મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ–૧૯૪૮ખેતીની જમીન બીનખેતીમાં ફેરવાતાં કલમ-૬૩ નો ભંગ બાબત.
પરિ૫ત્ર ક્રમાંક- ગણત- ૧૯૯૧-એમ. આર.-૧૨-ઝ. ता.03-02.2002
વંચાણે લીધા– મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક-ટીએન.સી./૧૦૬૭/૭૪૭૭૭/૪, તા.૩/૧/૧૯૬૮.
પરિપત્ર -
જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ અન્વયે જે જમીનને બીનખેતી માટે પરવાનગી આપી હોય અને જે તે જમીનને બિનખેતી ઉપયોગ શરૂ થઈ ચૂક્યો હોય તે જમીનને મુંબઈ ગણાંત વહીવટ અને ખેતીની જમીન કાયદો –૧૯૪૮ ની કલમ-૬૩ અને ૮૪(સી) લાગુ પડતી નથી. તે અંગેની સૂચનાઓ ઉપર સંદર્ભમાં નિદિષ્ટિ કરેલ પરિપત્ર તા. ૩/૧/૬૮ થી આપવામાં આવેલ છે. આમ છતાં ઉકત સૂચનાનું પાલન કરવામાં આવતું નથી. તેવી બાબત રાજય સરકારના ધ્યાન પર આવેલ છે. જેથી આ બાબતે તા. ૩/૧/૬૮ ના પરિપત્રથી આપવામાં આવેલ સુચનાઓનો અસરકારક અમલ કરવા આથી સર્વે સંબંધિતોનું પુનઃ ધ્યાન દોરવામાં આવે છે.
No comments:
Post a Comment