કા.આ. ૧૯૩૧(ઈ)-કેન્દ્રીય સરકાર, રેલવે (સુધારા) અધિનિયમ ૨૦૦૮ (૨૦૦૮નો ૧૧મો) (જેને અહીં પાછીથી ઉપરોક્ત અધિનિયમ કહેવામાં આવેલ છે)ની કલમ ૨૦ એ ની પેટા-કલમ (૧) હેઠળ જારી, ભારતના રાજપત્ર, અસાધારણ, ભાગ-||, ખંડ ૩, ઉપuts (ii). તારીખ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪માં પ્રકાશિત ભારત સરકારના રેલ મંત્રાલય (ઉત્તર પશ્ચિમ રેલવે નિર્માણ વિભાગ)નો અધિનિયમ નંબર કાઆ ૩૪૯(ઈ) તારીખ ૩૦મી જાન્યુઆરી ૨૦૨૪ દ્વારા અધિસૂચનામાંથી ઉપાબદ્ધ અનુસૂચિમાં નિર્દિષ્ટ જમીનને, ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં વિશેષ રેલવે પરિયોજના એટલે "તારંગા હિલ-આબુ રોડ વાયા અંબાજી-નવી બ્રોડ ગેજ લાઈન (૧૧૬.૬૫૪ કિ.મી.)" વિશેષ રેલવે પરિયોજના'ના નિષ્પાદન, સંરક્ષણ અને વ્યવસ્થાપન તથા પ્રચાલન માટે અપેક્ષિત છે, આવી જમીનને સંપાદિત કરવા પોતાના ઈરાદાની જાહેરાત કરવામાં આવેલ.
અને અધિસૂચનાનો સાર અધિનિયમની કલમ ૨૦ એ ની પેટા-કલમ (૪) હેઠળ દૈનિક સમાચારપત્રો, એટલે "દિવ્ય ભાસ્કર", "ગુજરાત સમાચાર" અને "સંદેશ"માં તારીખ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ. અને જ્યારે આ અધિસૂચના સાથે સંલગ્ન અનુસૂચિમાં ઉલ્લેખિત ૦૧ (એક) ગામોના સર્વેક્ષણો જોડી દેવામાં આવે છે, સક્ષમ અધિકારીને નિર્ધારિત સમયગાળામાં કોઈ મળેલ નથી અને તે મુજબ સક્ષમ અધિકારી દ્વારા અનનુજ્ઞાત કરી દેવામાં આવેલ છે.
અને, સક્ષમ અધિકારીએ ઉપરોક્ત અધિનિયમની કલમ ૨૦ ઈ ની પેટા-કલમ (૧) મુજબ, તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધેલ છે.
આથી, હવે કેન્દ્ર સરકાર સક્ષમ અધિકારી પાસેથી ઉપરોક્ત રિપોર્ટ મળતા અને ઉપરોક્ત અધિનિયમની કલમ ૨૦ ઈ ની પેટા- કલમ (૧) દ્વારા મળેલ અધિકારનો ઉપયોગ કરતા, એ જાહેરાત કરે છે કે તેથી ઉપાબદ્ધ અનુસૂચિમાં નિર્દિષ્ટ જમીન પૂર્વીક્ત હેતુ માટે સંપાદિત કરવામાં આવશે.
વધુમાં એ કે, કેન્દ્ર સરકાર ઉપરોક્ત અધિનિયમની કલમ ૨૦ ઈ ની પેટા કલમ (૨) મુજબ આ વધુ જાહેરાત કરે છે કે આ અધિસૂચનાના રાજપત્રમાં પ્રકાશિત થતા તેનાથી ઉપાબદ્ધ અનુસૂચિમાં નિર્દિષ્ટ જમીન તમામ બોજાઓથી મુક્ત થઈ પૂર્ણપણે કેન્દ્ર સરકારમાં નિહિત થઈ જશે.
No comments:
Post a Comment