જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ- ૨૦૧૩ હેઠળ સંપાદિત જમીનની બજાર કિંમત નક્કી ક૨વા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, July 26, 2023

જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ- ૨૦૧૩ હેઠળ સંપાદિત જમીનની બજાર કિંમત નક્કી ક૨વા બાબત.

જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ- ૨૦૧૩ હેઠળ સંપાદિત જમીનની બજાર કિંમત નક્કી ક૨વા બાબત.

મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર, પરિપત્ર નં.એલ.એ.ક્યુ.- ૧૨૧૯-૧૮૫૮-ઘ. સચિવાલય, ગાંધીનગર.

સંદર્ભ:

(૧) મહેસૂલ વિભાગનો તા:૦૪.૦૪.૨૦૧૮નો ઠરાવ ક્રમાંક: એલએક્યુ-૨૨-૨૦૧૪-૫૪-ઘ.

(૨) મહેસૂલ વિભાગનો તા:૧૧:૦૯,૨૦૧૮નો ઠરાવ ક્રમાંક: એલએક્યુ-૨૦૧૮-૧૯૭૬-૫.

પરિપત્ર:

જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અર્ધનયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-૨૦૧૩ની કલમ-૨૬ થી 30માં વળત૨ સબંધી જોગવાઇ ક૨વામાં આવેલ છે તથા કલમ-૨૧માં થયેલ જોગવાઇઓ મુજબ કોઇપણ વિસ્તારમાં જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરતાં પહેલા કલેકટરએ ફરજિયાત પણે તેવા વિસ્તારમાં પ્રવર્તમાન બજારકિંમતના આધારે જમીનની બજારકિંમત સુધારવા અને અધતન કરવા માટેના તમામ પગલાં લેવાની પણ જોગવાઇ છે.

જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ- ૨૦૧૩ હેઠળ સંપાદિત જમીનની બજાર કિંમત નક્કી ક૨વા બાબત.


વધુમાં જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનઃવસવાટ અધિનિયમમાં વાજબી વળત૨ અને પારદર્શકતા અધિકા૨ અનિયમ-૨૦૧૩માં ગુજરાત સુધા૨ો-૨૦૧૬ ની કલમ-૨૩(ક)થી જમીન સંપાદનના કેસોમાં સંમતિ એવોર્ડ જાહેર કરી કબજા લેવાની જોગવાઇ અમલમાં મુકવામાં આવેલ છે. ગુજરાત સુધારા-૨૦૧૬ ની કલમ-૨૩(ક)ની જોગવાઇઓ ધ્યાને લઇ, સંદર્ભ:(૧) આગળ દર્શાવેલ તા.૦૪/૦૪/૨૦૧૮ના ઠરાવથી સંમતિ એવોર્ડ કેવી રીતે જાહે૨ ક૨વા તેની જોગવાઇ કરવામાં આવેલ છે. સદરહુ ઠરાવમાં થયેલ જોગવાઇઓ મુજબ સંમતિ એવોર્ડના કિસ્સાઓમાં બજાર કિંમત ઉ૫૨ ૨૫% વધારાનું વળતર પ્રોત્સાહક રકમ તરીકે આપવાની જોગવાઇ ક૨વામાં આવેલ છે. વધુમાં આ ઠરાવમાં જમીન સંપાદન અનિમય-૨૦૧૩ની કલમ ૨૬ની જોગવાઇઓ ધ્યાને લઇને જ બજારકિંમત નક્કી કરવા તથા વળતર નક્કી ક૨વામાં કોઇ અતિશયોક્તિ ન થાય તેવી જોગવાઇ કરેલ છે. વધુમાં સંદર્ભ: (૨) આગળ દર્શાવેલ ઠરાવથી સંતિ એવોર્ડના કિસ્સામાં જંત્રી કિંમત-૨૦૧૧ને "Indexation Formula" લાગું પાડીને વળતરની રકમ નક્કી કરવાની સુચના આપવામાં આવેલ છે. આમ છતા, કેટલીક સંપાદક સંસ્થાઓ જમીન સંપાદન અધિનિયમ- ૨૦૧૩ની કલમ-૨૬ થી 30માં થયેલ વળતર સંબંધી જોગવાઇઓ તથા તા:૦૪,૦૪,૨૦૧૮ના ઠરાવની જોગવાઇઓની ઉપરવટ જઇ ખેડૂત ખાતેદારો સાથે ખાનગી વાટાઘાટો કરી સંસ્કૃત કિંમતો નક્કી કરતી હોવાનું અત્રેના ધ્યાને આવેલ છે. જે ઘણી ગંભીર બાબત છે.

જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ ની કલમ-૬ થી 30 હેઠળ જે વળત૨ શબંધી જોગવાઇઓ કરવામાં આવેલ છે. તે મુજબનો જ એવોર્ડ સંમતિ એવોર્ડમાં જાહેર કરવાનો થાય છે. ફકત બજાર કિંમત ઉપ૨ ૨૫% વધારાની રકમ સંસ્કૃત એવોર્ડમાં ચૂકવી આપવાની થાય છે. આથી, સંતિ એવોર્ડના કિસ્સાઓમાં બજાર કિંમત નક્કી કરતાં સમયે જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ની કલમ-૬ માં ક૨વામાં આવેલ જોગવાઇ મુજબ જ બજાર કિંમત નક્કી થાય. તેનો ચુસ્તપણે અમલ કરવા તમામ કલેકટરશ્રીઓને જણાવવામાં આવે છે. આમ છતાં આ જોગવાઇઓનો ભંગ થયેલ જણાશે તો ભંગ ક૨ના૨ અધિકારીશ્રીની અંગત જવાબદારી રહેશે. ગુજરાતના રાજ્યપાલશ્રીના નામે અને તેમના હુકમથી,

No comments: