ગણોતધારા નીચેની નિયંત્રિત અવિભાજય પ્રકારની નવી શરતની જમીન શૈક્ષણિક કે સખાવતી સંસ્થાને ખેતી કે બિનખેતી વિષયક હેતુ માટે જમીન ભેટ આપવાની હોય ત્યારે લેવાની થતી પ્રીમિયમની રકમના દર બાબત.
ઠરાવ નં. :- નશજ-ગણત-૧૦૨૦૦૪-૨૬૪૯-ઝ સચિવાલય, ગાંધીનગર. તા.૧-૯-૨૦૦૪.
સંદર્ભ:-
(૧) મ.વિ.ના ઠરાવ નં. ગણત-૧૦૮૦-સંકલન-૪-જ,તા.૨૦-૫-૮૦
(૨) મ.વિ.ના ઠરાવ નં. નશજ-૧૦૮૧-૨૦૨૩-ઝ, તા.૧૩-૭-૮૩ અને તા. ૧૭-૯-૮૪
(૩) કલે.શ્રી, સુરતને લખાયેલ તા.૨૦-૧૧-૧૯૮૪ ના પત્ર નં. ગણત-૧૬૮૪-૧૮૮૦૦-જ તથા આવા પ્રકારના અન્યોને લખાયેલ પત્રો
ઠ રા વ ::-
ગણોતધારાની કલમ-૪૩(૧) કલમ-૩૨-પી(૮)તથા અન્ય કલમો નીચેની પ્રતિબંધિત નિયંત્રણોવાળી અવિભાજય પ્રકારની નવી શરતની જમીનોની જુદી જુદી રીતે થનાર તબદીલીની પરવાનગી આપતી વખતે કયા દરે પ્રિમિયમ વસુલ લેવું તે ઉપરોકત સંદર્ભ-૧ના ઠરાવના ફકરા-૧૦ અને ૧૧ માં જરૂરી જોગવાઈ કરવામાં આવેલ છે. ઉકત જોગવાઈઓમાં સંદર્ભ-૨ માં જણાવેલ વિભાગના તા.૧૩-૭-૮૩ના ઠરાવથી ફકરા-૧૦(ક) તથા ફકરા-૧૧(ક)ના ક્રમ-૧ માં ફેરફાર કરી કોઈ વ્યકિત, મંડળ કે સંસ્થાને જમીન ખેતી વિષયક હેતુ માટે વેચાણ આપવાની હોય ત્યારે આકારના ૬૦ પટની રકમ લેવાના બદલે ૭૫% પ્રિમિયમ (હાલના વેચાણ આપનારનો સળંગ કબજો ૨૦ વર્ષની અંદરનો હોય ત્યારે) અથવા ૫૦% પ્રીમિયમ (હાલના વેચાણ આપનારનો સળંગ કબજો ૨૦ વર્ષથી ઉપરનો હોય ત્યારે) લેવાનું ઠરાવવામાં આવેલ છે.
ઉપરોકત સંદર્ભ-૧ માં જણાવેલ ઠરાવના ફકરા-૧૦ અને ૧૧ ના ક્રમ નં.૭ ઉપર શૈક્ષણિક કે સખાવતી સંસ્થાને ખેતી કે બીનખેતી વિષયક હેતુ માટે જમીન ભેટ આપવાના હોય ત્યાં રુા.૧/- અથવા આકારની અડધી રકમ એ બેમાંથી જે વધુ હોય તેટલી રકમ પ્રિમીયમ તરીકે વસુલ લેવામાંઆવે છે. ધણાખરા કિસ્સાઓમાં આવી નિયંત્રિત જમીનો માટે નિયત થયેલ આવી જૂજ રકમનું જ પ્રિમીયમ ભરવું પડે તે માટે આવા ખાતેદારો બક્ષિસથીજમીનો તબદીલ કરે છે અને ખાનગી ધોરણે જમીનની વેચાણ કિંમત મેળવી લે છે. આમ કરવાથી સરકારને ધોરણસરના પ્રિમીયમની આવક ગુમાવવી પડે છે. તદુપરાંત આવા અરજદારો જો તેમની જમીન શૈક્ષણિક કે સખાવતી સંસ્થાને બક્ષિસ કરવા માગતા હોય તો તેનો અર્થ એમ કરી શકાય કે તે ખાતેદાર હવે આર્થિક રીતે સમૃધ્ધ થયો છે. (સરકાર પાસેથી જમીન મેળવી ત્યારે તે આર્થિક રીતે નબળો હતો તે આધારે જમીન મેળવી હતી) અને જો તે આવી કિંમતી જમીન બક્ષિસથી આપતો હોય તો તેવા કિસ્સામાં સરકારને પ્રિમીયમ પણ તે ખાતેદારે ભરવું જ જોઈએ. સરકારની પ્રિમીયમની આવક ડુબાડીને આવી જમીનો બક્ષિસથી તબદીલ કરવી યોગ્ય ગણી શકાય નહીં.
આથી ઉપર જણાવેલ સંદર્ભ-૧ ના ઠરાવના બંને ફકરા-૧૦ અને ૧૧ ના ક્રમ નં.૭ માં જણાવેલ પ્રિમીયમનાં ધોરણોમાં ફેરફાર કરવાની બાબત સરકારની વિચારણામાં હતી. આથી આ બાબતે સરકારે પુખ્ત વિચારણા કરીને ગ.ધા.હેઠળ પ્રાપ્ત થયેલ જમીનને જયારે શૈક્ષણિક કે સખાવતી સંસ્થાને બક્ષીસ /ભેટ આપવાની હોય ત્યારે સંદર્ભ (૧) માં દર્શાવેલ તા.૨૦-૫-૮૦ ના ઠરાવના બંને ફકરા–૧૦ અને ૧૧ ના ક્રમ નં.૭ માં જણાવેલ પ્રિમીયમનાં ધોરણ રુા.૧/- અથવા આકારની અડધી રકમ (એ બેમાંથી જે વધુ હોય તે) ના બદલે હવેથી આવી જમીનોને તબદીલ કરવાના પ્રસંગે મંજુરી આપતી વખતે પ્રવર્તમાન બજાર કિંમતના ૫૦% રકમ પ્રિમિયમ તરીકે વસુલ લેવાનું ઠરાવવામાં આવે છે.
२. સંદર્ભમાં જણાવેલ ક્રમ-૩ ના પત્ર/પત્રોને રદ થયેલ ગણવાના રહે છે.
૩. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકવાળી ફાઈલ ઉપર નાણાવિભાગની તા. ર૭-૮-૦૪ ની મળેલ સંમતિથી બહાર પાડવામાં આવેલ છે.
No comments:
Post a Comment