ઓનલાઈન હકસંબધી ફેરફાર પ્રક્રિયામાં પણ તલાટી અગત્યની ભૂમિકા છે.
ગામ ખાતે નિભાવાતા લેન્ડ રેકર્ડ અને હક્કપત્રકને લગતી કામગીરીમાં તલાટીની ભૂમિકા મુખ્ય અને ઘણી જ અગત્યની છે.
ગુજરાત સરકાર તરફથી છેલ્લા દાયકાથી જમીન દફ્તર રેકર્ડનું - કોમ્પયુટરાઈઝેશન થઈ ગયું છે, તેમ છતાં પણ તલાટી ક્રમ મંત્રીને ફરજો બજાવવાની રહે છે.
મહેસુલી જમીન દફતરનું રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન કરવા તથા જાળવણી બાબતઃ રાજ્યમાં જમીન દફતરનું કોમ્પ્યુટરાઈઝેશન કરી રાજ્યના ખાતેદારોને આ રેકર્ડ સરળતાથી મળી રહે તેમ માટે તાલુકા કક્ષાએ નિભાવવા અંગે સરકારશ્રીએ મહેસુલ વિભાગનાં નીચે મુજબના પરિપત્રો અને ઠરાવથી સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ છે. સરકારશ્રીના મહેસુલ વિભાગના પરિપત્રો તથા ઠરાવોમાં આપેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ તલાટીએ કાર્યવાહી કરવાની રહે છે. મહેસુલ વિભાગના તારીખ: ૨૦-૧૨-૨૦૦૪ ના ઠરાવથી કરેલ જોગવાઈ અનુસાર ક્લેક્ટરશ્રીઓ દ્વારા તેમના જિલ્લાનાં દરેક તાલુકાનાં તલાટીઓને તેમના સેજા હેઠળના ગામે નિભાવવામાં આવતા ગામ નમુના નંબર: ૭/૧૨ અને ૮-અ ના તમામ સર્વે નંબરોની સહી સિકક્કા કર્યા વિનાની એક પ્રતઃ:ગામ રેકર્ડ તરીકે રાખવા માટે આપવાની છે અને આ ગામ નમુના નંબર: ૭/૧૨ અને ૮-અ માં વખતોવખત થતા ફેરફાર લક્ષમાં લઈને કલેક્ટરશ્રી તલાટીને ગામ નિભાવવાના રેકર્ડ તરીકે પૂરી પાડવાની છે તે મુજબ તલાટીએ ૭/૧૨ તથા ૮-અ ના તમામ સર્વે નંબરોની સહી સિક્કા કર્યા વિનાની એક પ્રત મેળવી ગામ રેકર્ડ રૂપે રાખવાની હોય છે. તલાટીને મળેલ રેકર્ડનો આ સેટ વેચાણ માટે નથી, પરંતુ તલાટી પાસે ગામે રાખવાનો છે અને તલાટીએ તેમના સેજાનાં ગામે ગામ નમુના નં. ૧૨ ની મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં ફીડ કરવામાં આવેલ યાદીની નકલ મેળવી, ગામનાં દરેક ખેતરે ફરી તુલવારીની નોંધણી કરવાની હોયછે. હવે પહાણીપત્રકની (તુલવારીની) જે જે સર્વે નંબરની જમીનમાં તુલના ફેરફાર થયો હોય તેને સુધારીને લખવાની છે અને જે તુલનો ફેરફાર થયેલ ન હોય તે યથાવત રાખવાની છે અને પહાણીપત્રકની કામગીરી પૂર્ણ થયેથી તેનાં પત્રકો ઈ-ધરા કેન્દ્રમાં આપવાનાં છે. તે સિવાય અન્ય કોઈપણ પ્રકારનું લખાણ તેમાં કરવાનું નથી તેમજ સરકારશ્રી તરફથી આ અંગે જે જે સુચનાઓ આપવામાં આવે તે મુજબ અમલ કરવાનો છે.
No comments:
Post a Comment