વકફ કાયદાનું અમલીકરણ કરવા,કાયદો તોડનાર ઉપર કાયદાકીય પગલાં ભરવા, વકફ કાયદાની સરકારી સંલગ્ન વિભાગોમાં જાગૃતિ લાવવા ગુજરાત નાગરિક અધિકાર મંચ ધ્વારા રજૂઆત.
લોકોએ વકફ પ્રોપર્ટી એક્ટ ૨૦૧૩ અંગે જાગ્રત થવાની જરૂર છે.
અંગ્રેજોએ મુસ્લિમોને ખુશ કરવા ૧૯૨૧માં વકફ બોર્ડ બનાવ્યું હતું. ત્યારબાદ ૧૯૫૬ અને ૧૯૯૫માં આ કાયદામાં સંશોધન કરી તેને શક્તિશાળી બનાવવામાં આવ્યો. એમાં પણ સંસદમાં ૨૦૧૩માં વકફ બોર્ડ પ્રોપર્ટી એક્ટ પારિત કરી વકફ બોર્ડને અનિયંત્રિત સત્તા આપી દેવાઈ. આ કાયદાની એક જોગવાઈ ધારા ૪૦ ખૂબ જ ખતરનાક છે. આ ધારા મુજબ બોર્ડના કોઈપણ બે લોકો ઇચ્છે તો દેશભરમાં કોઈની પણ સંપત્તિ પર દાવો કરી શકે છે. છેલ્લા એક દાયકાથી આ ધારાને હાથો બનાવી વકફ બોર્ડ સરકારી જમીનોને પોતાના કબજામાં લઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ (ઈલાહાબાદ) ચન્દ્રશેખર આઝાદ અલ્ફ્રેડ પાર્કમાં કોરોનાકાળ દરમિયાન મસ્જિદ અને મઝાર બાંધી દેવાઈ અને વકફ બોર્ડેં આ જમીન પર પોતાનો દાવો ઠોકી દીધો છે. દિલ્હીના સંજય ગાંધી ઉદ્યાનમાં પણ મઝાર બાંધી દઈ વકફ બોર્ડેં તેના પર દાવો ઠોકી દીધો છે ત્યારે આર્ટિકલ ૩૫ બાદ લોકોએ વકફ પ્રોપર્ટી એક્ટ ૨૦૧૩ને લઈને જાગૃત થવાની જરૂર છે. તેવું પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ કહે છે.
ગેરકાયદેસર સંપત્તિને કાયદેસર બનાવે છે આ કાયદો : હરિશંકર જૈન.
સુપ્રસિદ્ધ વકીલ હરિશંકર જૈનના કહેવા પ્રમાણે વકફ કાયદાની કલમ ૪, ૫ અને ૩૬ મુજબ વકફ બોર્ડ કોઈપણ સંપત્તિને વકફની સંપત્તિ ઘોષિત કરી શકે છે. પછી ભલેને તે ગેરકાયદેસર કેમ ન હોય. આ જ કારણે કોઈપણ ગેરકાયદેસર રીતે બાંધી દેવાયેલ મસ્જિદ, મજાર ખૂબ જ સરળતાથી કાયદેસર બની જાય છે. વકફ એક્ટ ૧૯૯૫ની કલમ ૪૦ મુજબ કોઈપણ વ્યક્તિ વકફ બોર્ડને એક અરજી કરી પોતાની સંપત્તિ બોર્ડને આપી શકે છે. જો કોઈ કારણસર તે સંપત્તિ બોર્ડમાં નોંધાતી નથી તો પણ ૫૦ વર્ષ બાદ તે સંપત્તિ આપોઆપ વકફની થઈ જાય છે. આ જ કારણે ગેરકાયદેસર બાંધી દેવાયેલી સેંકડો મજારો અને મસ્જિદો વકફની સંપત્તિ બની ગઈ છે. ગેરકાયદેસર હોવાને કારણે આવી મસ્જિદો મજારો પાસે દસ્તાવેજો નથી હોતા માટે તેમના સંચાલક વકફ બોર્ડમાં અરજી કરી છોડી દે છે. બાકીનું કામ વકફ બોર્ડ સંભાળી લે છે અને આમ લેન્ડ જેહાદનો આ ખેલ વર્ષોથી ચાલતો આવ્યો છે.
વકફ કાયદાનું અમલીકરણ કરવા,કાયદો તોડનાર ઉપર કાયદાકીય પગલાં ભરવા, વકફ કાયદાની સરકારી સંલગ્ન વિભાગોમાં જાગૃતિ લાવવા ગુજરાત નાગરિક અધિકાર મંચ ધ્વારા રજૂઆત
વકફ કાયદાનું અમલીકરણ કરવા,કાયદો તોડનાર ઉપર કાયદાકીય પગલાં ભરવા, વકફ કાયદાની સરકારી સંલગ્ન વિભાગોમાં જાગૃતિ લાવવા ગુજરાત નાગરિક અધિકાર મંચ ધ્વારા રજૂઆત
(1) વકફ અધિનિયમ ૧૯૯૫ની (સુધારા) અધિનિયમ ૨૦૧૩ની કલમ ૮૫ દીવાની કોર્ટની હુકુમતોને બાધ્ય: આ અધિનિયમ અથવા તે હેઠળ ટ્રીબ્યુનલે નિર્ણય કરવાની જરૂરત હોય તેવી કોઇપણ વકફ,વકફ મિલકત અથવા બીજી બાબતને લગતી કોઇપણ તકરાર,વાંધો,અથવા બીજી બાબતના સબંધમાં સિવિલ કોર્ટ,રેવન્યુ કોર્ટ અને અન્ય સત્તાઓ માં કોઈ દાવો અથવા બીજી કાનૂની કાર્યવાહી માંડી શકાશે નહી.
(2) વકફ અધિનિયમ ૧૯૯૫ની (સુધારા) અધિનિયમ ૨૦૧૩ની કલમ ૪૦મિલકત વકફ મિલકત હોય તો તે અંગે નિર્ણય કરવા બાબત:(૧) બોર્ડ વકફ મિલકત હોવાનું માનવાને પોતાને કારણ હોય તેવી કોઇપણ મિલકત સંબંધી માહિતી એકઠી કરી શકશે અને અમુક મિલકત વકફ મિલકત છેકે નહી અથવા સુન્ની વકફ છેકે શિયા વકફ છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી પ્રશ્નોનો નિર્ણય કરી શકશે.તેમજ પેટા કલમ ૨,૩,૪ મુજબ.
(3) વકફ અધિનિયમ ૧૯૯૫ની (સુધારા) અધિનિયમ ૨૦૧૩ની કલમ ૪ પ્રાથમિક વકફ સર્વે :૧.રાજ્યમાં ઓકાફનો સર્વે કરવાના હેતુ માટે વકફ સર્વે કમિશ્નર અને જરૂરી હોય તેટલા વધારાના અથવા મદદનીશ વકફ સર્વે કમિશ્નરો નીમી શકશે.(૧-અ)દરેક રાજ્ય સરકારે પેટા કલમ (૧)માં દર્શાવેલ ઓકાફની યાદી નિભાવવી જોઇશેઅને જે વકફ સુધારા અધિનિયમ ૨૦૧૩ના પ્રારંભ (૨૦,સપ્ટેમ્બર ૨૦૧૩)થી એક વર્ષના સમયમાં પૂર્ણ કરવાનો રહેશે.પરંતુ જ્યાં વકફ માટેના સર્વે કમિશ્નરની નિયુક્તિ કરવામાં આવી ન હોય ત્યાં આ કાયદાના પ્રારંભથી ત્રણ માસમાં સમય નિયુક્તિ કરી દેવાની રહેશે.તેમજ પેટા કલમ ૨,૩(એ,બી,સી,ડી,ઈ,એફ),૪ (એ,બી,સી,ડી,ઈ,એફ), ૫ અને ૬ મુજબ.
વકફ અધિનિયમ માત્ર ૧૯૯૫ થી અમલમાં આવ્યો નથી.વકફ અધિનિયમ ૧૯૯૫ અમલમાં આવતા પેહલા(૧) બંગાલ વકફ એક્ટ ૧૯૩૪,(૨) બિહાર વકફ એક્ટ ૧૯૩૭,(૩) યુ.પી. વકફ એક્ટ ૧૯૫૦,(૪) વકફ એક્ટ ૧૯૫૪,(૫) દરગાહ હઝરત ખ્વાજા સાહેબ એક્ટ ૧૯૫૫ અમલમાં હતા.અને ભારતની સ્વતંત્રતા પહેલા પણ વકફ અંગેના કાયદાઓ તે સમય દેશમાં અમલમાં હતા.
સખાવતી (Charitable), ધાર્મિક, સાર્વજનિક સંસ્થાઓના નિયમન માટે મુંબઈ રાજ્યના સમયમાં આવા પ્રકારની સંસ્થાઓના નિયમન માટે પબ્લીક ટ્રસ્ટ એક્ટ - ૧૯૫૦ ઘડવામાં આવેલ, જે હવે ગુજરાત પબ્લીક ટ્રસ્ટના નામે ઓળખાય છે. રાજાશાહી વખતમાં પ્રગતિશીલ રાજ્યોમાં Religious and Endowment Act, અમલમાં હતો, જેમાં મોટા ભાગે દેવસ્થાન, ધાર્મિક સંસ્થાઓના વહીવટ પૂરતું સિમિત હતું.વર્ષ ૧૯૫૦ મા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ અમલમાં આવ્યું એટલે સમગ્ર ગુજરાતના તમામ ટ્રસ્ટો તે સમય બી.પી.ટી એક્ટ ૧૯૫૦ મુજબ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી (ચેરીટી કમિશ્નરશ્રી) ની કચેરી ખાતે નોંધવામાં આવતા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય અલગ થતા ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એકટ (જી.પી.ટી) એક્ટ મુજબ ગુજરાત રાજ્યમાં તમામ ટ્રસ્ટોની નોંધણી અને તેમનું વહીવટ તથા સંચાલન કરવામાં આવતું હતું. વર્ષ ૧૯૯૫ માં વકફ એક્ટ અમલમાં આવતા વર્ષ ૧૯૯૬ માં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની સ્થાપના થતા સમગ્ર રાજ્યમાંથી“બી” કેટેગરીમાં નોંધાયેલ એટલેકે મુસ્લિમ સમાજના લોકોના ટ્રસ્ટોને વર્ષ ૧૯૯૫ - ૯૬માં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે સમગ્ર અસલ રેકોર્ડ અને સાહિત્ય સાથે તબદીલ કરી દેવામાં આવેલ છે.
વર્ષ ૧૯૫૦ થી ૧૯૯૫-૯૬ સુધી મુસ્લિમ સમાજના લોકોના તમામ ધાર્મિક અને સખાવતી તેમજ શૈક્ષણીક ટ્રસ્ટોની નોંધણી બી.પી.ટી અથવા જી.પી.ટીએક્ટ મુજબ જાહેર ટ્રસ્ટોની નોંધણીની કચેરી ખાતે ચેરીટી કમિશ્નર સાહેબશ્રી દ્વારા નોંધવામાં આવતી હતી. જાહેર ટ્રસ્ટોના કાયદાની કલમ ૧૮ અને ૧૯ મુજબ જાહેર ટ્રસ્ટની નોંધણી કરવામાં આવે છે. કલમ ૧૮ પ્રમાણે નોંધણી અને કલમ ૧૯ પ્રમાણે નોંધણી માટેની તપાસ કરવામાં આવે છે. કોઈપણ નવી નોંધણી કરતા પહેલા ચેરીટી કમિશ્નર સાહેબશ્રી દ્વારા યોગ્ય તપાસ કાર્ય પછીજ જે તે સંસ્થા અને તેની મિલકતો આજે પણ નોંધવામાં આવે છે. ચેરીટી કમિશ્નર સાહેબશ્રીની કચેરી દરેક જીલ્લામાં હોય છે. જેથી જાહેર ટ્રસ્ટોની નોંધણી વર્ષોથી જીલ્લાવાર રીતે કરવામાં ચાલતી આવેલ છે. એટલેકે મુસ્લિમ સમાજના લોકોના જે ટ્રસ્ટો મસ્જીદો, મદ્રસાઓ, દરગાહો વિગરે આજે વકફ બોર્ડની કચેરી ખાતે ચાલી રહ્યા છે. તેમની નોંધણી વર્ષો સુધી જિલ્લાવાર રીતે યોગ્ય તપાસ કાર્ય પછી જે તે સમયના ચેરીટી કમિશ્નર સાહેબશ્રીઓ દ્વારા કરવામાં આવેલ છે.
આજની તારીખમાં સમગ્ર રાજ્યના અંદાજીત ૧૫૦૦૦ (પંદર હજાર) થી વધુ વકફ ટ્રસ્ટો ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે નોંધાયેલ છે. જેમાંથી મોટા ભાગના ટ્રસ્ટો ચેરીટીમાંથી તબદીલ થઈને આવેલ છે. વર્ષ ૧૯૯૬માં અંદાજીત ૧૦૦૦૦ (દસ હાજર) ટ્રસ્ટોને સમગ્ર રાજ્યના જુદા જુદા જીલ્લાઓની ચેરીટી કમિશ્નરની કચેરી તરફથી વકફ બોર્ડને મોકલી આપવામાં આવેલ છે. તો શું આ તમામ સંસ્થાઓને વર્તમાન વકફ બોર્ડ દ્વારા વકફ મિલકતો તરીકે જાહેર કરી છે?
વકફ અધિનિયમ ૧૯૯૫ અમલમાં આવતા વકફ કલમ ૩૬ મુજબ વકફ ટ્રસ્ટ નવી નોંધણી કરવામાં આવે છે. અને વકફ કલમ ૪૦ મુજબ કોઈપણ મિલકત વકફ મિલકત હોવા અંગેનું નિર્ણય કરવામાં આવે છે. અને જો વકફ કલમ ૪૦ મુજબ કોઈ મિલકતને વકફ બોર્ડ દ્વારા વકફ મિલકત જાહેર કરવામાં આવે તો તે નિર્ણય આખરી નિર્ણય થઇ જતોનથી.વકફ બોર્ડના નિર્ણયની સામે વકફ ટ્રીબ્યુનલમાં અપીલ કરી શકાય છે. ગુજરાત રાજ્યમાં વકફ ટ્રીબ્યુનલની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં તે સમયના માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રીમતી આનંદીબેનપટેલના સમયગાળા દરમિયાન જાહેરનામાં ક્રમાંક GK/29/2015/WAKF/102014/11/817/E થી તારીખ ૨૫/૦૭/૨૦૧૫ કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલની રચના થતા પહેલા વકફ ટ્રીબ્યુનલનો દરજ્જો જીલ્લા અદાલતને પ્રાપ્ત હતો. જ્યાં કોઈપણ પ્રકારના કોઈ ભેદભાવ વગર જીલ્લા ન્યાયાધીશ સાહેબશ્રીની નિમણુકો થતી આવેલ છે. અને તેઓ દ્વારા કેસો ચલાવ્વામાં આવતા હતા. તેમજ વકફ ટ્રીબ્યુનલમાં પણ ત્રણ સભ્યો હોય છે કોઈ એક વ્યક્તિ હોતા નથી. વકફ બોર્ડના કોઈપણ નિર્ણયને નામદાર વકફ ટ્રીબ્યુનલ સમક્ષ પડકાર્ય પછી જે ચુકાદો આવે તેને પણ નામદાર હાઈકોર્ટ સમક્ષ પડકારી શકાય છે. તેમજ વકફ અધિનિયમ ૧૯૯૫ મુજબ વકફ મિલકતોનું સર્વે કરવાની પણ વકફના કાયદામાં જોગવાઈ છે. અને માન. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સાહેબની સરકારના સમયગાળા દરમિયાન જાહેરનામાં ક્રમાંક GK/111/WAQF/102014/16/E થી તારીખ ૨૨/૧૨/૨૦૧૬ ના રોજ વકફ મિલકતોના સર્વે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સ્ટેટ અવકાફ સર્વે કમિશ્નર તરીકે સેટલમેન્ટ કમિશ્નર એન્ડ સુપ્રીનટેનડેંટ ઓફ લેન્ડ રેકોર્ડને સમગ્ર રાજ્ય માટે અને તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તેમની હુકુમતના વિસ્તાર માટે નિયુક્ત કરવામાં આવેલ છે. જેમના દ્વારા કરવામાં આવેલ સર્વે પણ ખુબજ મહત્વ રાખે છે. માટે કોઈપણ મિલકત ક્યારેપણ એમને એમ વકફ મિલકત જાહેર થઇ શકતીનથી.
રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૧૯૯૫-૯૬ થી આજદિન સુધી ગુજરાત રાજ્યના એક પણ સરકારી કર્મચારી કે અધિકારીને વકફના કાયદાની તાલીમ આપેલ નથી. જે સ્પષ્ટતા કાયદા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦ માં R.T.I ના જવાબમાં કરેલ છે. કાયદા વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી આધારે તારીખ ૫/૧૨/૨૦૨૦ ના રોજ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને વકફના કાયદાની તાલીમ આપવા અંગે ઉમ્રદરાજ ચસ્માવાલા ધ્વારા લેખિત રજૂઆત કરેલ હતી. પરંતુ આજદિન સુધી રાજ્ય સરકારશ્રી દ્વારા કોઈ યોગ્ય અને સંતોષકારક કામગીરી કરેલ નથી, કે કોઈ વળતો જવાબ આપેલ નથી. જો રાજ્ય સરકારશ્રી દ્વારા અન્ય કાયદાઓની જેમ વક્ફના કાયદાની પણ વકફના સંલગ્ન સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તાલીમ આપવામાં આવી હોતતો કદાચ આજે સમાજમાં વકફના કાયદા પ્રત્યે આટલી ગેરસમજ ન હોત. જેથી વકફના વિષયને લગતા વળગતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને વકફના કાયદાની તાલીમ આપવામાં આવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.
શું મુસ્લિમ સમાજની એ ભૂલ છેકે તેમને ભારતના કાયદાને માન આપી ચેરીટી એક્ટમાં પોતાની મિલકત નોધાવી કે આજે તે કાયદાની પરે જઈ મિલકતો ડીમોલેશન કરવામાં આવી રહી છે.અમે અમારી મિલકતો જતી જોઈ રહ્યા છે સાથે વકફ કાયદનું અસ્તિત્વ પણ હાંસિયામાં થયેલ જોઈ રહ્યા છે શું વકફ કાયદો સરકારીતંત્ર પર લાગુ નથી પડતો? શું કાયદાથી પરે જઈ બંધારણ અને કાયદાની શપથ લેનાર અધિકારીઓ આ કાયદો બન્યા આજે ૨૮ જેટલા વર્ષ થવા છતાં જાણવા નથી માગતા કે કાયદામાં શું લખ્યું છે.કાયદાની અમલવારી કરાવનાર અધિકારી જો કાયદાને માન ન આપતા હોય તો તે તંત્ર પર નીતિ નિયમો અનુસાર કાર્યવાહી ન થઇ શકે?
આજે ગુજરાત રાજયના વિવિધ જિલ્લાઓમાં દરગાહ,મસ્જીદો,કબ્રસ્તાન વિગેરે મિલકતો સરકારીતંત્ર ધ્વારા વકફ કાયદાને અવગણીડિમોલિશન,નોંધપાડીવકફ મિલકત ને ફેર બદલ કરવી અને કેસો કરવામાં આવી રહ્યાછે.જેની વિગત નીચે મુજબ છે.
1. તારીખ 16/05/2023 મોડી રાતના નાની વેડ ગામમાં સુરત મહાનગરપાલિકા દ્વારા દરગાહ અને કબ્રસ્તાન નું ગેરકાયદેસર ડીમોલેશન કરી દેવામાં આવ્યું છે. કેમકે દરગાહ અને કબ્રસ્તાનની જગ્યા 01/01/1996 ગુજરાત વકફબોર્ડ ના અસ્તિત્વમાં આવેલી છે. અને B.કેટેગરીમા તબદીલ થતા વકફ અધિનિયમ કલમ47,ની જોગવાઈ મુજબ ગુજરાત રાજ્ય વકફબોર્ડની કચેરી માં B-312 મુજબ નોંધાયેલ છે. તેમછતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા અગાઉ પણ રિંગ રોડ સારા દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે બે દરગાહ અને એક કાલી માતાનું મંદિર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. અને ફરી આજે મોડી રાત્રે નાની વેડ ની દરગાહ અને કબ્રસ્તાનનું ડિમોલિશન કરી સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે. લીંક-https://youtu.be/lWbBwJcKF5A.
2. વકફ રેકોર્ડપરનોંધાયેલછાબા તળાવ કબ્રસ્તાન અને નમાજી ઓટલો અને નગીના મસ્જીદ દાહોદ નગરપાલિકા ધ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે મંજુરી વગર તોડી પાડવામાં આવતા સુન્ની મુસલમાન પંચના મુસ્લિમ આગેવાનોશ્રીઆસિફઅલી મહેબુબઅલી સૈયદ તેમજ અન્યો ધ્વારા તા.૦૪/૦૫/૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડને લેખિત જાણ કરવામાં આવતા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી એમ.એચ.ખુમાર ધ્વારા તાત્કાલિક પગલા લઇ કલેકટરશ્રી દાહોદ જીલ્લો,પ્રાંતઅધિકારી દાહોદ,ચીફ ઓફિસરશ્રી દાહોદ નગરપાલિકા અને દાહોદ સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ડશ્રી સીટી સર્વે કચેરી દાહોદને નમાજી ઓટલો અને નગીના મસ્જીદ તોડવામાં આવેલ છે તે જગ્યાની મૂળ સ્થિતિ પુનઃસ્થાપિત કરવા અંગે નિયમોનુસાર ઘટતું કરવા પત્ર મોકલવામાં આવ્યો જેમાં છાબા તળાવ કબ્રસ્તાન અને નમાજી ઓટલો મુ.દાહોદ બી-૮૨ પંચમહાલથી અનેબી-૧૦૭ નગીના મસ્જીદ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ બી કેટેગરીમાં નોંધાયેલ ત્યારબાદ વકફ અધિનિયમ ૧૯૯૫ અમલમાં આવતા ગુજરાત વકફ બોર્ડની રચના ગુજરાત સરકાર કાયદા વિભાગ જાવક નં.જીકે/૩૬/૯૬/ વકફ/૧૦૯૬/૧૪૩/કે તા.૨/૧૧/૧૯૯૬ થી થયેલ છે.જે અન્વયે સદર સંસ્થાને વકફ ગણી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરની કચેરી ખાતે તબદીલ કરવામાં આવેલ અને હાલ આ સંસ્થા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર હેઠળ છે.ગુજરાત ખાતેની તમામ મિલકતના “CONTROLLING” અને “SUPERVISORY” ઓથોરેટી છે.પત્ર મોકલવામાં આવેલ તો પણ ડીમોલેશન ન અટકાવતા તોડી પાડવામાં આવેલ.જેને લઇ અત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા સ્ટે આપવામાં આવેલ છે.સાથે બીજી દરગાહો જેવીકે અંજુમન હોસ્પિટલ સામે આવેલ રુસ્તમશાહ વલી,ભાટવાડા સ્કુલ સામે સુલતાન શાહ વલી,યાકુબશાહ વલી અને સકુરશાહ વલીનોટિસ વગર તોડી પાડવામાં આવેલ છે. જે નગીના મસ્જીદમાં બતાવવામાં આવેલ છે.સાથે લોટનશા બાવા અને મામુ ભાંજે ત્રણ મજાર પણ તોડી પાડવામાં આવેલ છે.
3. ડીમોલેશન અને બ્યુટીફીકેશનના નામે ગેરકાયદેસર દબાણના નામે નરસિહ મહેતા સરોવરના કિનારે ૧૯૪૭ પહેલાથી અસ્તિત્વમાં રહેલી હજરત જંગ અલીશાહ દરગાહને તોડીપાડવામાંઆવેલ છે.આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ નરસિહ મહેતા તળાવના કિનારે આ દરગાહ આવેલી હતી.જેને કોઇપણ જાતનો સમય આપ્યા વગર દરગાહને જમીન દોસ્ત કરી નાખવામાં આવેલ છે.૧૯૯૧માં સંસદમાં એ બાબતનો કાયદો પસાર કરવામાં થયો છે જેને પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ કહેવામાં આવે છે.જેમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે ધાર્મિક સ્થળ અસ્તિત્વમાં હોય તેનું અસ્તિત્વ કાયમી જાળવી રાખવાનું છે.તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી.તેમજ આવા ધાર્મિક સ્થળોની કાયમી જાળવણી રાખવાની છે.પરંતુ જુનાગઢના તંત્ર ધ્વારા પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ એટલેકે પૂજાસ્થળ કાયદાનો ભંગ કરેલ છે.તેની સાથે જ શહીદ પાર્ક (બગીચા) ની અંદર આવેલી દરગાહ અને તળાવની અંદર ઉતરવાની સિડી પાસે આવેલ દરગાહ (ફ્રુટવાળા ની બાજુમાં) એ દરગાહ ને પણ તોડી પાડવામાં આવેલ છે.ઉપરકોટ ઉપર ચાલતા રીસ્ટોરેશનના કામના બહાના હેઠળ સરકારી તંત્ર ઉપરકોટમાં આવેલ 1947 પહેલાંની પ્રાચીન અને ઐતિહાસિક દરગાહો તોડી પાડવા માંગે છે. આ દરગાહો ઉપરકોટનો કિલ્લો બંધાયો એ પહેલાની છે, મહેસુલી રેકર્ડમાં પણ આ દરગાહોનો ઉલ્લેખ છે. સીટી સર્વે થયું ત્યારે માપણી કરીને આ દરગાહોના સીટી સર્વે નંબર ઉપરકોટના સીટી સર્વે નંબરથી અલગ આપવામાં આવેલ છે. તેનું ક્ષેત્રફળ પણ અલગ દર્શાવેલ છે. મહેસુલી રેકર્ડના તમામ આધાર પુરાવા તંત્ર પાસે છે તે છતાં આપણે રજુ કર્યા છે. દરગાહો તોડવાની કામગીરી અટકાવવા માટે જુનાગઢ સમસ્ત મુસ્લીમ સમાજ ટ્રસ્ટ વતી નામ. હાઈકોર્ટમાં રીટપીટીશન દાખલ કરેલ છે જેમાં નામ. હાઈકોર્ટે નોટીસ કાઢી છે જે સરકારશ્રી, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન વિગેરેને બજી ગયેલ છે. હવે પછીની મુદત વેકેશન પછીની છે. દરમ્યાન આપણી રજુઆત સ્વીકારીને નામ. હાઈકોર્ટે સરકારી વકીલશ્રી મારફત સરકારશ્રી, કલેકટરશ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન ને નામ. હાઈકોર્ટમાં મેટર પેન્ડીંગ હોય હાલ કોઈ જ એકશન ના લેવા એવી મૌખિક સુચના આપી છે.
4. બી-૪૩/સાબરકાઠા હજરત નવ ગજાપીર સાહેબની દરગાહ અને મુસાફરખાના ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ અધીનીયમ-૧૯૫૦ અંતર્ગત ૧૫/૦૬/૧૯૫૨ થી ચેરીટીકમિશ્નર અમદાવાદમાં નોધાયેલ ટ્રસ્ટ છે.કલેકટર અને જીલ્લા મેજીસ્ટેટશ્રીની કચેરી હિમતનગર ધ્વારા તા.૦૨/૨/૨૦૨૩ લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ હેઠળ જે નિર્ણય લેવામાં આવેલ છે.
5. બી-૯૦/સાબરકાઠા પીર દરિયાઈ સાહેબ વકફ મોડાસા વકફ ટ્રસ્ટનો પીટીઆર નીકળવામાં આવતા ગેરવહીવટ જણાતા તા.૨૧/૧૧/૨૦૨૨ના રોજ કલમ-૫૨ની કલમ ૫૧ની પેટા કલમ મુજબ કાર્યવાહી કરવા પ્રતિવાદી -૨ અને પ્રતિવાદી-૧ ને આધાર પુરાવા સાથે પત્ર લખવામાં આવેલ સદર પત્ર અંતર્ગત ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ધ્વારા સદર ટ્રસ્ટના ટ્રસ્ટીને ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવેલ સદર રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે અમારા દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૨ ના રોજ કલેકટરશ્રી અરવલ્લી ને વાંધો દાખલ કરવામાં આવેલ તેમજ જેના અંતર્ગત અમારા ધ્વારા તા.૧૩/૧૨/૨૦૨૨ના રોજ સદર ટ્રસ્ટના ટ્રસ્ટીનું મરણ પ્રમાણ પત્ર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ કચેરી ગાંધીનગર ખાતે રજુ કરેલ.પ્રતિવાદી-૨ ધ્વારા વાંધો દાખલ હોવા છતાં તા.૧૫/૧૨/૨૦૨૨ ના રોજ નોધ ૩૧૦૧૦ પાડી દેવામાં આવેલ તેજ અરસામાં વકફ બોર્ડ ધ્વારા સદર વકફ મિલકતના દબાણ દારોને ૨૭/૧૨/૨૦૨૨ ના રોજ નોટીશ મોકલવામાં આવેલ તેમજ ઉપરોક્ત નોધ પડતા અમારા ધ્વારા તા.૦૨/૦૧/૨૦૨૩ના રોજ પ્રતિવાદી-૨ કલેકટરશ્રી અરવલ્લી ને લેખિત રજૂઆત કરેલ ત્યાર બાદ સદર વાંધા હોવા છતાં તા.૨૦/૦૨/૨૦૨૩ના રોજ સદર વકફ મિલકતમાં નોધ.૩૧૦૫૮ થી હાઈકોર્ટ ઓરલ ઓડરથી નોધ પાડવા હુકમ કરવામાં આવેલ છે. તેમજ તા.૧૨/૧૨/૨૦૨૨ નારોજ ૩૧૦૦૯, તા.૧૬/૧૨/૨૦૨૨ નારોજ ૩૧૦૧૫ પાડવામાં આવેલ જેને અરવલ્લી વિભાગ ધ્વારા ૧૩/૦૩/૩૦૨૩ ના રોજ નાયબ કલેકટર મોડાસા ધ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી દીધેલ છે અને વકફ બોર્ડની ઉદાસીનતા બતાવવામાં માટે તેમાં “વકફ બોર્ડનો નિર્ણય પક્ષકારોને બંધનકર્તા રહેશે“ નો શેરો પણ મુકવામાં આવેલ છે.અને તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ ૩૧૦૨૨ નોધ પાડવામાં આવેલ છે.સદર વકફ મિલકતો ખોવાનો વારો આવે તેમ છે. અમે એક જાગુત નાગરિક તરીકે તમામ ભ્રષ્ટાચાર કરનારના વિરોધમાં જઈ વકફ બોર્ડને તમામ રેકર્ડ મોકલી રહ્યા છે પણ દિન-૭ માં અને દિન-૧૦ માં ખુલાશો આપો તે પણ ૨૭/૧૨/૨૦૨૨ પછી કોઈજ ખુલાશો નહી કે અરવલ્લી કલેકટરને પત્ર મારફતે આ નોધો રોકવા પણ કોઈ આદેશ નહી.આજે નોધો પર નોધ પડી રહી છે જેમાં જાણ કરવા છતાં વકફ બોર્ડ કોઈ પત્ર વ્યવહાર અરવલ્લી કલેકટરશ્રીને કરવામાં આવતો નથી.જે અંતર્ગત આમો નામદાર વકફ ટ્રીબ્યુનલ ને નીતિ નિયમો અનુસાર પ્રતિવાદી મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને કલેકટરશ્રી અરવલ્લી જીલ્લા ને વકફ ટ્રીબ્યુનલ ધ્વારા હુકમ કરવા દાવો દાખલ કરવામાં આવ્યો.
કાયદાની સમ્પૂર્ણ સમજ ન હોવાના કારણે અને તેની તાલીમ પણ આપેલ ન હોવાના કારણે આજે આ કાયદાનો જાણે અજાણે ભંગ થઇ રહેલ છે.જેને લઈ સદર કાયદાને લઈ જાગૃતિ અને સમજ બનાવવી ખુબ જરૂરી છે. આજે જ્યારે વકફ કાયદા અંતર્ગત પત્ર લખવામાં આવે છે. તો તેના પર ધ્યાન લીધા વગર કામગીરી કરવામાં આવે છે. જાણે આ કાયદો અસ્તિત્વમાં નથી તેવુ જોવાઈ આવે છે.શુંઆ સંસદ ધ્વારા બનવવામાં આવેલ કાયદો અમલ કરવામાં આવશે? શું આ કાયદાને ધ્યાને લીધા વગર ડીમોલેશન કરનાર કે રેકર્ડ સાથે ચેડા કરનાર અધિકારી પર નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે? કે આ કાયદો હાંસિયામાં ધકેલી દેવામાં આવશે?
આમ સમગ્ર ગુજરાતમાં વકફ કાયદાને અવગણી કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સરકાર અને સરકારી તંત્રો દ્વારા વક્ફ મિલ્કતોને તોડી પાડવામાં આવી રહી છે. જેને અમો વખોડી નાખીએ છે અને નીચે મુજબની માંગણીઓ કરીએ છે:
· વકફ અધિનિયમ-૧૯૯૫ અને(સુધારા)અધિનિયમ-૨૦૧૩ કાયદાની જાગૃતિ માટે તાલીમ આપવામાં આવે.
· વકફ અધિનિયમ-૧૯૯૫ અને (સુધારા)અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત ઉપરોક્ત વિગતોમાં દર્શાવેલ મુદ્દા નંબર ૧ થી ૫ માં અધિકારીઓ ધ્વારા કરવામાં આવેલ કામગીરીઓના અહેવાલ મંગાવી વકફ કાયદાની વિરુદ્ધ કામગીરી કરનાર અધિકારી પર નીતિ નિયમો અનુસાર કાર્યવાહી કરીવકફ મિલકતોનું પુનઃનિર્માણ કરવામાં આવે.
· જાહેરનામાં ક્રમાંક GK/111/WAQF/102014/16/E થી તારીખ ૨૨/૧૨/૨૦૧૬ ના રોજ વકફ મિલકતોના સર્વે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સ્ટેટ અવકાફ સર્વે કમિશ્નર તરીકે સેટલમેન્ટ કમિશ્નર એન્ડ સુપ્રીનટેનડેંટ ઓફ લેન્ડ રેકોર્ડને સમગ્ર રાજ્ય માટે અને તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તેમની હુકુમતના વિસ્તાર માટે નિયુક્ત કરવામાં આવેલ છે.તેનો રીપોર્ટ મંગાવામાં આવે જો આ પરિપત્ર અંતર્ગત કોઈ કાર્યવાહી ન કરેલ હોય તો લેખિત ખુલાસો માગી નીતિનિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે.
· વકફ કાયદાને અવગણી અને તેના નીતિ નિયમો વિરુદ્ધ તેમજ ગુજરાત હાઈ કોર્ટના સૂચનો વિરુદ્ધ વકફ મિલકતો ને તોડવાનું તત્કાલીન ધોરણે અટકાવવામાં આવે. અને વકફ કાયદાનું અમલીકરણ કરી જે તે મિલકતોની વકફ કાયદા મુજબની કામગીરી હાથ ધરવામાં આવે.
· વકફ અધિનિયમ ૧૯૯૫ ની (સુધારા) અધિનિયમ ૨૦૧૩ ની કલમ ૪૦અંતર્ગત જે મિલકતો વકફ નોંધાયેલ નથી કે દરગાહો નોંધાયેલ નથી તે તમામ મિલકતોને નોંધવા માટે કામગીરી કરવામાં આવે.
ઉપરોક્ત રજુઆતોને કાયદાની રુહે ધ્યાને લઈ દેશના સંસદ ધ્વારા ઘડવામાં આવેલ કાયદાની સરકારીતંત્ર અને નાગરીકો ધ્વારા અમલ કરવામાં આવે તે માટે પગલા લેવા ગુજરાત નાગરિક અધિકાર મંચના મીરખાન મકરાણી,સદ્દામ રાઠોડ,ઉસ્માન પઠાણ (રાજુભાઈ),સાજીદ પઠાણ ધ્વારા સાબરકાંઠા કલેકટરશ્રીને વકફ કાયદાની બુક સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.
No comments:
Post a Comment