બોજા મુકિત તથા વેચાણ દસ્તાવેજની નોંઘ એક સાથે પાડવા બાબત.
ઠરાવ :- ક્રમાંક મતક–ડાયરી-વશી-૧૦૨૮-૨૦૧૧.
વિષયઃ ઈ–ધરા કેન્દ્ર ખાતે પાડવામાં આવતી વેચાણ નોંધ સાથે બોજાની નોંધ બાબત.
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, અમારી રાજકોટ જિલ્લા પ્રવાસ દરમ્યાન મામલતદાર કચેરી, રાજકોટ ખાતે ચાલતા ઈ-ધરા કેન્દ્રની મુલાકાત લેતાં નીચે મુજબની બાબત અમારા ધ્યાને આવેલ છે જે રાજયના તમામ ઈ-ધરા કેન્દ્ર ખાતે અમલમાં મૂકવા યોગ્ય જણાય છે.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર ખાતે વેચાણ અંગેની નોંધ પાડવામા આવે અને વેચાણ થયેલ સ.નં.બ્લોક નંબર માં જો બેંક / સહકારી મંડળી કે અન્ય કોઈપણ પ્રકારના બોજાઓ દાખલ થયેલ હોય તો તે અંગે બોજા મુકિત અંગેની અલગ નોંધ નહી પાડતા બોજા મુકિત અંગેનું પ્રમાણપત્ર અરજદારશ્રી તેઓશ્રીએ કરેલ અરજીમાં સામેલ કરે ત્યારે આવી વેચાણ અંગેની પાડવામાં આવેલ નોંધમાં જ બોજામુક્તિની નોંધનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેના કારણે ઈ-ધરા કેન્દ્ર ખાતે કામગીરીનું ભારણ પણ ઓછુ થાય છે.
ઉપર મુજબ આપના જિલ્લા ખાતે ચાલતાં ઈ–ધરા કેન્દ્રમાં જો અમલ કરવામાં ન આવતો હોય તો તાત્કાલિક અસરથી અમલ કરવા અને જરૂર જણાયે રાજકોટ તાલુકા ઈ–ધરા કેન્દ્રના પરામર્શમાં રહી અમલ કરાવવા આથી તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવવામાં આવે છે.
No comments:
Post a Comment