વણનોંધાયેલ (અનરજીસ્ટર્ડ) સ્થાવર મિલકતના દસ્તાવેજો આધારે હકક પત્રકમાં નોંધ પાડવા તથા તેવી નોંધો પ્રમાણિત કરવા અંગે.
જયભારત સાથે ઉપરોકત વિષય પરત્વે આપનું તાકીદનું અંગત લક્ષ દોરતા જણાવવાનું કે ઉપરોકતસંદર્ભના માન.સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ સાહેબશ્રી, ગાંધીનગરના તા.૨૮ ૨૧૩નો પત્ર કે જે માનનીય મહેરબાન કલેકટર સાહેબશ્રીને ઉદબોધીને લખાયેલ છે (ઝેરોક્ષ નકલ સામેલ છે.) અને અગેને તેની નકલ આપેલ છે. તે પરત્વે રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૧૭ હેઠળ સ્થાવર મિલક્તની તબદીલીના (નામફેરના) વ્યવહારના દસ્તાવેજો ફરજીયાત નોંધણીને પાત્ર હોય તેમાં યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપરીને સબરજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટર કરાવવો ફરજીયાત છે. અને તેના આધારે જ હકકપત્રમાં ફેરફાર નોંધ પડી શકે છે.
મૃત્યુ પછીની વારસાઈ સિવાયની સ્થાવર મિલકતની તબદીલી (નામફેરના) ના કિસ્સામાં ૧૦૦ રૂ।. ના સ્ટેમ્પ ઉપર નું એકઝીક્રયુટીવ મેજીસ્ટ્રેટ શ્રી રૂબરૂનું એફીડેવીટ કે નોટરાઈઝડ કરાવીને કકત તેના આધારે ફેરફાર નોંધ પડી ના શકે. હકક કમીના કિસ્સા સહિત સ્થાવર મિલકતની તમામ તબદીલીઓમાં વસુલ લેવા પાત્ર ડયટીનો દસ્તાવેજ કરાવીને તેનું રજીસ્ટ્રેશન સબરજીસ્ટ્રર કચેરીમાં કરાવવું ફરજીયાત છે. અને તે પછી જ હકક પત્રકમાં તેની નોંધ પાડવાની કાર્યવાહી કરવાની રહેશે. મૃત્યુ પછીની વારસાઈને આ બાબત લાગુ પડશે નહિ. હયાતીમાં થતી કૌટુંબિક વહેંચણી હકક કી વિગેરે તમામ તબદીલીઓમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. (કલમ-૧૩ હેઠળ) તા.૧૨/૩/૨૦૧૩ ની ગાંધીનગર ખાતેની મીટીંગમાં પણ આ અંગે વિશદ ચર્ચા થયેલ છે. અને તે અંગે ચુસ્તતાથી અમલવારી કરવા જણાવેલ છે. જે સબબ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રીઓ હકપત્રકમાં ફેરફાર નોંધ પાડનાર મંજુર કરનાર તમામ કર્મચારીશ્રીઓ સહિત તમામ સ્ટાફને આ અંગેની જાણ આશા અચૂક આપવાની રહેશે. ઉકત સંદર્ભના તા.૨૮/૨/૧૩ના પત્રની ઝેરોક્ષ નકલ તથા રજીસ્ટ્રેશન-અધિનિયમ-૧૯૦૮ની ક્લમ-૧૭ ની વિગતોની ઝેરોક્ષ આ સાથે સામેલ છે.
No comments:
Post a Comment