વર્ષો અગાઉ મામૂલી રકમની તગાવીની રકમ મેળવીને સમયસર ચૂકવણી ન કરવાની આટલી મોટી સજા?
શ્રી સરકાર થયેલી જમીન માટે નવી રિ-ગ્રાન્ટ પોલિસી સામે ગણગણાટ
રી-ગ્રાન્ટ પોલિસી સામે ગણગણાટ શું છે?
(૧) તગાવી જેવી સાવ મામૂલી રકમ માટે ખેડૂતની જમીન શ્રી સરકાર શા માટે
(૨) જમીનનો કબજો તો ખેડૂત પાસેજ છે તો શહેરી વિસ્તારમાં આવી ગયેલી આવી જમીનો પરત કરવાનો ઇન્કાર શા માટેત
(૩) ખેડૂતના કબજામાં જ બોલતી સરકાર તરફે ગોલી ગ્રામ્યની આવી જમીનો પરત આપવામાં જંત્રીની કિંમતની વસૂલાત કેમ?
(૪) જમીન કબજો પોતાની પાસે હોવા છતાં જંત્રી કિંમત ચૂકવી સરકાર પાસેથી પરત મેળવ્યા બાદ તે જમીનનું વેચાણ, તબદીલી કે બિનખેતી કેમ ન થઈ શકે?
રાજ્ય સરકારે જમીન રિ-ગ્રાન્ટ માટે જાહેર કરેલી પોલિસીમાં વર્ષો અગાઉ સરકારના બાકી લેણાં પેટે શ્રી સરકાર થયેલી ખેડૂત ખાતેદારની જમીન તેના મૂળ માલિક કે તેના વારસદારોને પરત આપવા મૂકેલી આકરી શઓ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકારે તેની આ નવી સુધારેલી રિ–ગ્રાન્ટ પોલિસીમાં શહેરી વિસ્તારો કે તેની ૫-૧૦ કિ.મી. ની ત્રિજ્યામાં આવેલી આવી જમીનો પરત કરવાનો ઈનકાર કર્યો છે. ઉપરાંત, તે સિવાયની આવી જમીનો પરત કરવા માટે પ્રવર્તમાન જંત્રીની કિંમત વસૂલવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકાર સામે ચર્ચા ઊભી થઈછે. વાસ્તવમાં આ જમીનો તો જે-તે ખેડૂત કે તેના વારસદારોના જ બજામાં છે. સરકારે તો માત્ર ખેડૂત પાસેથી તેના જમીન મહેસૂલ કે તગાવી લેણાની વસૂલાત માટે તેમની જમીનમાં બોજો નાખીને તેને શ્રી સરકાર (સરકાર તરફ) કરી છે. તેવી જમીનો તેના મૂળ માલિક કે વારસદારને પરત કરવા સરકારે મૂકેલી શરતો વિવાદનું કેન્દ્ર બની છે.
ખેડૂત દ્વારા પોતાની જમીનો તારણ તરીકે મૂકીને સરકાર કે નાળાકીય સંસ્થાઓ પાસેથી સાવ ઓછી. મ તંગાવી તરીકે મેળવતી હોય છે. સમયસર તેની પરત ચૂકવણી ન થતાં તેવી જમીનની સરકાર દ્વારા હરાજી કરાવીને તેને પોતાની તરફેણમાં ખરીદીને તેને શ્રી સરકાર (પોતાની તરફેણમાં) બતાવી દેવાય છે. જોકે, તેની વાસ્તવિક સ્થિતિ એવી હોય છે કે આવી જમીની તેના મૂળ ખેડૂત પાસે જ હોય છે. તેના ઉપર તે ખેડૂત કે તેના વારસદારો જ ખેતી કરતાં હોય છે પણ, આવી જમીનો સરકારના ચોપડે શ્રી- સરકાર તરીકે બોલતી હોય છે.
વર્ષો કે દાયકાઓ બાદ જ્યારે તે મૂળ ખેડૂત કે તેના વારસદારોને તેમની જમીન શ્રી સરકાર થઈ હોવાની જાણ થાય છે. ત્યારે તેઓ સરકાર પાસેથી તે જમીનને પરત આપવાની માગણી કરે છે અર્થાત જમીન તો મૂળ ખેડૂત કે તેના વારસદાર પાસે જ છે માત્ર તે જમીનના કાગળોમાંથી શ્રી સરકાર શબ્દ કાઢવાની બાબત હોય છે. નવીનીતિમાં એમ કહેવાયું છે કે
(૧) કોઈ ખેડૂતની આવી શ્રી સરકાર થયેલી જમીન શહેરી વિસ્તાર કે પાલિકા વિસ્તારમાં આવી હોય કે પછી શહેરી વિસ્તારની ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં કે પાલિકા વિસ્તારની ૫ કિ.મી.ની ત્રિજ્યામાં આવી હશે અને ૨૫ વર્ષ બાદ તે મૂળ માલિક કે તેના વારસદારો નાશ તે જમીન પર મેળવવાની માગણી કરાશે તો તેવી જમીન તેમને પરત નહીં કરાય પણ કે જાહેર હેતુ માટે અનામત રખાશે, એનો અર્થ એ થયો કે, કોઈ ખેડૂતને પોતાની જમીન સરકાર તરફે થયાની જાણ ૨૫ વર્ષ બાદ થાય તો તેવી જમીનનો કબજો તે ખેડૂતની પાસે હોવા છતાં, તેને તેવી જમીન પરત નહીં મળી શકે!
(૨) આવી સરકાર તરફે (શ્રી સરકાર) થયેલી જમીન તેના મૂળ માલિક કે તેના વારસદાર પાસે હોવા છતાં જો, ૨૫ વર્ષ કે તે પછી તે પોતાની જમીન શ્રી-સરકારમાંથી પરત મેળવવા માગશે તો તેને તે જમીનની પ્રવર્તમાન જંત્રીની કિંમત ચૂકવવી પડશે.
(૩) ત્રીજી રાત છે કે, રી ગ્રાન્ટ બાદ તેના પ્રથમ પાંચ વર્ષ સુધી તે મૂળ માલિક તે જમીન વેચી નહીં શકે, તેની તબદીલી કે તેને બિનખેતી કરી નહીં શકે!
No comments:
Post a Comment