળવી શકશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલ.
જ્યારે સંદર્ભ-(૫)ના ઠરાવથી કરવામાં આવેલ જોગવાઇઓ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા નેશનલ હાઇસ્પીડ કોર્પોરેશન લી. ને લાગુ પાડવાનું ઠરાવેલ છે. વિભાગના સંદર્ભ -(૩) ના ઠરાવમાં " રસ્તાનો ઉપયોગ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધીને ચાલુ રાખવાનો રહેશે," તેવી જોગવાઇ છે. પરંતુ રસ્તાની જમીન માટે કેટલી રકમ વસૂલ કરવી તેની સ્પષ્ટતા નથી. આથી, હયાત રોડ રસ્તા/મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન બજાર કિંમતના ૧૦૦% ના દરે વસૂલ લઇ ફાળવવી કે વપરાશી હક્કથી કબજા કિંમતના ૧૦ વસુલ લઇ ફાળવવી તે બાબતે સ્પષ્ટતા કરવી જરૂરી જણાય છે.
વધુમાં, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશ લી. દ્વારા સંદર્ભ -(૧) તથા (૨)ના પત્રથી તેઓના પ્રોજેક્ટ માટે રોડ/રસ્તા/ મારગ વિગેરે જેવી પહેલેથી અસ્તિત્વમાં રહેલી સુવિધાઓને અસર કર્યા વિના હયાત રોડ/રસ્તા/મારગ વિગેરેની સરકારી જમીન ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધકામ માટે વપરાશી હક્કે ફાળવવા રજુઆત કરેલ છે.
આમ, રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ. યોજના માટે હયાત રોડ/રસ્તા/મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા બાબતે વસૂલવાની થતી કિંમત અંગે સ્પષ્ટતા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી,
ઠરાવ:-
પુખ્ત વિચારણાના અંતે રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ. યોજનાને સમય મર્યાદામાં પુરી કરી શકાય તે માટે હયાત રોડ રસ્તા/મારગ/કેનાલ વિગેરેની સરકારી જમીન ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવા નીચે મુજબ આથી કરાવવામાં આવે છે.
(૧) રેલ્વે/નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લી./ડી.એફ.સી.આઇ.એલ, પ્રોજેક્ટો માટૅ માંગણીવાળી જમીનની બજાર કિંમતના ૧૦% વસુલ લઇ હયાત રોડ/રસ્તા/ મારગ/ કેનાલ વિગેરેની જમીન ફક્ત પ્રોજેક્ટના હેતુ માટે વપરાશી હક્કે ફાળવવાની રહેશે.
(૨) હયાત રોડ/રસ્તા/મારગ કેનાલ વિગેરેનો ઉપયોગ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બાંધીને ચાલુ રાખવાનો રહેશે.
(૩) જમીનની માલિકી સરકારની જ રહેશે અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી સુવિધાઓનેઅસર કર્યા વિના જમીનનો ઉપયોગ કરવાનો રહેશે.
(૪) આ ઠરાવ પ્રસિધ્ધ થયા પહેલાં હયાત રોડ રસ્તા/ મારગ કેનાલ વિગેરેની સરકારી જમીન બજાર કિંમતના ૧૦૦% ના દરે વપરાશી હક્કે ફાળવવામાં આવેલ હશે તો તે વધારાની રકમ પરત મળવાપાત્ર થશે નહી પરંતુ ભવિષ્યના કેસોમાં વધારાની રકમ સરભર કરવાની રહેશે. જે અંગે સુધારા હુકમ સહિતની સંપૂર્ણ કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કક્ષાએથી કરવાની રહેશે.
આ ઠરાવ. આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા.૧૨/૦૫/૨૦૨૩ની નોંધથી મળેલ સંમતિ તથા સક્ષમ કક્ષાની તા.૧૨/૦૭/૨૦૨૩ ના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment