ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા અંગેના અધિનિયમ-૨૦૧૧ની કલમ-૯ અન્વયે થયેલ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા બાબત. - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Sunday, July 9, 2023

ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા અંગેના અધિનિયમ-૨૦૧૧ની કલમ-૯ અન્વયે થયેલ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા બાબત.

ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા અંગેના અધિનિયમ-૨૦૧૧ની કલમ-૯ અન્વયે થયેલ અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા બાબત.

ઠરાવ - ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ, ઠરાવ ક, ગુદાય- ૧૦૨૦૧૧-૬૮-ઝ, સચિવાલય, ગાંધીનગર, તા.૨૪.૨.૨૦૧૨.

સંદર્ભ

(૧) ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા અંગેનો ગુજરાત એક્ટ નં. ૨૬/ર૦૧૧. 

(૨) તા.૧૧/૧/૨૦૧૨ ના રોજ માન. મંત્રીશ્રી, નાણાંની અધ્યક્ષતામાં મળેલ માન. મંત્રીશ્રીઓની બેઠકની કાર્યવાહી નોંધ.

ઠરાવ =

ગુજરાત અનઅધિકૃત બાંધકામ નિયમબધ્ધ કરવા અંગેના અધિનિયમ-૨૦૧ (ગુજરાત એકટ નં. ૨૬/૧૦૧૧) ની કલમ-૯ થી ગુજરાત ગણોત વહીવટ અને ખેતી… જમીન અધિનિયમ,૧૯૪૮ની કલમ-૪૩ તથા અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન વિદર્ભ અને કથક વિસ્તાર) અધિનિયમ, ૧૯૫૮ની કલમ-૫૭ હેઠલ કલેક્ટરશ્રી પૂર્વ પરવાનગી મેળવવી જરુરી હોવા છતાં તે મેળવવામાં આવી ન હોય અને અનઅધિકૃત બાંધકામ કરાવામાં આવેલ હોય તેવી જમીનો માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ,૧૯૪૮ની કલમ-૮૪(સી) અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન (વિદર્ભ અને કચ્છ વિસ્તાર) અધિનિયમ, ૧૯૫૮ની કલમ-૧૨૨ માં જે જોગવા હોય તે ધ્યાને લીધા સિવાય આવા અનઅધિકૃત બાંધકામો નિયમબધ્ધ કરવા બાબત મહેસુલ વિભાગ ધ્વારા યોજના પડવા માટે મળેલ સત્તા અન્વયેની બાબત સરકારશ્રીની વિચાર" કે હતી.


  •  પુખ્ત વિચારણાના અંતે મહેસુલ વિભાગ ધ્વારા નીચે મુજબની યોજના અમલમાં મુકવાનું આથી કરાવવામાં આવે છે.

(૧) ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૪૩ તથા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદાઁ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) કાયદો, ૧૯૫૮ ની કલમ-૫૭ ના ભંગ બદલ જો ગણોતિયા એટલે કે મૂળ ખાતેદાર ઘ્વારા અરજી કરવામાં આવે તો સદરહું કાયદાની અનુક્રમે કલમ–૮૪ (સી) અને કલમ–૧૨૨ ની કાર્યવાહી કરવાને બદલે હાલની જંત્રી મુજબ પ્રવર્તમાન પ્રીમીયમના દરે પ્રીમીયમ વસુલ લઈ તેવી જમીનોને જૂની શરતમાં ફેરવવાની રહેશે.

(૨) ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, ૧૯૭૬ માં ક્લમ-૧૨૧ થી જોગવાઈ કરવામાં આવેલ કે, તે એકટ હેઠળની ટાઉન પ્લાનીંગ સ્કીમોમાં સમાવિષ્ટ કરેલ વિસ્તારને ગણોતધારાની જોગવાઈઓ લાગુ પડશે નહિ. આ જોગવાઈ ગુજરાત એકટ નં.૪/૧૯૮૬ થી રદ કરવામાં આવેલ છે. પરંતુ તેમાં ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટની કલમ-૪૧ હેઠળ તા. ૧/૧/૧૯૮૫ પહેલાં કોઈ પણ સમયે ટાઉન પ્લાનીંગ સ્કીમ માટેનો ઈરાદો જાહેર થયેલ હોય તેવી સ્કીમોમાં સમાવિષ્ટ જમીનોને ગણોતધારો લાગુ ના પાડવાની જોગવાઈ ચાલુ રહે છે. આ પ્રમાણે ટ્રાન્ઝીટરી પ્રોવીઝન રાખવામાં આવેલ છે. આથી તા.૧૯/૬/૧૯૭૬ થી તા.૧/૧/૧૯૮૫ ના સમય ગાળામાં ટાઉન પ્લાનીંગ સ્કીમ માટેનો ઈરાદો જાહેર થયેલ હોય તેવી સ્કીમોમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ જમીનોને ગણોતધારા હેઠળના નિયંત્રણો લાગુ પડશે નહી. કલેકટરશ્રીએ ટી.પી.સ્કીમના ઈરાદાનો જહેરનામાના આધારે આ બાબતેની ખાતરી કરવાની રહેશે.

(૩) ઉ૫ર ક્રમાંક (૧) સિવાયના કિસ્સામાં કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ડેવલોપમેન્ટ ઓથોરીટીના મુખ્ય કોરોબારી અધિકારીશ્રી અથવા મ્યુનિસિપાલિટી વિસ્તાર માટે મુખ્ય અધિકારીશ્રી અથવા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ એકટ, ૨૦૧૧ ની કલમ-૩ હેઠળ નિમાયેલ ડેઝીગ્નેટેડ ઓફીસર ધ્વારા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઔયોરાઈઝડ ડેવલોપમેન્ટ એકટ, ૨૦૧૧ હેઠળ અરજીઓની જે યાદી આપવામાં આવે તેના આધારે કલેકટરે તેવી અધિકૃત બાંધકામવાળી જમીનો માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

1. પ્રવર્તમાન પ્રીમીયમની નીતિ પ્રમાણે પ્રીમીયમની જે રકમ થાય તે રકમને સરકારી બોજા તરીકે ગામ નમુના નં. ૬ માં નોંધ પાડવી અને ગામ નમુના નં. ૭/૧૨ માં તેની અસર આપવી, પ્રીમીયમનો બોજો પાડવા માટે આવી જમીનોમાં થયેલ અને અધિક્ત બાધકામ પુરતો જ નહીં, પરંતુ સર્વે નંબર/બ્લોક નંબરની તમામ જમીન બોજો દાખલ કરવા માટે લક્ષમાં લેવાની રહેશે.

2. બોજો ભરપાઈ થયેથી ક્લેક્ટરશ્રીએ ગોતધારા છેઠળના નિયંત્રો દૂર કરવાનો હુકમ કરવાનો રહેશે.

3. ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ એક્ટ, ૨૦૧૧ અમલમાં આૌથી આ યોજના અમલમાં આવશે અને તે કાયદો સમાપ્ત થપંથી પોજના પણ સમાપ્ત થશે, એટલે કે ત્યારબાદ કલેક્ટરશ્રી નવા બોજા નાંખવાના મ કરી શકો નહી પરંતુ, કાયદાના અમલ દરમિયાન ક્લેક્ટરના ક્રમ અન્વયે જે બોજા નોંધાયેલ હશે તે યોજનાની સમાપ્તિ બાદ વ્યાજ સહિત વસુલ કરી કલેકટરશ્રી ગણોતધારાના નિયંત્રો દૂર કરી શકશે.

4. યોજનાના અમલ દરમિયાન બોજા ભરપાઈ થશે તો તેના પર બાજ લેવાનું રહેશે નહીં.

5. યોજના પૂર્ણ થયા પછી કોઈ બોજા ભરપાઈ થશે તી ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ એક્ટ, ૨૦૧૧ અમલમાં આવ્યા તારીખથી વાર્ષિક ૧૨ ટકા પ્રમાણે સાઠ વ્યાજ વસુલ લેવામાં આવશે.

  • વધુમાં ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઑફ અરોર્પોરાઈઝડ ડેવલોપમેન્ટ એકટ, ૨૦૧૧ ની કલમ-૯ નીચે બનાવવામાં આવેલ ઉક્ત સ્કીમની અમલવારી કરવા માટે નીચે. મુજબની કાર્યરીતિ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

1. સંબંધિત મહાનગરપાલિકા / નગરપાલિકા સત્તામંડળને ઉક્ત કાયદા રેઠળ જે અનઓથોરાઈઝડ બાંધકામો નિયમિત કરવાની રજૂઆતો મળે તે પૈકી કલા-ક ને સંબંધિત ગણોત કાયદાઓની જમીનો ધ્યાનમાં આવે તેની પાદી ખાતેદારનાં નામ /નામો, સરવે / બ્લોક નંબર અને તેમાં અન-ઓથોરાઈઝડ બાંધકામનાં વિસ્તાર સાથેની મહેસુલી ગામવાર વિગતો ક્લેક્ટરને સક્ષમ સત્તાધિકારીની સહી સાથે, મોકલી આપવાની રહેશે.

2. સક્ષમ અધિકારી તરફથી ઉક્ત યાદી મળે કલેકટરે ક્લમ-૯ માં આવતી જમીનો છે કે કેમ ? તેની ખાતરી કરવાની રહેશે. ગણોત કાયદા હેઠળ નિયંત્રો સાથે મળેલી જમીનોમાં પ્રીમીયમની ૨કમ ભર્યાં વિના આવી જમીનમાં અન- ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ થયેલ હોય તો પ્રીમીયમની પ્રવર્તમાન નીતિ પ્રમાણે, ગણતરી કરી કલેકટરે પ્રીમીયમની રકમ સરકારી બોજા તરીકે ગામ નમુના નં. ૭/૧ર ના બીજા હકકો નોંધવાનો હુકમ કરવાનો રહેશે.

3. કલેકટરશ્રીનો હુકમ મળ્યેથી મામલતદારશ્રીએ ઇ-ધરા કેન્દ્રમાં ગામ નમુના નં. ૬ માં તેની નોંધ પાડવાની કાર્યવાહી કરવાની રહેશે. નોંધ પ્રમાણિત થયે તેન અસર ગામ નમુના નં.૭/૧૨ ના બીજા હકકમાં સરકારી બોજા તરીકે આપવાની રહેશે.

4. જો નોંધાયેલ બોજો ભરપાઈ કરવામાં આવે તો કલેકટ૨શ્રી કાયદાની જોગવાઈ મુજબ ગણોતધારાનાં નિયંત્રો દૂર કરતો હુકમ કરશે.

5. ગોત કાયદાઓ હેઠળ નિયંત્રણો સાથે મળેલ જમીનોને જ આ પોજના લા પડશે.

6. ગામ નમુના નં.૭/૧૨ માં જેનાં નામ હોય તે ખાતેદાર સિવાય જો અઃ વ્યકિત સરકારી બોજો ભરપાઈ કરી આપી તો નિયંત્રણો ખાતેદારને નામે જ દુર કરવાનો રહેશે આવા નિયંત્રણો દૂર કરવાના હુકમથી ખાતેદાર સિવાયની વ્યક્તિને કોઈ માલિકી ! ટાઈટલનાં હકક મળશે નહી.

7. કલેકટરશ્રીનો સરકારી બોજો પાડવાનો હુકમ મળેથી તેની નોંધ નીચેનાં નમુનામાં પાડવાની રહેશે.

મોજ. ................તાલુકોઃ.....................સરવે/બ્લોક નંબર

................ની જમીન શ્રી .............. વિગેરે નામે ગામ નમુના નં. ૭/૧૨ ચાલી આવે છે. કલેકટરશ્રી......... જિલ્લો .............. ના હુકમ ક્રંમાક .............. થી .......... ર્ર........... (રૂપિયા... પુરા) નો સરકારી બોજો ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અન-ઓથોરાઈઝડ ડેવલોપમેન્ટ એકટ, ૨૦૧૧ ની કલમ-૯ ની યોજના પ્રમારો નોંધવામાં આવે છે. વધુમાં, આ કાયદાની સમાપ્તિ પછી જો બીજો ભરપાઈ થાય તો બોજા ઉપરાંત વાર્ષિક ૧૨ ટકા લેખે સાદું વ્યાજ પણ આ કાયદો અમલમાં આવ્યા તારીખથી લાગુ પડે છે. 

8. ઉપર મુજબની બોજા નોંધ પર્વથી કલેકટરશ્રીએ આ અંગેની જાણ સંબંધિત ડેઝીગ્નેટેડ ઓથોરીટીને કરવાની રહેશે.

  • એકઉક્ત વિગતોએ જણાવેલ કાર્યવાહી કરવા આથી સર્વે સંબંધિતોને સૂચના આપવામાં આવે છે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણા વિભાગની તા.૧૮/૨/૨૦૫૨ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.



4 મહિના સુધી અરજી કરી શકાશે.

અરજદારે કલમ 5 હેઠળ કરેલી અરજીના 6 મહિનાની મુદતની અંદર સત્તાધિકારીઓ અરજીની ચકાસણી કરશે. સત્તાધિકારી જ્યારે અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની પરવાનગી આપશે. ત્યાર બાદ જ અરજદારે ઈમ્પેક્ટ ફી ભરીને કાર્યવાહી કરવાની રહેશે. સત્તાધીશોના નિયમિત બાંધકામના હુકમથી બે મહિનાની મુદતની અંદર અરજદારે ફી ચૂકવવાની રહેશે. આમ, ઓક્ટોબર માસથી લાગુ કરવામાં આવેલા અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે.

નિયમિત ન થઈ શકે એવી મિલકત

  1. સરકારી સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળની માલિકીની જમીન પર થયેલાં ગેરકાયદે બાંધકામ
  2. કોઈપણ ચોક્કસ હેતુ માટે સરકાર સ્થાનિક સત્તા મંડળ અથવા વૈધાનિક મંડળે સંપાદિત કરેલી કે ફાળવેલી જમીન પર થયેલા બાંધકામ
  3. વિકાસ યોજના અથવા નગર રચના યોજનામાં દર્શાવેલા પ્રસ્તાવોની જમીન પર થયેલાં ગેરકાયદે બાંધકામ
  4. વિકાસ યોજના અથવા નગર યોજના હેઠળ અનામત રાખેલી (કપાત) જમીન પર થયેલાં ગેરકાયદે બાંધકામ
  5. જળાશયો, જળમાર્ગ, તળાવના પટ્ટ, નદીના પટ્ટ અને કુદરતી વહેણ હોય એવાં સ્થળો પર થયેલાં ગેરકાયદે બાંધકામ
  6. જોખમી ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવેલી જમીન પર થયેલાં ગેરકાયદે બાંધકામ
  7. શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલાં રમત-ગમતના મેદાન પર થયેલાં બાંધકામ નિયમિત થશે નહીં

અધિનિયમ હેઠળ કબજેદારની વ્યાખ્યા

અધિનિયમ કલમ 5 હેઠળ અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે માલિક અથવા કબજો ધરાવનારી વ્યક્તિ અરજી કરી શકશે. બીજી તરફ અરજી માન્ય રાખવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર અથવા વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા કોઈ સત્તાધિકારી અરજી માન્ય રાખી શકશે. કબજો ધરાવનાર એટલે જે જમીન અથવા મકાનના સંબંધમાં ભાડું ચૂકવતા હોય અથવા ચૂકવવાપાત્ર હોય એવી જમીન અથવા મકાનમાલિક એવી વ્યક્તિ અરજી કરી શકશે. પોતાની જમીન અથવા મકાનમાં રહેતા હોય અથવા ઉપયોગ કરતા હોય અથવા કોઈપણ જમીન અથવા મકાનનો કબજો ધરાવતો પરવાનેદારનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ જમીન અથવા મકાનનો ઉપયોગ અથવા ભોગવટા માટે માલિકને વળતર ચૂકવ્યું હોય તેવી વ્યક્તિ પણ કબજેદાર તરીકે ગણાશે. ધાર્મિક અથવા સખાવતી સંસ્થા (એનજીઓ) માટે એજન્ટ, ટ્રસ્ટી, વાલી કે મેનેજરે રિસીવર તરીકે મિલકતનું ભાડું અથવા નફો મેળવતા હોય તેવી હકદાર વ્યક્તિઓ પણ કબજેદાર ગણાશે.


અરજી ચકાસણી કરવાની સત્તા

  • મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર
  • નગરપાલિકા ચીફ ઓફિસર
  • સરકાર દ્વારા નિમાયેલા ખાસ અધિકારી
  • નિયમિત ન થઈ શકે એવી મિલકત

રાજ્યમાં અધિનિયમ કેમ જરૂરી?

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર વધવાને કારણે મિલકતોની માગમાં પણ વધારો થયો છે. રાજ્યમાં ઝડપી શહેરીકરણને કારણે રહેણાક વિસ્તારમાં મકાનની માગના આધારે ગેરકાયદે બાંધકામનું પ્રમાણ પણ વધ્યું છે. ગેરકાયદે બનેલી સોસાયટી, ફ્લેટ સહિતની મિલકતોમાં સામાન્ય જનતાએ પોતાની જિંદગીભરની મૂડી ખર્ચીને મકાન ખરીદ્યું છે, પરંતુ ગેરકાયદે બાંધકામને લીધે લોકો વર્ષોથી ચિંતામાં હતા. રાજ્ય સરકારે લોકોની આ જ ચિંતાને ધ્યાનમાં રાખી આ અધિનિયમ લાવવા નક્કી કર્યું. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી, પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમિશન વગરનાં છે. કેટલાક મકાનમાલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.



No comments: