ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનોના નિકાલ બાબત લાગુ જમીન આપવા બાબત.
ઠરાવ - ક્રમાંક જમન-૩૯૯૭-ર૦૯૮-મ. તા.રપ-૯-૯૭.
સંંદર્ભ. - મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક જમન-૩૯૮૮-૩ર૯૦-(૧) મ. તા.૧પ-ર-૮૯.
પરિપત્ર -
સરકારશ્રીના મહેસુલ વિભાગના તારીખ:-૦૧-૦૩-૧૯૬૦ ના ઠરાવની જોગવાઈ તથા ત્યારબાદ સંદર્ભમાં દર્શાવેલ તા.૧૫-૦૨-૮૯ ના સંકલીત ઠરાવની જોગવાઇ મુજબ સરકારી ખરાબાની વાવેતર લાયક પડતર જમીન સાંંથળીયમાં લેન્ડ કચેરી ભરીને અગ્ર્ર્રતા ક્રમાંનુસાર આપવામાં આવે છે, પરંતુ સાંથળીમાં અપાયેલ ન હોય તેવી સરકારી ખરાબાની વાવેતર લાયક જમીનો ખેતીના હેતુ માટે જે તેના નાના કદના અથવા ઢંગઢડા વગરના આકા૨ અથવા તેના સ્થાનના કારણે જે પડતર હોય અને ટુકડા પ્રકારની હોય અને તેને કુલ ક્ષેેેેેેત્રફળ મુંબઈ જમીનના ટુકડા પડતા અટકાવવા તથા ખાતાના એકત્રીકરણ અંગેના અધિનિયમ-૧૯૪૭ દર્શાવેલ ધોરણસરના ક્ષેેેેેત્રફળ કરતાં ઓછા હોય તેવી જમીનનો સ્વતંત્ર અને નિકાલ થઈ શકે તેમ ન હોવાથી બાજુના ખાતેદાર તરફથી લાગુ તરીકે આપવાની માંગની કરેતો કાર્યવાહી કરવાની વિચારણા કરવાની થાય છે.
આ બાબત અંગે સરકારશ્રીના ધ્યાને આવેલ છે કે લાગુ તરીકે આપવામાં આવેલી જમીનીમાં આ બાબતો ધ્યાને લેવામાં આવેલી નથી. મોટા ક્ષેેેેેેત્રફળ વાળી ખરાબાની જમીનમાંથી ખોટું અર્થધટન કરીને નીતિ વિરુધ્ધની જમીનોની મંજુરીઓ માપવામાં આવેલી છે. જે અંગે ખેતી માટે લાગુ જમીન આપતાં પહેલાં નીચે મુજબની માર્ગદર્શક સૂચનાઓ ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી કરવા બધાં કલેકટરશ્રીઓ જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓને વિનંતી કરવામાં આવે છે.
(૧). ખેતીના હેતુ માટે સરકારી ખરાબાની પડતર જમીનો જે તેમના નાના કદ, અથવા ઢંગઢડા વગરના આકાર અથવા તેના સ્થાનના કારણો જે પડતર રહેતી હૉય અને તેનું કુલ ક્ષેેત્રફળ ટુકડા પડતા અધિનિયમ ૧૯૪૭ માં નકકી કરેલ પ્રમાણથી ઓછું હોય તેવી જમીનો જ ખેતી માં લાગુ આપવા માટે વિચારણામાં લેવી.
(૨). આ ટુકડા પ્રકારની સરકારી ખરાબાની પડતર જમીન એટલે કે જીરા જમીન એકર બે કરતાં ઓછીં હોય અને બાગાયત જમીન એટલે એક એકર કરતાં ઓછી જમીન હોય તેના ક્ષેેેેેેત્રફળવાળા સર્વે નંબરની પડતર જીમ નિકાલ કરવાની કાર્યવાહી કરવી.
(3). આવી ટુકટા પ્રકારની જમીન કે તેની બાજુની જમીનનો માલીક જેતે હોય અને બીજા કોઈને લાગુ ન હોય તોજ અને તે રાખવા માંગે તો તેના ખાતાની પોષક્ષમતા ક્ષેેેેેેત્રથી વધે નહી તે રીતે ચાલુ બજાર કિંમત મંજુર કરવી અને તેમ ન હૉય તૉ માંગણીદારોની પ્રાયોરીટી, ગુણવતા ક્રમાંક આજુબાજુના ખાતેદારને સાંભળીને ગુણદોષ મુજબ નિકાલ કરવા.
(૪). લાગુ તરીકે જમીનનો નિકાલ કરતાં પહેલાં સરકારશ્રીનાં મહેસુલ વિભાગ તા. ૧-૩-૬૦ ના ઠરાવ તથા તા. ૧૫-૨-૮૯ ના ઠરાવ મુજબ પ્રાયોરીટી નકકી કરીને તેના મુજબ નિકાલ થઈ શકે છે. જેથી ઉકત ઠરાવની જાગવાઇ અવશ્ય અનુસરવી સીધેસીધી જમીન આપવી નહીં, પરંતુ પ્રથમ માંગની કરેલી જમીન જે ટુકડા પ્રકારની છે કે કેમ ? તેની સ્થાનિકે ખાતરી કર્યાં બાદ જે પુરવણી. લીસ્ટે. લઈને ઠરાવનો નીતિ મુજબ નિકાલ કરવો.
(૮). સામાન્ય રીતે કુટુંબની એક જે વ્યકિતને નિયમોનુસાર આ પ્રકારની લાગુ જમીન આપવી પરંતુ અગાઉથી જમીનના ખાતા અલગ કરાવી લઇને એક કુુુુુુુટુંબના બે કે ત્રણ સભ્યો હોય તો તેેેેઓને જમીન લાગુ આપી જોઇએ નહી.
(૯). રેલવે લાઇન પસાર થતી હોય તેને અડીને આવેલી જમીન મોટા તળાવ કે ડેમને અડીને આવતી જમીન કે નદી કાંઠાની નદી તળને અડીને આવતી જમીન ખેતી માટે લાગુુ તરીકે આપવી જોઇએ નહી તેમજ લાગુ જમીન આપવાથી ગ્રામ્ય રસ્તા તથા ખાતેેેેેદારોના હલાણ બંધ થાય તેમ હોય તો પણ નિકાલ કરવો નહી.
(૧૦) લાગુ તરીકે જમીન આપતી વખતે ગામે પાંચસાલી વેચાણના પત્રકો તથા જમીનની પંચકયાસ મુજબની બજાર કિંમત મુકરર કરાવીને જે મહત્ત્વ કિંમત હોય તે ધ્યાને લઈને જ તેના મુજબ કબજા કિંમત વસુલ કર્યાં બાદ જમીનનો નિકાલ કરવો.
ઠરાવ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનોના નિકાલ બાબત લાગુ જમીન આપવા બાબત.
No comments:
Post a Comment