અશાંતધારાના નિયમમાં મહત્વના કેવા સુધારા થયા છે?
મિલકત તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? તે સ્પષ્ટતા થવું જરૂરી છે. તમારી જમીન, તમારી મિલકત
> નિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)
ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ ૨૦૧૯ મુજબકેટલાક મહત્વના સુધારા થયેલા છે. સને ૧૯૯૧ ના મુખ્ય ગુજરાતના અશાંત વિસ્તાર અધિનિયમની કલમો બદલવા બાબતઃ
ક્લમઃ- “જ. સ્થાવર મિલકતની અમુક તબદિલીઓ રદબાતલ થવા બાબત. તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદામાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, પણ કલમ-૫ ની પેટા કલમ (૧) ને અધીન રહીને, નિર્દિષ્ટ મુદત દરમિયાન અશાંત વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતની કરેલી તમામ તબદિલીઓ, એવી તબદિલીની તારીખથી રદબાતલ થશે.”
મુખ્ય અધિનિયમમાં, કલમ-પ માં, પેટા-ક્લમ(૩)માં, ખંડો(ખ) અને(ગ)ને બદલે, નીચેના ખંડો મૂકેલા છેઃ
(ખ) ક્લેક્ટરે, એવી અરજી મળ્યેથી, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ થી ઠરાવેલી રીતે ઔપચારિક તપાસ યોજવી જોઈશે અને અરજદારને સુનાવણીની તક આપ્યા પછી અને રજૂ કરવામાં આવે તેવા કોઈ પુરાવાને વિચારણામાં લીધા પછી નક્કી કરવું જોઈશે કે -
(૧) સ્થાવર મિલકતની તબદિલી ક્લમ-૨ ના ખંડ(ચ) ની બોલીઓ હેઠળ કરવા ધાર્યું છે કે કેમ, (૨) તબદિલી કરાવવાનો અને તબદિલીથી લેવાનો, ઈરાદો ધરાવતી વ્યકિતઓની મુક્ત સંમતિ છે કે કેમ? (૩) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકતની તબદિલીની કિંમત વાજબી છે કે કેમ, (૪) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં વસતી જુદા જુદા સમુદાયની વ્યક્તિઓનું જનસંખ્યા વિષયક સંતુલન ખોરવતા સમુદાયને લગતા વ્યક્તિઓના ધ્રુવીકરણની શક્યતા છે કે કેમ, (૫) તબદિલી કરવા ધારેલી સ્થાવર મિલકત જે વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારમાં એક સમુદાયને લગતા વ્યક્તિઓના સમૂહમાં અંધાધૂંધી ફેલાવવાની શક્યતા છે કે કેમ અને તદનુસાર, (ક) અરજીનો અસ્વીકાર કરી શકશે, અથવા (ખ) સ્થાવર મિલકતની કરવા ધારેલી તબદિલીને, લેખિતમાં પૂર્વમંજુરી આપનો હુકમ કરી શકશે. (ગ) ક્લેકટર, પેટા-કલમ(૨) હેઠળ કરેલી અરજીનો, તે અરજી મળ્યા તારીખથી મુખ્યત્વે ત્રણ મહિનાની મુદતની અંદર નિર્ણય કરવો જોઈશે, પરંતુ કલેક્ટર, સદરહુ મુદ્તને લંબાવવા માટેના આવશ્યક કારણોની નોંધ કરીને સદરહુ મુદત લંબાવી શકશે. મુખ્ય અધિનિયમમાં કલમ-પ૫ ને બદલે, નીચેની કલમ મૂકેલી છે.
ક્લમઃ ‘પ-ક. રદબાતલ કર્યાના હુકમ હેઠળ લાભ મેળવે હોય તેવા તબદિલીથી લેનાર અને તબદિલી કરનારની જવાબદારીઃ (૧) (5) કલમ-૪ હેઠળ સ્થાવર મિલકતની તબદિલી રદબાતલ હોય, ત્યારે આવી તબદિલી માટે જેણે કોઈ અવેજ લીધો હોય તેવા તબદિલી કરનારે-
(૧) આવી તબદિલી, ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદિલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) અધિનિયમ, ૨૦૧૯ ના આરંભની તારીખ પહેલાં કરી હોય, (૨) આવી તબદિલી, આવા આરંભની તારીખ પછી કરી હોય, ત્યારે આવી તબદિલીથી લેનારને તારીખથી છ મહિનાની અંદર, - તબદિલીથી લેનારને અવેજ પરત કરવો જોઈશે. (ખ) જેની પાસે એવી સ્થાવર મિલકતનો કબજો હોય તેવા તબદિલીથી લેનાર અથવા તબદિલીથી લેનાર વતી બીજી કોઈ વ્યક્તિએ (જેનો આ કલમમાં હવે પછી, ‘એજન્ટ તરીકે ઉલ્લેખ કર્યો છે તેણે) છ મહિનાની સદરહુ મુદતની અંદર, તબદિલી કરનારને મિલકતનો કબજો પરત આપવો જોઈશે.
No comments:
Post a Comment