એક જ મિલકતના બે વેચાણ ખતો પૈકી અગાઉની તારીખનો વેચાણ ખત સાચો હોવાનું અનુમાન થઈ શકે નહીં.
જ્યારે કોઈ એક જ મિલકતની બાબતમાં બે અલગ- અલગ વેચાણ ખત થયા હોય તથા તેવા વેચાણ ખતના આધારે મિલકતનો કબજો મેળવવા દાવો કરવામાં આવેલ હોય તો કોર્ટ એવો અભિપ્રાય આપી શકે નહો કે જે વ્યક્તિ અગાઉની તારીખનું વેચાણ ખત ધરાવતી હોય તેનો કબજો ગણાય. આવા સંજોગોમાં જે તે કેસમાં આમ થવાનું કારણ તથા અન્ય હકીકતોને ધ્યાને લઈ કબજા બાબતનો નિર્ણય કરવો જોઈએ. તેવો સિદ્ધાંત નામદાર ગુજરાત હાઈકોર્ટે કાંતાબેન ચંદુલાલ શાહ વિ. ગભુબેન તે ઉમેદજીની વિધવા, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. ૨૦૩/૨૦૧૪ના કામે તા. ૨૭-૦૮-
૨૦૦૪ના રોજ કરેલ હુકમમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે. હાલના એપેલન્ટ અને મૂળ વાદીનો દાવો એવો છે કે, તેણીએ તા. ૨૫-૦૭-૨૦૦૨ના રોજથી
રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદ કરેલ છે તેમજ આ જમીન ગાપત્રી પા સરકારી કર્મચાર કો.ઓ, હાઉસિંગ સોસાયટી લિ. સોસાયટીએ તા. ૧૬-૦૭-૧૯૯૯ના રોજ વેચાણ દસ્તાવેજથી પાવર ઑફ એટર્ની મારફત લખાણ કરેલ છે અને મજકુર સોસાયટીએ તેવો કોઈ પાવર ઑફ એટની ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરેલ નથી. તેમજ વેચાણની પરવાનગી માટે તા. ૨૯-૦૩-૧૯૯૯ના રોજ અરજી કરવામાં આવેલ અને ગણોતધારાની કલમ-૬૩માં પરમિશ ગ્રાન્ટ કરવામાં આવેલ જે હુકમમાં શરત નં.૧ મુજબ આ હુકમની તારીખથી ૬ મહિનાની મુદતમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ થવો જરૂરી તેવી શરત હતી. જ્યારે વેચાણ દસ્તાવેજ તા. ૧૬-૦૭-૧૯૯૯ના રોજ યાને પરવાનગી હુકમ પહેલા જ કરી દેવામાં આવેલ.
આથી પ્રાથમિક તબક્કે સ્પષ્ટતા થાય છે કે, વેચાણ દસ્તાવેજ તા. ૧૬-૦૭-૧૯૯૯ના રોજ થયેલ તેમજ વેચાણ પરવાનગી હુકમ તા. ૨૪-૦૭-૧૯૯૯ના રોજના થયેલ હોવાથી વેચાણ દસ્તાવેજ મૂળથી જ ગેરકાયદેસર હોવાની રજૂઆત થયેલ.
આથી નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે ટ્રાયલ કોર્ટે તા. ૨૫-૦૭-૨૦૦૨ અને તા. ૧૬-૦૭-૧૯૯૯ના રોજના બંને વેચાણ દસ્તાવેજોની તુલના કરીને કરેલ હુકમ યોગ્ય છે કે, તેમજ આ બંને દસ્તાવેજોના આધારે કોનો કબજો છે તેનો નિર્ણય કરેલ તે યોગ્ય છે કે કેમ ? પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના મત મુજબ પાવર ઑફ એટર્ની આધારે થયેલ વેચાણ દસ્તાવેજ કે જેની નકલ રેકર્ડ ઉપર મોજૂદ નથી અને માત્ર તેવો વેચાણ દસ્તાવેજ પ્રથમ થયેલો હોવાના એકમાત્ર કારણ તેઓનો કબજો હોવાનું માનીને ગંભીર ભૂલ કરવામાં આવેલ છે અને પરવાનગી હુકમ બાદ થયેલ તા. ૨૫-૦૭-૨૦૦૨ના રોજનો વેચાણ દસ્તાવેજ પાછળથી થયેલ હોવાથી તેઓનો કબજો નથી તેવો આધાર લઈ શકાય નહીં.
જ્યારે કોઈ એક જ મિલકતની બાબતમાં બે અલગ અલગ વેચાણ ખત થયા હોય તથા તેવા વેચાણ ખતના આધારે મિલકતનો કબજો મેળવવા દાવો કરવામાં આવેલ હોય તો કોર્ટ એવો અભિપ્રાય આપી શકે નહી કે જે વ્યકિત અગાઉની તારીખનું વેચાણ ખત ધરાવતી હોય તેનો બી ગણાય. આવા સંજોગોમાં જે તે કેસમાં આમ થવાનું કારણ તથા અન્ય હકીકતોને ધ્યાને લઈ કબજા બાબતનો નિર્ણય કરવો જોઈએ.
વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, ધી ગુજરાત ડિસ્ટર્બ એરિયા ટ્રાન્સફર એક્ટ અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર આધારે આ જમીન ડિસ્ટર્બ એરિયાઝમાં આવતી હોવાથી અને વેચાણ દસ્તાવેજ તા. ૧૬-૦૭-૧૯૯૯ના રોજ થયેલ હોવાથી અને ડેપ્યુટી કલેક્ટરે આ જમીન ડિસ્ટર્બ એરિયાઝમાં આવતી હોવાથી વેચાણ પરવાનગી આપવા તા. ૦૭-૦૭-૧૯૯૯ના રોજ કરેલ હુકમ આધારે સામાવાળા નં. ૭ વિવાદિત જમીનના કબજામાં હોવાનું અનુમાન થઈ શકે નહીં અને તેવા હુકમનો લાભ મળી શકે નહીં. આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલની અપીલ મંજૂર કરેલ અને ટ્રાયલ કોર્ટે તા.૨૭-૦૭- ૨૦૦૪ ના રોજના હુકમથી આંક-૫ની અરજી નામંજૂર કરવા અંગે કરેલ હુકમ રદ જાહેર કરેલ અના આંક-૫માં માંગવામાં આવેલ દાદ મુજબ આંક-૫ની અરજી મંજૂર કરવામાં આવેલ.
ઉપરોક્ત કેસ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, જ્યારે કોઈ એક જ મિલકતની બાબતમાં બે અલગ- અલગ વેચાણ ખત થયા હોય તથા તેવા વેચાણ ખતના આધારે મિલકતનો કબજો મેળવવા દાવો કરવામાં આવેલ હોય, તો કોર્ટ એવો અભિપ્રાય આવી શકે નહીં કે જે વ્યક્તિ અગાઉની તારીખ વેચાણ ખત ધરાવતી હોય તેનો કબજો ગણાય. આવા સંજોગોમાં જે તે કેસમાં આમ થવાનું કારણ તથા અન્ય હકીકતોને ધ્યાને લઈ કબજા બાબતનો નિર્ણય કરવો જોઈએ.
No comments:
Post a Comment