બિનખેતી આકારના દરની આકારણી તથા વસુલાત બાબત.
ઠરાવ - ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંકઃ- એસસીએ/૯૧૬૪/૦૫/૧૩૧૨/૦૫ ક સચિવાલય, ગાંધીનગર, તારીખઃ— ૩૧ ૦૫ ૨૦૦૬.
સંદર્ભ :- (૧) મહેસૂલ વિભાગનું જાહેરનામું ક્રમાંકઃ એલઆરઆર-૧૦૨૦૦૨-૧૬૪૦-૬ તા. ૨૬/૧૨/૨૦૦૩,
પરિપત્ર
નામદાર હાઇકોર્ટમાં ગુજરાત બ્લેક ટ્રેપ કવોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, મેસર્સ અતિક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, જે.કે.પેપર મિલ્સ લિમિટેડ, ગુજરાત સિધ્ધિ સિમેન્ટ લિમિટેડ તથા અન્ય દવારા એસસીએ/૮૪૭૧/૨૦૦૪, એસસીએ/૧૦૧૪૩ થી ૧૦૧૮૬૨૦૦૪, એસસીએ/૧૦૭૧૨/૨૦૦૪, એસસીએ/૧૦૫૨૪ થી ૧૦૫૫૯/૨૦૦૪, એસસીએ/૯૧૬૪/૨૦૦૫ એસસીએ/૧૬૫૬૬ ૨૦૦૫ તથા એસસીએ/૭૯૮૬/૨૦૦૫ દાખલ કરી રાજય સરકાર દવારા તા. ૨૬/૧૨/૨૦૦૩ ના વંચાણે લીધેલ જાહેરનામાથી સુધારવામાં આવેલ બિનૃખેતી આકારના દર તથા બિનખેતી ૠતુના વર્ગીકરણમાં કરવામાં આવેલ ફેરફારની બાબતે દાદ માંગવામાં બાવેલ હતી.. નામદાર હાઈકોર્ટ દવારા તા. ૧૨/૫/૨૦૦૪, ૧૪/૧૦/૨૦૦૪, તા. ૨૮/૪/૨૦૦૫ તથા તા. ૧૨/૮/૨૦૦૫ ના રોજ આપેલ ચુકાદા મુજબ "સી કાના ગામોમાં રહેણાંક અને સખાવતી હેતુ સિવાયના અન્ય હેતુ માટેના બિનખેતી આકારના દર પ્રતિ ચો.મી. ૨૫ પૈસાના બદલે ૧૫ પૈસા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
૧) "સી" વર્ગના ગામોમાં રહેણાંક અને સખાવતી હેતુ સિવાયના અન્ય હેતુ માટે પ્રતિ ચો.મી. ૨૫ પૈસાના દરને બદલે પ્રતિ ચો.મી.ના ૧૫ પૈસા મુજબ બિન ખેતી આકારની વસૂલાતની કાર્યવાહી કરવાની રહેશે.
(૨) આ વસૂલાત તા. ૧/૮/૨૦૦૩ થી શરૂ થતાં મહેસૂલી વર્ષથી (પચાતવર્તી અસરથી) કરવાની રહેશે.
(૩) જે કિસ્સામાં પ્રતિ ચો.મી. ૨૫ પૈસાના દરે વસૂલાત કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં વધારે ભરાયેલ બિનખેતી આકારની રકમ પરત આપવાની રહેશે નહીં. પરંતુ તે વસૂલાતની રક્મ ત્યારપછીના મહેસૂલી વર્ષની બિનખેતી આકારની નિયમાનુસાર લેક્ષી ૨કમ સામે મજરે આપવાની રહેશે સરભર (ADJUST) કરવાની રહેશે.
ઉપર્યુક્ત સ્પષ્ટતાઓ ધ્યાને લઈને જરૂરી કાર્યવાહી કરવા અને આ સૂચનાઓ પોતાના તાબાના અધિકારીઓના ધ્યાને લાવવા આથી તમામ અધિકારીઓને વિનંતી કરવામાં આવે છે.
ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment