જમીન સંપાદનના કેસમાં જમીન માલિકની સંમતિ વિના સમાધાન એવોર્ડ થઈ શકે નહીં.
જમીન સંપાદનના આ કેસમાં અધિનિયમની કલમ ૧૧(૨) હેઠળ પસાર થયેલ સમાધાન એવોર્ડના રદ્દીકરણ માટે તેમ જ અધિનિયમની કલમ ૧૧(૧) હેઠળ એવોર્ડ કરવા માટે અરજદાર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જે નામંજૂર થતાં વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. નોંધવામાં આવ્યું હતું કે, એવા કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ હતા નહીં કે જેના આધાર ઉપર એવું કહી શકાત કે, અરજદારે અધિનિયમની કલમ ૧૧(૨) હેઠળ એવોર્ડ પસાર કરવા અને જમીનનું સંપાદન કરવા માટે સંમતિ આપી હતી. તેથી અરજદારને અધિનિયમની કલમ ૧૧(૧) હેઠળ વળતર મેળવવાના તેમ જ અધિનિયમની કલમ ૧૮ હેઠળ સંદર્ભ કરવાના તેમના કાયદેસરના અધિકારનો ઇનકાર કરી શકાય નહીં. અરજદારની જમીનના સંબંધમાં અધિનિયમની કલમ ૧૧(૧) હેઠળ નવેસરથી એવોર્ડ કરવા સૂચના આપવામાં આવી.
(Ref.: શિવાભાઈ વાજાભાઈ વણોલ વિ. કાર્યપાલક ઈજનેર અને બીજા- નામદાર ગુજરાત હાઈકોર્ટ-૨૦૧૫) ૨૦૧૫(૧) LLJ 233
No comments:
Post a Comment