ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડા નિયમબધ્ધ કરવાની કાર્યપધ્ધતિ
ઠરાવ ક્રમાંક: વડલ/૧૦૨૦૧૫/૧૪૨૦/૧૪/ક,
વંચાણે લીધા :-
૧. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : જમન/૩૯૬૮/અ, તા.૨૨/૦૬/૬૮.
૨. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : વડલ/૧૦૭૯/૩૧૪૮૮/૬, તા.૨૫/૦૪/૮૦.
૩. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : વડલ/૧૦૭૯/૧૧૦૩૫૧/ક. તા.૨૫/૦૮/૮૧.
૪. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : વડલ/૨૬૯૫/એમએલએ/૭/૬, ८८.०१/०५/८८.
૫. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : વડલ/૧૦૭૯/૧૧૦૩૫૧/ક, તા.૨૮/૦૨/૧૪.
૬. મહેસુલ વિભાગનો ઠરાવ ક્રમાંક : વડલ/૧૦૨૦૧૫ /૧૪૨૦/ ૧૪/૬, ८८.३०/०४/१५.
૭. મહેસુલ વિભાગનો પત્ર ક્રમાંક : વડલ/૧૦૨૦૧૫/ ૧૪૨૦/ ૧૪/૬, તા.૦૮/૦૨/૨૦૧૭
આમુખ:
ઉપર્યુક્ત વંચાણે લીધેલ ક્રમાંક: ૧ થી ૩ આગળ દર્શાવેલ ઠરાવોથી ગામતળ અને સીમતળના વાડાઓ અંગેના નિયમો-વાડા સંહિતા અંગેની જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વાડાઓ નિયમબધ્ધ કરવા માટે ઉપર વંચાણે લીધેલ ક્રમાંક: ૪ થી ૬ આગળ દર્શાવેલ ઠરાવથી વાડાઓ નિયમબધ્ધ કરવા માટેની સમયમર્યાદા પણ લંબાવવામાં આવેલ છે. આ સમયમર્યાદામાં વાડાઓ સંપૂર્ણપણે નિયમબધ્ધ થઈ શક્યા નથી. વધુમાં ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાઓ સમયમર્યાદામાં નિયમબધ્ધ ન થવાને પરિણામે ૧૯૬૮ની સ્થિતિએ ઉપભોગ કરનારાઓમાં ફેરફાર થયો હોવાનું, કેટલાક કિસ્સાઓમાં તબદીલીઓ થઇ હોવાનું અને કેટલીક જગ્યાઓમાં બાંધકામ થયાનું પણ સરકારના ધ્યાન પર આવેલ છે. વધુમાં ઉપર ક્રમાંક: ૭ આગળ દર્શાવેલ તા. ૦૮/૦૨/૧૭ ના પત્રથી તા. ૩૦/૦૪/૧૬ ના ઠરાવ મુજબની સૂચનાઓનો અમલ સ્થગિત કરવામાં આવેલ છે. આથી જે વાડાઓ નિયમબધ્ધ થયેલ નથી તેવા ગ્રામ્યવિસ્તારના ગામતળના વાડાઓ નિયમબધ્ધ કરવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
ઠરાવ :-
વિભાગના ઉપર ક્રમાંક ૭ આગળ દર્શાવેલ તા. ૦૮/૦૨/૧૭ નો સરખા ક્રમાંકનો પત્ર આથી રદ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના ગામતળના જે વાડાઓ નિયમબધ્ધ થયેલ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાઓ નીચે દર્શાવેલ નવી કાર્યપધ્ધતિ અનુસાર આથી નિયમબધ્ધ કરવાનું ઠરાવવામાં આવે છે.
૧. કયા વાડા નિયમબધ્ધ કરી શકાશે?
(૧) વાડાસંહિતાના નિયમો ૨૨/૦૬/૧૯૬૮થી અમલમાં આવેલ છે. આથી વર્ષ ૧૯૬૮માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબધ્ધ કરી શકાશે. વાડા સંહિતાના નિયમો મુજબ ગામતળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી.
૨. ક્યા પ્રકારના વાડાના કેસો નિયમબધ્ધ થઇ શકશે નહીં?
(૧) જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કે કોઇ તકરાર ચાલતી હોય અથવા કોર્ટનો કોઇ મનાઇ હુકમ હોય અથવા માલિકી નો વિવાદ હોય તેવા વાડાઓ.
(૨) શહેરી વિસ્તારમાં આવેલ વાડાઓ.
(૩) વર્ષ ૧૯૬૮ પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ.
૩. વાડાના ક્ષેત્રફળ બાબતની સ્પષ્ટતા:
(૧) વર્ષ ૧૯૬૮માં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વાડાનું ક્ષેત્રફળ જ ધ્યાને લેવાનું રહેશે અને મહત્તમ ૨૦૦ ચો.મી ની મર્યાદામાં વાડા નિયમબધ્ધ થઇ શકશે.
(૨) જો વાડાનો ૨૦૦ ચો.મી.ની મર્યાદા ઉપરાંતનો કબજો હશે તો પ્રવર્તમાન મહેસૂલી નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
(૩) વાડા રજીસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ, અવર જવરનો રસ્તો કે કેડી/ચાલ ઉપરના લોકોના અવરજવરના હક્કને બાધારૂપ/અવરોધરૂપ જણાતુ હોય તો કબજા હક્ક મેળવવા રજુ કરેલ દાવાની જમીનનું ક્ષેત્રફળ તદ્દાનુસાર ઘટાડીને કબજા હક્ક આપતો હુકમ કરવાનો રહેશે અને આ હુકમમાં આ બધી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે.
૪. કબજા હક્ક આપવા માટેની કબજા કિંમત:
ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે સંપૂર્ણ કબજા ભોગવટા હક્ક માટે કબજા કિંમત રૂ. ૫૦/- (રૂપિયા પચાસ પૂરા) પ્રતિ ચો.મી. વસૂલ કરી કબજાહક્કો આપવાના રહેશે.
૫. કબજા હક્ક મેળવવાની પાત્રતા તથા કરવાની કાર્યવાહી:
(૧) જો દાવેદારનું નામ વાડા રજીસ્ટરમાં હશે તો તે વાડો સીધો જ તેના નામે કરવામાં આવશે.
(૨) જો વાડા રજીસ્ટરમાં નોંધાયેલ વ્યક્તિ સિવાયનો દાવેદાર હોય પરંતુ દાવેદાર વારસદાર/ખરીદનાર/અન્ય કાયદેસરનો વારસદાર હશે તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે.
૬. વાડાનો બિનખેતી ઉપયોગ થતો હોય તેવા કિસ્સામાં ધ્યાને રાખવાની બાબતો:
(૧) જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો બિનખેતી આકાર અને યોગ્ય વેરા (Appropriate Charge) લેવામાં આવશે અને બિનખેતી તરીકેની તબદીલી નિયમિત કરવામાં આવશે.
(૨) જ્યાં આવા વાડા હોય તેવા દરેક ગામમાં પૂરક ગામ નમૂનો નંબર-૨ નિભાવવાનો રહેશે જેમાં આવા વાડાની જમીનો ગામતળની જમીનો ગણવાની રહેશે અને બિનખેતીના ઉપયોગ માટે આકારણી કરવાની રહેશે અને મિલ્કતના રેકર્ડનો ભાગ ગણવાનો રહેશે.
૭. વાડા નિયમબધ્ધ કરવા માટેની કાર્યપધ્ધતિ:
(૧) વાડાની જમીન નિયમબધ્ધ કરવા માટે આ સાથેના નમૂના મુજબની અરજદારની અરજી મેળવવાની રહેશે.
(૨) ઉપર્યુક્ત રીતે વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે, તેની પ્રાથમીક તપાસ તલાટી મંત્રી દ્વારા કરાવવાની રહે છે અને સર્કલ ઓફીસર દ્વારા સ્થળ ખરાઇ, પંચ રોજકામ તેમજ આધાર પુરાવા અને મહેસુલી રેકર્ડથી ખરાઇ કરી સાધનિક કાગળો અભિપ્રાય સહિત મામલતદારશ્રીને રજૂ કરવાના રહેશે.
(૩) અરજી મળ્યાની તારીખથી બે માસની અંદર કબજાહક્કની કિંમત મામલતદારે નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે. અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી ૧૫ દિવસમાં ભરવાની રહેશે. આ સમયમર્યાદામાં અરજદાર કબજાહક્કની કિંમત નહીં ભરે તો કબજાહક્ક મેળવવાનો નથી, તેવી માન્યતા સહ અરજી દફતરે કરવાની રહેશે. કબજાહક્કની રકમ ઉક્ત સમયમર્યાદા પૂરી થયા પછી અરજદાર ભરે તો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આધારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે.
(૪) મામલતદારે સાધનિક કાગળોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરી હુકમ કરતાં પહેલાં કબજાહક્કની કિંમત ભર્યાની ખાતરી કરી વાડાના કબજાહક્ક આપતો વિધિસરનો હુકમ કરવાનો રહેશે. સાથોસાથ માપણી કરાવીને જમીનનો કબજો સુપરત કરવાનો રહેશે તથા ચતુર્સીમા દર્શાવતી સનદ/દાખલો પણ આપવાનો રહેશે.
(૫) ઉક્ત કબજા હક્કની કિંમત ભરી તેનો નિર્દેશિત હુકમ મેળવ્યે, તેવી વાડાની જમીન જુની શરતે તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાય છે.
(૬) જ્યારે વાડા રજીસ્ટર મળી આવતા ન હોય અને ત્યારે તે વાડા નિયમબધ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેક્ટરે યોગ્ય હુકમો અર્થે ચોક્કસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે.
૮. આ હુકમો નાણા વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર તા. ૦૧/૦૩/૧૭ ના રોજ મળેલ સંમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
____________________________________________
નમૂના-૧
ગ્રામ્ય વિસ્તારના વાડાની જમીનના કબજા હક્ક મેળવવાનું અરજી ફોર્મ
૧. અરજદારનું નામ:
૨. ગામનું નામ:
૩. તાલુકો:
૪. જિલ્લો:
૫. અરજદારના ઘરનો આકારણી મુજબ ઘર નંબર:
૬. ફળિયું/લતો/વાસનું નામ:
૭. વાડા રજીસ્ટર ક્રમાંક:
૮. વાડાનું માપ (ચો.મી.):
૯. વાડો ઘરને અડીને છે કે દૂર:
૧૦. થોરીયાની વાડ છે કે કાંટાની વાડ કે પાકી દીવાલ:
૧૧. વાડાનો હાલનો થતો ઉપયોગ:
૧૨. અરજદાર કયા હક્કથી વાડાનો ઉપયોગ કરે છે:
(૧) ધારણ કરનાર ખુદ
(૨) વારસદાર તરીકે / અન્ય કાયદેસરના વારસદાર તરીકે
(૩) ખરીદનાર તરીકે
૧૩. કબજાહક્કની કિંમત ભરવાની કબૂલાત આપતું સોગંદનામુ
૧૪. જાહેરમાર્ગ, ચાલ કે લોકોને અવરજવરમાં બાધારૂપ ક્ષેત્રફળ દૂર કરવા કે બાંધકામ દૂર કરવામાં આવશે તેની સંમતિ.
ઉપરની તમામ વિગતો સંપૂર્ણ સાચી અને ખરી છે.
અરજદારની સહી
______________________________________________
નમૂનો-૨
ગુજરાત સરકાર
જિલ્લો:
તાલુકો:
ગામ:
દાખલો
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના તારીખ ઠરાવ નંબર ના શ્રી ના વાડા અંગેના નિયમો બાબતના અન્વયે જિલ્લા. તાલુકા ગામ .એ પોતાના હસ્તકના ગામતળના મકાનને અડીને આવેલા/પોતાના મકાનથી દુર આવેલ વાડાની જમીન પરત્વે ઉપરોક્ત નિયમો અનુસાર કબજા કિંમતના રૂ. પૈસા ચલન/પહોંચ નંબર થી તારીખ ના રોજ સરકારમાં ભરી સંપૂર્ણ કબજા ભોગવટાના હક્ક મેળવ્યા તેની ખાતરી બદલ આ દાખલો આપવામાં આવે છે. જે વાડાની જમીન પરત્વે કબજા હક્ક મેળવ્યા છે તેનું અંદાજી ક્ષેત્રફળ ચો.મી. છે અને તેની ચર્તુસીમા નીચે મુજબ છે.
ચતુંસીમા
ઉત્તર
દક્ષિણ
पूर्व
પશ્ચિમ
તારીખ:સ્થળ:
મામલતદારની સહી
(દાખલામાં જે શબ્દો લાગુ પડતા ન હોય તે ટૂંકી સહી કરી રદ કરવા).
કચેરીનો સિક્કો
No comments:
Post a Comment