બાળક દત્તક લીધાનો રજિસ્ટર્ડ કરાર થયો હોવો જરૂરી.
દત્તક બાળકના જન્મના સર્ટિમાં સુધારા માટે કોર્ટ મંજૂરી જરૂરી નથી.
રજિસ્ટ્રારે ડોક્યુમેન્ટ તપાસી સુધારો કરી આપવો પડેઃ હાઈકોર્ટ
ભાસ્કર ન્યૂઝ અમદાવાદ
બાળકને દત્તક લીધા બાદ તેના જન્મની નોંધણીમાં ફેરફાર કરવા માટે હવે કોર્ટની મંજૂરી લેવી પડશે નહીં. હાઈકોર્ટે આવી અનેક અરજીઓમાં એક સરખો હુકમ કરીને તમામ અરજીઓનો નિકાલ કર્યો હતો. જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારે પૂરતા ડોકયુમેન્ટ તપાસ્યા બાદ વિગતોમાં સુધારો કરી આપવો પડશે.
બાળકને દત્તક લીધા બાદ તેમના ફોસ્ટર માતા-પિતા તેમના જન્મની તારીખ કે વિગતોમાં સુધારો કરવા માગતા હોય તો તેના માટે પહેલા સિવિલ કોર્ટમાંથી મંજૂરી લેવી પડતી હતી. આ નિયમની કાયદેસરતાને પડકારતી અનેક અરજીઓ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. તેમાં એવી દલીલ કરાઈ હતી કે, બાળકને દત્તક લેતી વખતે તેના બાયોલોજિકલ પિતાને ભવિષ્યમાં કોઈ વાંધો પડે તો, એવા ડરથી જન્મની વિગતોમાં સુધારો કરવા દેવા રજિસ્ટ્રાર મનાઈ ફરમાવતા હતા. ફોસ્ટર માતા-પિતા જન્મની સંબંધિત કોઇ વિગતોમાં સુધારો કરવા માંગતો હોય તો તેમને સિવિલ કોર્ટમાં જઈને મંજૂરી લેવી પડે છે. હાઈકોર્ટે આ નિયમ રદ કરીને કોર્ટની મંજૂરીની જરૂર નહીં હોવાનું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે તેના અવલોકનમાં ઠેરવ્યું છે કે, દત્તક બાળક લીધું હોવાનો રજિસ્ટર્ડ કરાર થયો હોય તેમાં જન્મના પ્રમાણપત્રમાં સુધારો કોર્ટની મંજૂરી વગર કરી આપવો પડે.
No comments:
Post a Comment