રહેણાંકના હેતુ માટે રાહતદરે ફાળવવામાં આવેલ જમીન વેચાણ તથા જુની શરતમાં ફેરવવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ પરિપત્ર ક્રમાંક: જમન/૧૦૧૯/૫૩૨/અ તા. ૧૬/૦૩/૨૦૧૯.
પરિપત્ર:
મહેસૂલ વિભાગની પ્રવર્તમાન નીતિ મુજબ રાહતદરે ફાળવેલ પ્લોટ પૂર્વમંજૂરીથી મકાન સહિત પ્લોટ વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૫૦% પ્રિમિયમ વસૂલ કરી મંજૂરી આપવાની જોગવાઇ છે જ્યારે અનધિકૃત વેચાણના કિસ્સામાં બજાર કિંમતના ૭૫% પ્રિમિયમ વસૂલ કરી અનધિકૃત વેચાણ નિયમિત કરવાની જોગવાઇ થયેલ છે. જ્યારે બજાર કિંમતે રહેણાંક હેતુ માટે ફાળવેલ પ્લોટ વેચાણ કરવાના કિસ્સામાં તા.૨૯/૦૯/૧૭ તથા તા.૦૧/૧૧/૧૮ના ઠરાવથી જોગવાઇ કરવામાં આવેલ છે.
સરકારશ્રી દ્વારા જ્યારે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવે છે ત્યારે રાહત દરે ફાળવેલ પ્લોટ /મકાનનું એકવાર વેચાણ થઇ જાય ત્યારબાદ તેવા પ્લોટ/મકાનોમાં મહેસૂલ વિભાગના તા.૨૯/૦૯/૧૭ તથા તા.૦૧/૧૧/૧૮ના ઠરાવ મુજબ નહીં પરંતુ મહેસૂલ વિભાગના તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવની જોગવાઇ મુજબ જ આગામી કાર્યવાહી કરવાની રહે છે.
No comments:
Post a Comment