ફ્લેટ વેચવા કે ટ્રાન્સફર કરવા માટે ડેવેલપરના એન.ઓ.સી.ની જરૂર નથી.
ફ્લેટ ખરીદનારા અને હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓને મોટી રાહત આપતાં રાજ્ય સરકારે કહ્યું હતું કે પૂરેપૂરાબંધાઈ ચૂકેલા કોઈપણમકાનમાં ફ્લેટ વેચવા માટે અથવા ટ્રાન્સફર (રિ- સેલ) કરવા માટે ડેવેલપર પાસેથી એન.ઓ.સી. (વાંધારહિત પ્રમાણપત્ર) લેવાની કશી જરૂર નથી. એન.ઓ.સી. આપવા માટે ફ્લેટ ખરીદનારા પાસેથી ગેરકાયદે પૈસા શિવસૂલતા ડેવલપરોના અનેકકિસ્સાજાણ્યા બાદરાજ્યના ગૃહ ખાતાએઆબાબતમાં સત્તાવાર નિવેદનબહાર પાડ્યું છે. ગૃહ ખાતાના જણાવ્યા મુજબતેમને એવી ફરિયાદો મળી છે કે ડેવલપરોએ ફ્લેટ ટ્રાન્સફર કરવાના આવા કિસ્સાઓમાં ચોરસ ફૂટ દીઠ રૂા.૫૦૦ સુધીની રકમ વસૂલી હતી. આ ગણતરી પ્રમાણે ૫૪૦ ચો.ફૂટનો એક લેટ વેચવા કે ટ્રાન્સફર કરવા માટે ખરીદદારોનેવધારાના રૂપિયા બે લાખ ૭૦,૦૦૦ જેટલી રકમ રજિયાત ચૂકવવી પડી હતી. ગૃહખાતાએ કહ્યુંછેકે મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફલેટ્સ એક્ટ (મોફા)ની જોગવાઈ મુજબ એનઓસી મેળવવા માટે આવી કોઈ રકમ ચૂકવવી જરૂરી નહોતી.
હાઉસિંગ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએએમપણકહ્યુંહતુંકે મકાનનું બાંધકામપૂરું થયા બાદ સોસાયટી રચવા માટે અને નિશ્ચિત સમયની અંદર પ્લોટ સોસાયટીના નામેકરવામાટેની ‘મોફા’ની જોગવાઈઓનુંપાલનઘણા કિસ્સામાંકરાતું નથી. ક્લેટોના વેચાણ કે ટ્રાન્સફર માટે એનઓસીનાનામે ગેરકાયદે પૈસાવાથી હોવાની ઘણી ફરિયાદો નોંધાઈ છે. ગૃહ ખાતાએ રજિસ્ટ્રેશન વિભાગના ઈન્સ્પેક્ટર જનરલએસ. ચોકલિંગમનેપણ લખ્યું છે કે રજિસ્ટ્રેશન વિભાગના અધિકારી ઓડેવલપરોના એન.ઓ.સી.ની માગણી કરે એની તકેદારી રાખવી.
નવી મુંબઈમાં ઘણા પ્લોટો ભાડે આપનારી 'સિડકો'ને પણ ડેવલપરો ‘મોફા’ના નિયમોનું કડક રીતે પાલન કરે તેનુંધ્યાનરાખવાનીતાકીદ કરાઈ છે. લીઝ પર અપાયેલા પ્લોટ પરના ફ્લેટોના વેચાણ કેટ્રાન્સફર માટે “સિડકો'ની સંમતિજરૂરી છે? નહિ એ અંગેસિડકોનો અભિપ્રાય પણ માગવામાં આવ્યો છે.
જો કે ગૃહ ખાતાના મત મુજબ આવીપરવાનગીજરૂરી નથી.
No comments:
Post a Comment