- ૧૨૫ ચો.મી. સુધીના મકાનના બાંધકામ માટે મંજૂરી લેવી નહીં.
- તમામ મ્યુનિ. કોર્પોરેશનો અને નગર પાલિકાઓમાં એકસરખી વિકાસ પરવાનગી પ્રક્રિયાના નિયમો લાગુ પડશે.
- વગર રજાચિઠ્ઠીએ ૧૨૫ ચો.મી.ના પ્લોટમાં બાંધકામ, TPમાં આપમેળે NA.
ગુજરાતના તમામ શહેરોમાં હવેથી ૧૨૫ ચોરસ મીટર સુધીના પ્લોટમાં વ્યક્તિગત મકાનનું બાંધકામ સ્થાનિક પાલિકા કે સત્તામંડળની રજાચિઠ્ઠી વગર થઈ શકશે. એટલુ જ નહી, રાજ્યના જે કોઈ શહેરમાં શહેરી વિકાસ વિભાગે ટાઉન પ્લાનિંગ સ્કિમને ફાઈનાલાઈઝ કરીને જાહેરનામા દ્વારા અમલમાં મુકી હોય તે TP- સ્કિમનો એરિયા આપોઆપ ખેતીમાંથી બિનખેતી એટલે કે NAમાં રૂપાંતરિત થઈ જશે ! શહેરી વિકાસ અને મહેસૂલી વિભાગના નિયમોના સરળીકરણની દિશામાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હોવાનુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ હતુ. હાલમાં, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, તેને સંલગ્ન શહેરી વિકાસ સત્તામંડળો અને નગપાલિકાઓમાં બાંધકામ મંજૂરી માટે અલગ અલગ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન- GDCR અમલમાં છે. તેમાં એકસુત્રતા લાવવા સરકાર ૮ મહાનગરપાલિકા અને વર્ગ- અની ૧૪ પાલિકાઓમાં એકસમાન ઘોરણે બાંધકામ પરમીટની પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે ‘‘મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ બાકીની ૧૧૦ પાલિકાઓને પણ આ પ્રકારના સમાન ધોરણો લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આથી, તમામ પાલિકાઓમાં હવેથી સમાન અરજી ફોર્મ, બાંધકામની વ્યાખ્યા, એન્જિનિયર- આર્કિટેક્ટ માટેના સમાન લાયસન્સ ફોર્મ, બાંધકામ પ્લાન રજૂ કરવાનુ સમાન ફોર્મ વગેરે લાગુ થશે”
બાંધકામ કરો, BU પરમિશન વખતે ચકાસણી
૧૨૫ ચોરસ મીટર સુધીના વ્યક્તિગત પ્લોટ (એટલે ડેવલપર્સના પ્લોટ નહીં)મા બાંધકામ માટે અરજદારે સ્થાનિક પાલિકા કે સત્તામડળે અધિકૃત કરેલા આર્કિટેક્ટ એન્જિનિયર પાસેથી પ્લાન બનાવી, મંજુર કરાવીને તેના એફિડેવિટની બે નકલો સ્થાનિક પાલિકા કે સત્તામંડળને સોંપવાની રહેશે. આ નલ સબમિટ કર્યા બાદ તેમાં દર્શાવ્યા પછી અરજદાર પોતાના પ્લોટમાં બાંધકામ કરી શકશે. બાંધકામ પુર્ણ થયા બાદ તેના બિલ્ડીંગ યુઝિંગ- BU પરમિશન મેળવવાનો આવે ત્યારે સ્થાનિક સત્તામંડળ કે પાલિકા દ્વારા નિયમો મુજબ બાંધકામ થયુ છે કે કેમ તેની ચકાસણી કરીને બાંધકામના વપરાશ માટેની પરમીશન આપવામાં આવશે. જો કોઈ અરજદાર કે આર્કિટેક્ટ કે પછી એન્જિનિયર નિયમનો ભંગ કરીને બાંધકામ કરશે તેની સામે ફાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે.
No comments:
Post a Comment