મૃતકના પિતૃપક્ષી વારસ હયાત ન હોય ત્યારે તેમના સૌથી નજીકના માતૃપક્ષી વારસો હકદાર બને.
આ કેસમાં બચાવકર્તાઓ-વાદીઓ, શ્રીમતી કિરપોની પૌત્રીઓ છે, કે જેણી જગન્નાથ (દાવાવાળી મિલકતના મૂળ માલિક)ના પિતાની બહેન હતી. તેઓએ ઉપરોક્ત સંબંધની રૂએ દાવાવાલી મિલકત ઉપર કબજાનો દાવો દાખલ કર્યો હતો. પ્રતિવાદીઓએ દાવાનો વિરોધ જગન્નાથ દ્વારા તેમની તરફેણમાં કરવામાં આવેલ નોંધાયેલ વવસયતના આધારે કર્યો હતો. ટ્રાયલ કોર્ટે ઠરાવ્યું હતું કે, વાદીઓ કિરપોની પૌત્રીઓ છે અને કિરપો મંગલની સગી બહેન હતી કે જેઓ જગન્નાથના પિતા હતા અને દાવામાં હુકમનામું કર્યું હતું. કથિત હુકમની વિરુદ્ધ અપીલોનો દોર ચાલ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટ સમક્ષની અપીલમાં ઠરાવવામાં આવ્યું હતું કે, “મૃતક જઝ્નાથ કે જેમના કોઈ પિતૃપક્ષી વારસ હયાત નહોતા, તેમના સૌથી નજીકના માતૃપક્ષી વારસો હોઈ બચાવકર્તાઓ વાદીઓ દાવાવાળી મિલકત માટે હકદાર હતા.”
(Ref.: જરનૈલ સિંઘ વિ. ભાગવંતી- સુપ્રીમ કોર્ટ-૨૦૧૮).
No comments:
Post a Comment