ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને લાભાર્થીઓને ફાળવેલી ખેતીની જમીનોને નવી બને અવિભાજય શરતના નિયંત્રણો દૂર કરી ફક્ત ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવા બાબત.
ઠરાવ નંબર : એએલસી-૧૦૨૦૦૦/૬૬૦--છ, સચિવાલય, ગાંધીનગર. તારીખ :- ૧૦-૦૫-૨૦૦૧.
સંદર્ભ:–
૧. સંકલિત મહેસુલ વિભાગના ઠરાવ નંબર : નશજ-૧૦૮૨ /૫૧૮-ઝ, તારીખ ૧૬/૦૩/૧૯૮૨.
२. મહેસુલ વિભાગના ઠરાવ નંબર : નશજ-૧૦૮૧/-:૦૨૩-ઝ, તારીખ ૧૩/૦૭/૧૯૮૩.
3. મહેસુલ વિભાગના ઠરાવ નંબર : નશજ-૧૦૮૧/ ૦૨૩-ઝ, તારીખ ૧૭/૦૯/૧૯૮૪.
४.મહેસુલ વિભાર્ગના ઠરાવ નંબર : નશજ-૧૦૮૧/૩૧૫૨-જ, તારીખ ૧૧/૦૩/૧૯૯૬.
५. મહેસુલ વિભાગના પત્ર ક્રમાંક : એસએલએ-૧૦૮:૪/૧૮૭૮-છ, તારીખ ૦૨/૦૧/૧૯૯૬.
5. મહેસુલ વિભાગના પત્ર ક્રમાંક : એસએલએ-૧૦૯:૭/૨૦૯૭-છ, તારીખ ૦૬/૦૩/૧૯૯૮.
ઠરાવ :-
ગુજરાત રાજયમાં તારીખ ૦૧/૦૯/૧૯૬૧થી ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો (જૂનો) અમલમાં આવ્યો અને ત્યારબાદ આ કાયદામાં થોડાક સુધારા સહિતનો સુધારેલો (નવો) કાયદાનો અમલ તારીખ ૦૧/૦૪/૧૯૭૬થી કરવામાં આવ્યો છે અને હાલ પણ તે અમલમાં છે.
આ કાયદા અન્વયે કોઈપણ વ્યકિત કે સંસ્થા નિયત કરેલા ક્ષેત્રફળથી વધારાની જમીન જો તારીખ ૦૧/૦૪/૧૯૭૬ના રોજ ધારણ કરતી હોય તો આવી વધારાની ધારણ કરેલી જમીન ફાજલ
પાડી સરકાર હસ્તક લેવામાં આવે છે. આવી ફાજલ પડેલી જમીન નબળા વર્ગના લોકોને અગ્રતાના વોરણે સાથણીમાં નવી અને અવિભાજય શરતથી ખેતીના હેતુ માટે આપવામાં આવે છે.
આવી જમીનો ખેતીથી ખેતીના જ હેતુ માટે જૂની હારતમાં ફેરવવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. આ અંગે સરકારશ્રીએ પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ત્યારે હેઠળ ફાજલ પડેલી અને ખેતીના હેતુ માટે નવી શરતે લાભાર્થીઓને ફાળવેલી જમીનોને ફક્ત ખેતીના હેતુસર નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે સંદર્ભ(૪) (ચાર)માં દર્શાવેલા મહેસુલ વિભાગના ઠરાવ નંબર : નશજ-૧૦૮૧/૩૧૫૨–જ, તારીખ ૧૧/૦૩/૧૯૯૬ની જોગવાઈઓ લાગુ પાડવાનું ઠરાવ્યું છે. અને આવી કામગીરી નીચે દર્શાવેલ કાર્યપધ્ધતિ અનુસાર કરવાની રહેશે. તમામ તલાટી કમ મંત્રીઓએ તેમના કાર્યક્ષેત્રમાં આવતી ટોચ મર્યાદા ધારા હેઠળની ફાજલ
(৭) જમીન કે જેનો લાભાર્થી પાસે સળંગ કબજો જે માસના અંતમાં પંદર વર્ષ કે તેથી વધુ સમયનો થતો હોય તેવી જમીનોની ૭/૧૨, ૮અ, સંબંધિત નોધો, શરતભંગ છે કે કેમ, ૬૦ પટની થતી ભરવાપાત્ર રકમ, લાભાર્થીનું નામ, સરનામું વિગેટને લગતી માહિતી તૈયાર કરી દરેક માસના અંત સુધીમાં સંબંધિત મામલતદારને અચૂકપણે મોકલી આપવાની રહેશે.
(૨) મામલતદારશ્રીએ તેમને મળેલી આવી માહિતી વધુમાં વધુ ૧૫ દિવસમાં સંબંધિત પ્રાંત અધિકારી/નાયબ કલેકટર (જ.સુ.)ને મોકલી આપવાની રહેશે.
(૩) પ્રાંત અધિકારી / નાયબ કલેકટર (જ.સુ.) એ તેમને મળેલી આવી માહિતીની દિન ૧૫માં ચકાસણી કરી જે જમીનો જૂની શરતમાં ફેરવવાપાત્ર જણાતી હોય તે જમીનના લાભાર્થીઓને ૬૦ પટની રકમ ૧ માસમાં ભરી દેવા લેખિતમાં જાણ કરવાની રહેશે. આવા જાણ કરતા પત્રની નકલ સંબંધિત સમાહર્તાશ્રીને પણ મોકલવાની રહેશે. ૬૦ પટની રકમ ભરપાઈ થઈ ગયા બાદ એક અઠવાડિયામાં આવા હુકમો અચૂક કરી દેવાના રહેશે. અરજદાર ૧ માસમાં રકમ ન ભરે તો વધુ ૧ માસની મુદત આપવાની રહેશે. કોઈ સંજોગોવશાત આ સમય મર્યાદામાં જમીન ધારણ કરનાર ૬૦ પટ ન ભરી શક્યા હોય તો જમીનધારક લાભાર્થીએ તલાટીને અરજી કરવાની રહેશે અને પછી તલાટ એ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
આ કાર્યવાહી માટે સમય મર્યાદાનો બાધ નડશે નહિ જે જમીનો જૂની શરતમાં ફેરવવાપાત્ર ના હોય તો તે બાબતે સંબંધિતોને યોગ્ય કારણો સહિત તૂરત જ જવાબ પાઠવવાનો રહેશે. જે જમીનો જૂની શરતમાં ફેરવવામાં આવે તે હુકમની એક નકલ સંબંધિત સમાહર્તાશ્રીને મોકલવાની રહેશે.
૪) પ્રાંત અધિકારી / નાયબ કલેકટર (જ.સુ.) ધ્વારા કરવામાં આવેલા આવા હુકમો પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ રીવીઝનમાં લેવાના રહેશે.
(૫) ઉપર સૂચવેલ કાર્યપધ્ધતિમાં કોઈપણ તબકકે વિલંબ, અનિયમિતતા જણાય તે સંબંધિત અધિકારી/કર્મચારી સામે શિસ્ત વિષયક પગલાં લેવાના રહેશે.
२. પરંતુ આવી જમીનો જૂની શરતમાં ફેરવાયા બાદ જો આવી જમીનો બિનખેતીના હેતુ માટે વાપરવાની પરવાનગી માંગે ત્યારે આ. વિભાગના ઠરાવ ક્રમાંક : નશજ-૧૦૮૧/૨૦૨૩-ઝ, તારીખ ૧૩/૦૭/૧૯૮૩ની જોગવાઈઓને આધિન નિયમ મુજબ પ્રિમિયમનેપાત્ર રહેશે. વળી આવી જમીન બિનખેતીના હેતુ માટે ફેરવતી વખતે પ્રિમિયમ ના લેવાય તેવું ના બને તેથી આ અંગે સંબંધિત ગ્રામ્ય દફતરમાં " માત્ર બિનખેતી માટે પ્રિમિયમનેપાત્ર' તેવી સ્પષ્ટ નોંધ કરવાની રહેશે.
3. આ ઉપરાંત આવી જમીન બિનખેતીના હેતુ માટે વાપરવાની પરવાનગી આપતી વખતે સરકાર કક્ષાએથી મંજૂરી લેવાની રહેશે. જે અંગેની કાર્યવાહી ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કામગીરી સંભાળતી શાખાએ કરવાની રહેશે અને આવી મંજૂરી મળ્યા બાદ જ બિનખેતીના હેતુ માટે પરવાનગી આપી શકાશે.
४. આથી ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી અને સાથણીથી આપેલી જમીનોને ખેતીથી ખેતીના હેતુ માટે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા તેમજ અન્ય હેતુ માટે તબદીલ કરવા આ ઠરાવ મુજબની કાર્યવાહી કરવા આથી તમામ સમાહર્તાશ્રીઓને સૂચના આપવામાં આવે છે.
૫. વંચાણમાં લીધેલા સંદર્ભ ક્રમાંક (૫) અને (૬)ના અનુક્રમે તારીખ ૦૨-૦૧-૧૯૯૬ અને તારીખ ૦૬-૦૩-૧૯૯૮ના પત્રોથી આપેલ સૂચનાઓ આથી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.
૬. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ ઉપર નાણાં વિભાગની તારીખ ૦૩-૦૫-૨૦૦૧ની નોધથી મળેલ અનુમતિથી બહાર પાડવામાં આવે છે.
No comments:
Post a Comment