મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૬૩એએ તથા અન્ય ગણોત કાયદાની જોગવાઈઓ અન્વયે પવન ઉર્જા પ્રકલ્પ(WIND ENERGY PROJECT)સ્થાપવા સારું ખેતીની જમીન ખરીદવાની મંજૂરી આપવા બાબત.
ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ
પરિપત્રાંક :- ગણત/૧૦૨૦૦૬/૪૨૪૯/ઝ
મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૬૩ તથા અન્ય ગણોત કાયદાઓ મુજબ કોઈપણ બિનખેડૂત વ્યકિત ખેતીની જમીન ખરીદ કરી શકતી નથી. જે વ્યકિત/કંપનીને બિનખેતીના ઔદ્યોગિક હેતુસર ખેતીની જમીનનો ઉપયોગ કરવા માટે પ્રામાણિક ઉદ્યોગકાર તરીકે ખેતીની જમીન ખરીદવી હોય તો સક્ષમ અધિકારીશ્રીની પૂર્વમંજૂરી સિવાય મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૬૩એએ તથા અન્ય ગણોત કાયદા અન્વયે પહેલાં, ખેતીની જમીન ખરીદી શકે છે. પાછળથી આવા ઉદ્યોગ સાહસિક/કંપનીએ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી લેવાની રહે છે. આવી રીતે અર્થાત ગણોત ધારાની કલમ-૬૩એએ તથા અન્ય ગણોત કાયદાઓ અન્વયે ખરીદેલ જમીનનો બિનખેતી ઉપયોગ કરવાનો રહે છે. અર્થાત ગણોત કાયદાની કલમ-૬૩એએ તથા અન્ય ગણોત કાયદાઓની જોગવાઈઓ હેઠળ ખરીદેલ જમીન ખેતી હેતુ માટે ધારણ કરી શકાય નહિં.
ગુજરાત રાજયમાં પવન ઉર્જા(WIND ENERGY)ના વિકાસની તકો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પવન ઉર્જાના ક્ષેત્રના વિકાસ આડે નીચે મુજબના મુખ્ય અવરોધો છે.
પવન ઉર્જા પ્રકલ્પ માટે વિશાળ જમીનની જરૂરિયાત રહે છે. આવી વિશાળ જમીન પૈકી પવન ઉર્જા પ્રકલ્પ માટે જમીનના વપરાશ કરતાં, લગભગ ૧૦ ગણી જમીન, પવનનો વેગ (WIND VELOCITY) જાળવી રાખવા ખાલી અને ખુલ્લી રાખવી જરૂરી પછી સરકારની પ્રવર્તમાન નીતિ મુજબ આવી તમામ જમીનને બિનખેતીમાં ફેરવવાની રહે
“રાજય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર તમામ જમીન બિનખેતીમાં ફેરવવામાં આવ્યા બાદ, તે ખુલ્લી, પડતર અને બિનઉપજાઉ પડી રહે છે.
પવન ઉર્જા પ્રકલ્પના (WIND ENERGY PROJECT) ઉપયોગ બાદ વધારાની ખુલ્લી રહેતી જમીનનો જે તે જમીનમાલિકો ધ્વારા ઉર્જા પ્લાન્ટેશન કે મેડીસીનલ પ્લાન્ટેશન જેવી, બિન પરંપરાગત ખેતીના હેતુસર ઉપયોગ થઈ શકે તેમ છે. જેથી, બિનપરંપરાગત ઉર્જાના ક્ષેત્રનો રાજય વિકાસ પ્રબળ બને તે હેતુસર કલેકટરશ્રીઓ જયારે તેમના જિલ્લામાં જે તે ઉદ્યોગકારોને મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ ની કલમ-૬૩એએ તથા અન્ય ગણોત કાયદાની જોગવાઈઓ મુજબ પરવાનગી આપે ત્યારે આવા હેતુઓ માટેની પરવાનગી નીચેની શરતોને આધીન આપે તેમ જણાવવામાં આવે છે.
1. પવન ઉર્જા પ્રકલ્પ (WIND ENERGY PROJECT) માટે ખરીદેલ જમીન પૈકીની અમુક જમીનનો ખેતી તરીકે ઉપયોગ કરવા માંગતાં હોય તો, સઘળી જમીન બિનખેતીની જ છે તેમ માની, બિનપરંપરાગત ખેતી જેવી કે, જેટ્રોફા(રતનજયોત), ઉર્જા પ્લાન્ટેશન કે મેડીસીનલ પ્લાન્ટેશન કરવા ઈચ્છતા હોય તો, તેવી બિનપરંપરાગત ખેતી કરી શકાશે.
2. આવી બિનપરંપરાગત ખેતી કરતા હોવાના કારણસર પવન ઉર્જા પ્રકલ્પ સ્થાપનાર ઉદ્યોગ સાહસિક કે કંપની ખેડૂત ગણાશે નહિં અને ખેડૂત હોવાનો દાવો કરી શકશે નહિં.
3. પવન ઉર્જા પ્રકલ્પના (WIND ENERGY PROJECT) હેતુસર ખરીદેલ સઘળી જમીનને બિનખેતીમાં ફેરવવાની રહેશે અને અમુક જમીનનો બિનપરંપરાગત ખેતીના હેતુસર ઉપયોગ કરતાં હોવા છતાં, સઘળી જમીનનો બિનખેતી આકાર અને રૂપાંતરવેરો ભરવાનો રહેશે.
ગુજરાતને રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
No comments:
Post a Comment