મંડળીઓને જમીન આપવી :-
સહકારી મંડળીઓને ઉચ્ચ અગ્રતા આપી હોવા છતાં સધન ઘટકો સિવાય તેમને જમીન આપવાનું શક્ય બનશે નહીં. એથી એ જ લઘુતમ સાધન ઘટક લગભગ ૧૦૦ એકરનો હોવો જોઈએ. તેમ છતાં પાંચ માઈલની ત્રિજ્યામાં પથરાયેલી હોય તેવી બધી મળીને ૧૦૦ એકર જેટલી જમીન મંડળીને તે શરતને આધીન રહીને લગભગ ૨૫ એકરના સધન ઘટક આપવા કોઈ હરકત હોઈ શકે નહીં. તેમ છતાં ૧૦૦ એકર અને ૨૫ એકરની ઉપર જણાવેલી મર્યાદાને ચુસ્તપણે વળગવું નહીં. સધન ઘટક ૯૦ થી ૧૦૦ એકર જેવડો હોય અને પેટા ઘટકો ૨૩ થી ૨૫ એકર જેવડા હોય તો તેમાં કોઈ હરકત નથી. આ હેતુ માટે પાંચ માઈલ અથવા લગભગ તેટલી ત્રિજ્યાના વિસ્તારમાંથી આવી વ્યકિતઓની એક સહકારી મંડળી રચી શકે તેવી સ્થિતિ છે. તે મતલબનું સમાજ કલ્યાણ અધિકારીએ આપેલ પ્રમાણપત્ર તે મંડળીને જમીન આપવા પ્રાન્ત અધિકારી માટે પૂરતું છે. સહકારી ખેતી મંડળીની રચના માટે જો ડીસ્ટીક્ટ રજીજી- સ્ટ્રારની માંગણી થતાં ૬ મહીનાનો સમય આપવો,
૧૧. કબજો ક્યારે આપવી :-
જે જમીન એવી હોય કે તે કાયમી ધારઓ જેને આપવામાં આવતી હોય તે વ્યકિત સિવાય બીજી વ્યક્તિનો ઉભો પાક તેમાં હોય તો તેમાંથી પાક લણાઈ જાય તે પછી જ તેનો કબજો સોંપવામાં આવશે.
૧૨. તા. ૧૫/૨/૧૯૮૯ ના સરકારી ઠરાવ નં. જમન-૩૯૮૮-૩૨૯૦(૧)-અ. ના અમલ અર્થે.
૧. “પછાત વર્ગની વ્યકિતઓ" માં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિઓ તથા તા. ૧-૪-૭૮ના સરકારી ઠરાવ મજર
સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ક્રમાંક : બીસીઆર-૧૦૭૮-૧૩૭૩૪૮ સાથે જોડેલ જોડાણ-૧માં દર્શાવેલ સામાજિક અને શૈક્ષણિક પછાત એવી ૮૨ જ્ઞાતિઓ તથા વર્ગો જયોની ભૂમિહીન વ્યક્તિઓ અને ઉપરોકત તા. ૧-૪-૭૮ના ઠરાવના ફકરા-૪માં દર્શાવેલ આફ્રિક રીતે પછાત ભૂમિહીન વ્યકિતઓનો સમાવેશ થશે તેમ છતાં પછાત વર્ગની વ્યક્તિઓમાં પરસ્પર અગ્રતા નીચે મુજબ રહેશે.
(અ) અનુસૂચિત જનજાતિ અને અનુસુચિત જાતિઓ જો પ્રસંગ ઉભો થાય તો અનુસૂચિત જાતિમાં ભંગી વર્ગને પ્રથમ પસંદગી આપવી.
(બ) અનુસૂચિત વિસ્તારોમાં પ્રથમ પસંદગી અનુસૂચિત જનજાતિના શખ્સને આપવી અને બીજી પસંદગી અનુસૂચિત જાતિના શખ્સને આપવી.
૧. સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગની જમીન વિહોણી વ્યકિતઓ.
૨. છોટાઉદેપુર પ્રાન્તના 'કોલીઓને પછાત વર્ગમાં ગણી જમીન આપવી.
૩. પછાત વર્ગ સહકારી મંડળી એટલે કે એવી મંડળી જેમાં પછાત વર્ગના સભ્ય ઓછામાં ઓછા ૬૦ ટકા હોય.
No comments:
Post a Comment