ખેતીની જમીનમાં નંબર -૬ (હક્ક પત્ર) માં પડતી નોંધો અંગે.
ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનુ કે, ડો.સી.જે.ચાવડા, માન. ધારાસભ્યશ્રી, (ગાંધીનગર ઉત્તર) નાઓએ તેમના તા. ૨૦/૦૮/૨૦૨૦ ના પત્રની વિગતે ગાંધીનગર તાલુકાના ગામોની ખેતીની જમીનમાં નંબર-૬ (હક્ક પત્ર) પડતી નોંધો મામલતદાર - કચેરી ઈ-ધરા કેન્દ્રમાં પાડવામાં આવે છે. જેમાં બીનખેતી થયેલ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો, મકાનો ફ્લેટો, બંગલાઓ વિગેરે વેચાણ થતાં તેની નોંધો ગામના નમુના નંબર-૬ હક્ક પત્રમાં પાડવામાં આવે છે જે જમીન મહેસુલના નિયમો અને કાયદા સાથે સુસંગત નથી તેમજ ગામના નમુના નં-૬ હક્ક પત્ર ફક્ત ખેતીની જમીનને જ સુસંગત છે. જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો મકાનો વિગેરે ગામના નમુના નં-૨ માં સામેલ કરવાના હોય છે તેમજ જમીનને લગતા વ્યવહારો અંગેની કામગીરીમાં અડચણ ઉભી થતી હોઇ ઘટતી કાર્યવાહી કરવા રજુઆત કરેલ છે.
ઉપરોક્ત વિગતેએ બીનખેતીની જમીનોમાં સીટી સર્વે વિસ્તારમાં આવેલી હોય તો તેવી એન્ટ્રીનું ડુપ્લીકેશન ન થાય તે સારૂ તેમજ સીટી સર્વેમાં નોંધ પડે તેવી કાર્યવાહી કરવા અને તે મુજબ અમલવારી કરાવવા વિનંતી છે.
(નોંધ પર માન.કલેકટરશ્રીના આદેશાનુસાર)
No comments:
Post a Comment